શાનદાર નામ ધરાવતી વિશ્વની ટોપ ટેન કાર્સ
વિશ્વ ઓટોમોબાઇલ જગતમાં દરરોજ એકથી એક ચઢિયાતી કાર લોન્ચ કરવામાં આવે છે. કેટલીક કાર પોતાના દેખાવ તો કેટલીક પોતાના પરફોર્મન્સ માટે જાણીતી હોય છે. દરેક કારને એક ખાસ નામ આપવામાં આવ્યું હોય છે અને જો કાર વિશ્વ ઓટો ફલક પર સફળ જાય તો આ નામ ઇતિહાસમાં અંકિત થઇ જાય છે. નિષ્ફળ કાર્સ પણ પોતાના આ પ્રકારના વિશેષ નામના કારણે માનસ પટલ પર એક યાદ સમી રહી જાય છે.
વિશ્વમાં આવી જે કેટલીક કાર નિર્માતા કંપનીઓ છેકે જેમણે પોતાના નિર્માણ હેઠળ બનેલી કાર્સને એક ખાસ નામ આપ્યું છે અને આ નામ લોકોમાં એટલા જાણીતા થયા છેકે કેટલીક વાર કાર નિર્માતાના બદલે કાર વધારે લોકપ્રીય થાય છે. આજે અમે અહીં એવી જ ટોપ ટેન કાર અંગે તસવીરો થકી જણાવી રહ્યાં છીએ જે સારું નામ ધરાવે છે અને વિશ્વભરમાં જાણીતી છે. તો ચાલો એ જાણીએ.
આ પણ વાંચોઃ- આ કાર્સમાં ફરે છે મુકેશ અંબાણી અને રતન તાતા
આ પણ વાંચોઃ- હોન્ડા, સુઝુકી અને હીરોના 110 સીસીના ટોપ 7 સ્કૂટર્સ
આ પણ વાંચોઃ- જાણો શું શું બદલાયું છે નવી 2014 સ્કોડા યેતી ફેસલિફ્ટમાં?

સ્વિંગર
કાર નિર્માતાઃ- ડોજ
સમયઃ- 1969-1976 દરમિયાન
સ્વિંગરએ ડોજની કારના સારા નામોમાનું એક છે અન તેટલા માટે જે આ કારનો સમાવેશ ટોપ ટેપ યાદીમાં કરવામાં આવ્યો છે.

કર્રેરા
કાર નિર્માતાઃ- પોર્શે
સમયઃ-1956થી વર્તમાન
આ એક શ્રેષ્ઠ કાર નામ છે. કર્રેરાનો સ્પેનિશ અર્થ રેસ થાય છે. પોર્શેની આ કાર નામ પ્રમાણે કામ પણ આપે તેવી છે.

વેયરોન
કાર નિર્માતાઃ- બુગાટી
સમયઃ- 2006થી વર્તમાન
બુગાટી દ્વારા પોતાની આ કારને વેયરોન નામ આપવામાં આવ્યું છે. આ એક શ્રેષ્ઠ કાર નામ છે. આ કારનું નામ પેરી વેયરોનના નામ પરથી આપવામાં આવ્યું છે.

કોર્વેટ
કાર નિર્માતાઃ- શેવરોલે
સમયઃ- 1953થી વર્તમાન
આ કારના નામનો અર્થ થાય છે શાંતિ, પરંતુ તેનો બીજો એક અર્થ થાય છે, નાની પૂજા. આઈ એક શ્રેષ્ઠ કાર નામ છે અને આ કારને સ્પીડ વગર વિચારવી એક ભુલ સમાન છે.

વાઇપર
કાર નિર્માતાઃ- ડોજ
સમયઃ- 1992થી વર્તમાન
90ના દશકામાં ડોજ કાર નિર્માતા કંપની પોતાની કારના પરફોર્મન્સ માટે ઘણી જ જાણીતી હતી અને સાથોસાથ તેની કારના નામ પણ ઘણા જ લોકપ્રીય હતા. વાઇપર કાર નામ પણ તેમાનું એક છે.

કાઉન્ટેક
કાર નિર્માતાઃ- લેમ્બોર્ગિની
સમયઃ- 1974થી1990
આ કારનું નામ ઘણું જ સુંદર છે અને જોકે ઘણી વાર તેને બોલવામાં સમસ્યાઓ ઉદ્ભવી જાય છે. લેમ્બોર્ગિની દ્વારા આ કારનું નિર્માણ પહેલીવાર 1974માં કરવામાં આવ્યું હતું.

કોબ્રા
કાર નિર્માતાઃ- શેલબી અમેરિકન
સમયઃ- 1962થી 1967
કારોલ શેલબીના કહેવા અનુસાર તેમને આ નામ સ્વપ્નમાં આવ્યું હતું અને તેમણે પોતાની આ કારનું નામ કોબ્રા રાખવામાં આવ્યું હતું, આ એક સારું નામ છે.

ટેસ્ટારોસા
કાર નિર્માતાઃ- ફેરારી
સમયઃ- 1984થી 1996
આ કારના નામનો અર્થ ઇટાલિયનમાં રેડ હેડ થાય છે. આ એક સુંદર કાર નામ છે, જે ફેરારીએ પોતાની એક કારને આપ્યું છે.

સિલ્વર ક્લાઉડ
કાર નિર્માતાઃ- રોલ્સ રોય્સ
સમયઃ- 1955થી 1966
રોલ્સ રોય્સ પોતાની રોયલ કાર્સ માટે જાણીતી કંપની છે, આ કાર નિર્માતા કંપની પોતાની કાર્સનું વેચાણ ગણ્યાં ગાઠ્યાં લોકોમાં જ કરે છે. કંપનીએ પોતાની એક કારને સિલ્વર ક્લાઉડ નામ આપ્યું હતું. આ કારનું પહેલું મોડલ 1955માં બહાર પાડવામાં આવ્યું હતું.

મસ્ટંગ
કાર નિર્માતાઃ- ફોર્ડ
સમયઃ- 1964થી વર્તમાન
કહેવાય છેકે બીજા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેન પરથી આ કારનું નામ ફોર્ડે આપ્યું હતું. વિશ્વની ટોપ ટેન શ્રેષ્ઠ નામ ધરાવતી કાર્સમાં આ કારનો પણ સમાવેશ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
