• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વની સૌથી મોંઘી ટોપ 10 સ્પીડ બોટ્સ

|

આપણે વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં લોન્ચ કરવામાં આવેલી અનેક ફાસ્ટેસ્ટ અથવા તો સ્પીડ કાર અંગે વાંચ્યું અથવા સાંભળ્યું હશે, અનેક કાર નિર્માતા કંપનીઓ પોતાની સ્પીડ કાર બનાવવા માટે જાણીતી છે અને તેના દિવાના પણ અનેક હોય છે, પરંતુ કાર સિવાય પણ ઓટો સેક્ટર દ્વારા પાણીમાં ઝડપભેર દોડતી બોટ બનાવવામાં આવે છે, જોકે આ બોટ પણ સ્પીડ કારની જેમ વૈભવી અને કિંમતે ઘણી જ મોંઘી હોય છે.

આજે અમે અહીં વિશ્વની એવી 10 બોટ્સ અંગે જણાવી રહ્યાં છીએ જે પોતાની સ્પીડ ઉપરાંત પોતાની વૈભવતા અને કિંમતના કારણે વિશ્વભરમાં જાણીતી છે. જેમની કિંમત મિલિયન્સ ડોલરમાં છે. તો ચાલો તસવીરો થકી આવી બોટ પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- સિંઘમ વિ. સિંઘમ રિટર્નઃ કોણ છે માચો SUV સફારી સ્ટ્રોમ કે સ્કોર્પિયો

આ પણ વાંચોઃ- હુન્ડાઇની ટોપ 7 કાર્સ, કિંમત 5 લાખની અંદર

10. સિલ્વર બુલેટ

10. સિલ્વર બુલેટ

કિંમતઃ- 76,000 ડોલર

આ યાદીમાં 10માં ક્રમે આવે છે. 20 ફૂટ લાંબી સિલ્વર બુલેટ સ્પીડ બોટ. આ બોટનો ઉપયોગ ટ્વિલાઇટ બ્રેકિંગ ડૉન પાર્ટ 1માં કરવામાં આવ્યો હતો. બોટમાં પાવરફૂલ વોલ્વો અથવા મર્ક્યુરી મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની ફ્યુઅલ કેપેસિટી 34 ગેલન્સ છે અને તેની ટોપ સ્પીડ 60 એમપીએચ છે.

9. માસ્ટરક્રાફ્ટ એક્સ35

9. માસ્ટરક્રાફ્ટ એક્સ35

કિંમતઃ- 98,000 ડોલર

આ સ્પીડ બોટમાં 350 એચપી એમએક્સસી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 410 એચપીથી 450 એચપી સુધી પહોંચી શકે છે. આ બોટની ક્ષમતા 15 લોકોનું વહન કરવાની છે.

8. ફોર્મુલા 310 એફએક્સ5

8. ફોર્મુલા 310 એફએક્સ5

કિંમતઃ- 199,000 ડોલર

ફોર્મુલા 310 એફએક્સ5નું મૂળ માર્કેટ યુનાઇટેડ અરબ એમિરાત છે. આ બોટની લંબાઇ 31 ફૂટ છે અને તે સિલ્વર ડાઇમન્ડ, બ્લેક અને બ્લુ મેટાલિક કલરમાં મળી આવે છે.

7. તિઆરા 3100 કોરોનેટ

7. તિઆરા 3100 કોરોનેટ

કિંમતઃ- 300,000થી 500,000 ડોલર

આ સ્પીડ બોટમાં 10 લોકો કોકપિટમાં અને 5 લોકો બ્રીજ ડેકમાં બેસી શકે છે. આ બોટમાં ટ્વિન ક્રુસ્ઝેર એન્જીન 374 એચપી છે. આ બોટની સ્ટાઇલ ક્લાસી છે અને આ એ લોકો માટે છે જે આસપાસ વિહરવા માગે છે અને રિલેક્સ રહેવા માગે છે.

6. રીગલ 42 સ્પોર્ટ કૂપ

6. રીગલ 42 સ્પોર્ટ કૂપ

કિંમતઃ- 564,000 ડોલર

આ બોટ 42 ફૂટ લાંબી છે જેમાં 600 એચપી ટ્વિન વોલ્વો ડી4 ડીઝલ આઇપીએસ 400 અથવા 740 એચપી ટ્વિન વોલ્વો ડી6 ડીઝલ આઇપીએસ 500 એન્જીન છે.

5. સાબરે 42 સૉલોન એક્સપ્રેસ

5. સાબરે 42 સૉલોન એક્સપ્રેસ

કિંમતઃ- 640,000 ડોલર

આ બોટની લંબાઇ 42 ફૂટ છે જેમાં 6 લોકો બેસી શકે છે, તેમાં બાર, રેફ્રિજરેટર, 2 સટરરૂમ, ફ્લેટ સ્ક્રી ટીવી, બોટલ સ્ટોરેજ લોકર જેવી સુવિધા આપવામાં આવી છે. આ બોટમાં 380 એચપી ક્યુમિન્સ ક્યૂએસબી એન્જીન આપવામાં આવ્યું છે.

4. ક્રુઝર્સ 48 કૉન્ટિયસ

4. ક્રુઝર્સ 48 કૉન્ટિયસ

કિંમતઃ- 800,000 ડોલર

આ બોટ 48 ફૂટ લાંબી છે. તેમાં 2 બેડરૂમ છે, જેમાં ડબલ સોફા, બાથરૂમ્સ, ગેલરી, કિચર એપ્લાયન્સ, ફ્લેટ સ્ક્રીન ટીવી, ડીવીડી પ્લેયર, રેફ્રિજરેટર જેવી સુવિધા આપવામાં આવી છે. તેમા વોલ્વો ડીઝલ 500 ટ્વિન આઇપીએસ, 375 એચપી અથવા વોલ્વો ડીઝલ 600 ટ્વિન આઇપીએસ, 435 એચપી એન્જીન છે.

3. તિઆરા 4300 ઓપન

3. તિઆરા 4300 ઓપન

કિંમતઃ- 900,000 ડોલરથી 1 મિલિયન ડોલર

આ વિશ્વની સૌથી મોંઘી બોટ છે. આ 45 ફૂટ લાંબી છે. જેમાં બાર, સ્ટારબોર્ડ સહિતની વૈભવી સુવિધાઓ આપવામાં આવી છે.

2. અઝિમુટ 48

2. અઝિમુટ 48

કિંમતઃ- 1.1 મિલિયન ડોલર

આ બોટની લંબાઇ 48 ફૂટ છે તેમાં ત્રણ કેબિન લોવર ડેકમાં છે, 2 લોકો માટે સન પેડ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ અનેક વૈભવી સુવિધાઓ આ બોટમાં આપવામાં આવી છે. આ બોટ લોકોના સ્વપ્નની બોટ પણ સાબિત થઇ શકે છે.

1. સી રે 540 સનડાન્સર

1. સી રે 540 સનડાન્સર

કિંમતઃ- 1.7 મિલિયન ડોલર

આ બોટ 55 ફૂટ લાંબી છે તેમાં ક્યુમિન્સ મેરક્રુઝર ક્યૂએસએમ11-715, 1430 એચપી એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બોટમાં સહેલાયથી 6 લોકો બેસીને દરિયાની મજા માણી શકે છે. આ બોટમાં અનેક વૈભવી સુવિધાઓ આપવામાં આવી છે.

English summary
Top 10 Most Expensive Speed Boats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more