For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 બાબતોને તમે સહેલાયથી કારમાં કરી શકો છો ફિક્સ

|
Google Oneindia Gujarati News

આપણા ઓટોમોબાઇલ સેક્ટરમાં અનેકવિધ કાર્સ લોન્ચ કરવામાં આવે છે, આપણે આપણી પસંદની કારને ખરીદીને આપણા ઘરની શોભા બનાવીએ છીએ, પરંતુ તેમાં ઉભી થતી કેટલીક નાની સમસ્યાઓના કારણે આપણને કારને સર્વિસ સ્ટેશન અથવા તો ગેરેજમાં લઇ જવાની ફરજ પડે છે. જોકે તેમાની કેટલીક સમસ્યા એવી છેકે જેને તમે તમારી જાતે સોલ્વ કરી શકો છો, પરંતુ એ બાબતે આપણે અજાણ હોવાના કારણે આપણે તે કરી શકતા નથી. આજે અમે અહીં એવી જ કેટલીક બાબતો અંગે જણાવી રહ્યાં છીએ, જેને તમે તમારી જાતે અમુક સાધનોનો ઉપયોગ કરીને કરી શકો છો. તો ચાલો એ અંગે જાણીએ.

5-things-in-your-car-you-could-fix-00
ડિસ્ક બ્રેક પેડ્સ
ઘસાઇ ગયેલા ડિસ્ક બ્રેક પેડ્સને બદલવું ઘણું જ સરળ કામ છે. તેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો તેનું દ્રશ્ય નિરિક્ષણ કરવામાં આવે તે છે. કેટલાક પેડ્સમાં વીયર ઇન્ડિકેટર હોય છે. જો ન હોય તો ક્લિપર થકી તેને જોવું જોઇએ ત્યાંથી તમે પેડને જોઇ શકો છો. અથવા તો કેટલીક કાર્સમાં વોર્નિંગ લાઇટ આપવામાં આવી હોય છે, જેનાથી તેમને માલુમ થઇ જાય છેકે તમારે પેડ્સ બદલવાની જરૂર છે. જ્યારે તમે તેને બદલો ત્યારે જેક સ્ટેન્ડ, બેઝીક હેન્ડ ટૂલ્સ અને કિ ક્લેમ્પ(જે ક્લિપર પિસ્ટનને સિલિન્ડરમાં પુશ કરે છે) તેને તમારા હાથમાં રાખો. જો ખરાબ થઇ ગયેલા પેડ્સ રોટરની આસપાસ હશે તો તે થોડોક સમય લેશે, પરંતુ જો ક્લિપર અને બ્રેકેટને રિમૂવ કરવામાં આવે તો પણ હટી જશે.

અલ્ટરનેટરને બદલવું
મોટાભાગની કાર્સમાં અલ્ટરનેટર ખરાબ થઇ ગયું હોય ત્યારે તેની જાણકારી આપતી વોર્નિંગ લાઇટ આપવામાં આવે છે. જો તમારી કારમાં એ લાઇટ ન હોય તો તમે જાણી જશો જ્યારે તમે તમારી કારને ચાલુ કરવાનો પ્રયાસ કરતા હોવ અને ચાલું ન થાય. અલ્ટરનેટરને બદલવા માટે એન્જીનના ટોપ ભાગમાંથી પ્રયાસ કરવામાં આવે છે. જો તમે તમારી જાતે તેને બદલવા માગતા હોવ તો તમને કેટલાક સાધનોની જરૂર પડશે, જેમાં વ્રેન્ચીસ, સોકેટ વ્રેન્ચ. કેટલીક કાર્સમાં તેની માટેના કેટલાક સ્પેશિયલ ટૂલ આવે છે જેનાથી તમે બેલ્ટને ટેન્શન ઓફ કરી શકો છો. અને હા જ્યારે તમે તેને બદલી રહ્યા હોવ ત્યારે વસ્તુઓ બધી યોગ્ય રીતે થવી જોઇએ. બેલ્ટને ડીટેન્શનિંગ કરતા પહેલા અલ્ટરનેટરને અનબોલ્ટ કરી નાંખવા જોઇએ, કારણ કે બની શકે બન્ને બિન્ડ અપ હોય અને તેના કારણે બદલવામાં મુશ્કેલી પડી શકે છે.

એર કન્ટ્રોલ વાલ્વ અથવા સેન્સર
જ્યારે તમે તમારી કારને ગીયરમાં નાખે ત્યારે તેનું પ્રદર્શન નિરાશાજનક લાગે ત્યારે સમજી જવું કે આઇડલ એર કન્ટ્રોલ વાલ્વ અથવા તો સેન્સરમાં સમસ્યા છે. જો તમારું ઓબીડી II સ્કેટ ટૂલ સેન્સરમાં રહેલી સમસ્યાને પકડી પાડે તો એર ક્લિનરમાંથી હોસને બહાર કાઢી લો, જે એન્જીનના ઉપરના ભાગે હોય છે. જે ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમમાં એરના ફ્લોને કન્ટ્રોલ કરવાનું કામ કરે છે. સેન્સરને બદલવા માટે સ્ક્રૂની પેઇરને રિમૂવ કરવાના હોય છે. તેમજ વાલ્વને પણ સ્ક્રૂની પેઇર રિમૂવ કરીને બદલી શકાય છે.

હેડલાઇટ બલ્બ
હેડલાઇટ બલ્બ પણ તમે સહેલાયથી બદલી શકો છો. બલ્બને બદલવા માટે હૂડને ઓપન કરો. જ્યારે તમે તે ઓપન કરશો ત્યારે પાછળની તરફ તમને હેડલાઇટ એસેમ્બલી દેખાશે જેમાં તમે ત્રણ વાયરના પ્લગને જોઇ શકશો. જો ન જોઇ શકો તો સાઇડના વ્હીલને જેક અપ કરો, વ્હીલને રિમૂવ કરો અને જુઓ. જ્યારે તમે હેડલાઇટના પ્લગ પાસે પહોંચો ત્યારે ક્લિપ, સ્ક્રૂ કેપ અથવા પ્લાસ્ટિક કેચને રિમૂવ કરો અને બલ્બ બહાર લો અને તેના બદલે નવો બલ્બ લગાવી દો.

થર્મોસ્ટેટ
જો તમારી કાર વધુ ગરમ થતી હોય અથવા તો સ્લો વાર્મ અપ હોય તો સમજવું કે થર્મોસ્ટેટમાં સમસ્યા છે. થર્મોસ્ટેટને બદલવું ઘણું જ સરળ છે. એન્જીનમાં ટોપ રેડિએટર હોસ પાસે થર્મોસ્ટેટ હોય છે. એન્ટ્રી પોઇન્ટ પાસે બે અથવા ત્રણ બોલ્ટ વડે તેને લગાવવામાં આવ્યું હોય છે. જ્યારે તને બદલો ત્યારે કારના એન્જીન નીચે એક બાસ્કેટ જેવુ રાખો જેથી કોઇ વસ્તુ નીચે પડે તો એ તમારા ધ્યાનમાં રહે. થર્મોસ્ટેટને અનબોલ્ટ કરીને ત્યાંથી કાઢી લો અને તેને ચકાસીને તેના સ્થાને નવું થર્મોસ્ટેટ લગાવી જે પ્રકારે તેને બહાર કાઢ્યું એ જ પ્રમાણે પરત ફીટ કરી દો અને એ વાતનું ધ્યાન રાખો કે કોઇ વસ્તુ લગાવવાની બાકી ન રહી જાય.

English summary
this 5 things you could fix in your car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X