For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: જૂન મહિનામાં ધમધમાટી બોલાવશે આ CARS

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન: ઓટો માર્કેટમાં લોન્ચિંગના હિસાબે ગત મહિનો સુસ્ત રહ્યો હતો. નવા વર્ષની શરૂઆત બાદ જૂનમાં એક સાથે પાંચ કારોનું લોન્ચિંગ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આવનારી નવી કારોમાંથી કેટલીક કારો એવી છે કે જેનો કાર પ્રેમીઓને છેલ્લા એક વર્ષની ઇતંજાર રહ્યો હતો. ટૂંક સમયમાં જ લોન્ચ થનારી કારોમાં ફોર્ડની કૉમ્પેક્ટ એસયૂવી ઇસ્કોસ્પોર્ટની છેલ્લા કેટલાક સમયથી લોકો રાહ જોઇ રહ્યાં છે.

ઇસ્કોસ્પોર્ટ આવ્યા બાદ એસયૂવી સેગ્મેંટની કારોમાં કંપ્ટીશન વધુ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે આગળ વાત કરીએ જૂન મહિનામાં લોન્ચ થનારી નવી કારો વિશે.

એસયૂવી ફોર્ડ ઇકોસ્પોર્ટ

એસયૂવી ફોર્ડ ઇકોસ્પોર્ટ

છેલ્લાં કેટલાક સમયથી રાહ જોયા બાદ ફોર્ડની એસયૂવી ઇકોસ્પોર્ટની લોન્ચિંગ સમય નજીક આવી ગયો છે. કારની પ્રી-બુકિંગ શરૂ થઇ ગઇ છે. ઇકોસ્પોર્ટને ત્રણ અલગ-અલગ પ્રકારના એન્જીન ઓપ્શન 1.5 લીટર પેટ્રોલ, 1.5 ડીઝલ અને 1.0 લીટર ઇકોબૂસ્ટ એન્જીનના ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે.

મેહિન્દ્રા વેરિટો વાઇબ

મેહિન્દ્રા વેરિટો વાઇબ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઝડપથી લોકપ્રિય થઇ રહેલા હૈચબૈક સેગ્મેંટમાં પગલાં માંડવા જઇ રહી છે. કંપની આ મહિને પોતાની મનપસંદ સેડાન કાર વેરિટોના હૈચબૈક વર્જન 'વેરિટો વાઇબ'ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની વેરિટો વાઇબને ઇન્ડિયન માર્કેટમાં 5 જૂનના રોજ લોન્ચ કરશે. નવી કારોમાં 1.5 લીટરનું ડીઝલ એન્જીન હોવાની આશા છે.

એમ્બેસેડર બીએસ 4 ડીઝલ

એમ્બેસેડર બીએસ 4 ડીઝલ

હિન્દુસ્તાન મોટર્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે આ મહિને એમ્બેસેડરના ડીઝલ વર્જનનું લોન્ચિંગ કરશે. એમ્બેસેડર બીએસ 4 જૂનના અંતિમ અઠવાડિયા સુધી રજૂ કરવામાં આવશે તેવી આશા છે. કારમાં 1.5 લીટર ડીઝલ એન્જીન હશે.

ફિયાટ લીનિયા ટી-જેટ

ફિયાટ લીનિયા ટી-જેટ

કાર નિર્માતા કંપની ફિયાટ પોતાની નવી કારોને લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવા માટે દેશભરમાં ડીલરશીપ નેટવર્ક વધારી રહી છે. કંપની આ મહિને લીનિયા ટી-જેટને લોન્ચ કરશે. લીનિયા ટી-જેટને ફિયાટ રિ-લોન્ચ કરી રહી છે.

વોલ્વો V40 ક્રોસ કન્ટ્રી

વોલ્વો V40 ક્રોસ કન્ટ્રી

લક્સરી બનાવનાર વોલ્વો 14 જૂનના રોજ 'V40 ક્રોસ કન્ટ્રી' ને બજારમાં લોન્ચ કરશે. નવી કારની ટક્કર બીએમડબ્લ્યૂ X1 અને ઓડી Q3 સાથે માનવામાં આવી રહી છે.

English summary
This Five most awaited cars will be launched in June 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X