સિંઘમ વિ. સિંઘમ રિટર્નઃ કોણ છે માચો SUV સફારી સ્ટ્રોમ કે સ્કોર્પિયો
રોહિત શેટ્ટીની અજય દેવગણ અભિનિત ફિલ્મ ‘સિંઘમ' 2011માં લોન્ચ થઇ હતી, ફિલ્મમાં અજય દેવગણે એક પ્રામાણિક પોલીસ અધિકારીનું પાત્ર ભજવ્યું હતું, ફિલ્મ સુપરહિટ રહી હતી. હવે તેની સિક્વલ ‘સિંઘમ રિટર્ન્સ' આવી રહી છે અને આ ફિલ્મ પાસેથી પણ એવી જ આશાઓ રાખવામાં આવી રહી છે કે તે પણ પહેલા ભાગ જેવો જ કમાલ દર્શાવે, જોકે વાત અહીં ફિલ્મની નહીં પરંતુ ફિલ્મમાં અજય દેવગણની સાથી બનેલી એસયુવી કાર્સ અંગે કરવામાં આવી રહી છે.
‘સિંઘમ'માં અજય દેવગણને આપણે મહિન્દ્રાની દમદાર એસયુવી સ્કોર્પિયોમાં વિલનનો પીછો કરતો જોયો હતો. આ ફિલ્મમાં સ્કોર્પિયોને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું હતું અને ફિલ્મમાં અનેક સ્ટંટ અભિનેતાએ સ્કોર્પિયો એસયુવી સાથે કર્યા હતા, પરંતુ આ વખતે ફિલ્મની પટકથાની સાથોસાથ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ કાર્સનો ઉપયોગ પણ બદલ્યો છે. આ વખતે ‘સિંઘમ રિટર્ન્સ'માં અભિનેતા સ્કોર્પિયોમાં નહીં પરંતુ ટાટાની નવી સફારી સ્ટોર્મમાં વિલનને પરાસ્ત કરતો દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં અભિનેતાએ અનેક દમદાર સ્ટંટ આ એસયુવી સાથે કર્યાં છે. ત્યારે સ્વાભાવિક પણે બન્ને એસયુવીમાંથી કઇ એસયુવી દમદાર છે, તેની સરખામણી એસયુવી ચાહકો દ્વારા કરવામાં આવશે.
તેને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં મહિન્દ્રાની લોકપ્રીય એસયુવી સાથે ટાટા સફારી સ્ટોર્મની કેટલીક તુલનાત્મક માહિતી નીચે તસવીરો થકી આપી રહ્યાં છીએ, જેમાં એસયુવીનું એન્જીન, એવરેજ, ઇન્ટિરીયર અને પરફોર્મન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો ચાલો એ અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- મર્દાના સવારીઃ ટોપ 7 લોકપ્રીય રોયલ એનફિલ્ડ બાઇક
આ પણ વાંચોઃ- ટાટા ઝેસ્ટ બેસ્ટ કે અમેઝ,એક્સેન્ટ અને ડિઝાયર ?
આ પણ વાંચોઃ- વિશ્વની સૌથી મોંઘી પોર્શે કાર્સ

એન્જીન સ્પેસિફિકેશન:- ટાટા સફારી સ્ટોર્મ
એન્જીનઃ- 2.2 લિટર, 16 વાલ્વ સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 138 બીચપી અને 1700-2700 આરપીએમ પર 320 એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે.
ટ્રાન્સમિશનઃ- 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન
એવરેજઃ- 14 કિ.મી પ્રતિ લિટર( એઆરએઆઇ સર્ટિફાઇડ)

એન્જીન સ્પેસિફિકેશન:- મહિન્દ્રા સ્કોર્પિયો
એન્જીનઃ- 2.2 લિટર એમહૉક ટર્બોચાર્જ્ડ સીઆરડીઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 120 બીએચપી અને 1800-2800 આરપીએમ પર 290 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે.
ટ્રાન્સમિશનઃ- 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન
એવરેજઃ- 12.05 કિ.મી પ્રતિ લિટર(એઆરએઆઇ સર્ટિફાઇડ)

પરફોર્મન્સ:- સફારી સ્ટોર્મ
સ્ટોર્મ અંગે વાત કરવામાં આવે તો તે પહેલા કરતા વઘારે તીવ્ર લાગે છે, તમે આ મોટી એસયુવીને સતત ગીયર બદલ્યા વગર પણ ચલાવી શકો છો. તમે આ એસયુવીમાં માલ-સામન જરૂરિયાત કરતા વધારે ભર્યો હોય તો પણ તમને જરા પણ તે પાવર વિહોણી લાગશે નહીં. હાઇવે પર આ એસયુવી નિરાશ કરતી નથી. તે ઘણી જ રિલેક્સ્ડ ક્રુઝિયર છે.

પરફોર્મન્સ:- મહિન્દ્રા સ્કોર્પિયો
મહિન્દ્રા સ્કોર્પિયો થ્રોટલ ઇન્ટપુટ્સમાં સારું રિસ્પોન્ડ કરે છે અને એ પણ ઓછી સ્પીડ પર. જે તમને શહેરમાં સરળતાથી ડ્રાઇવ કરવામાં મદદરૂપ થાય છે. સ્કોર્પિયો હાઇવે પર પણ નિરાશ કરતી નથી. ઓવરટેક કરતી વખતે તેનું પંચી એન્જીન ઘણું સરળ રહે છે.

ઇન્ટિરિયર્સ:- સફારી સ્ટોર્મ
સ્કોર્પિયો કરતા ટાટા સફારી સ્ટોર્મમાં ઇન્ટિરિયર્સ સારું છે. તે અંદરની તરફથી ઘણી જ મોર્ડન દેખાય છે. સ્ટોર્મમાં ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ઓઆરવીએમ, વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક્, એબીએસ, ઇબીડી, ઇમ્પ્રૂવ્ડ સ્ટીયરિંગ સિસ્ટમ, ફ્રેમ કન્સ્ટ્રક્શન ક્રમ્પલ ઝોન ક્રેશ પ્રોટેક્શન માટે, ડ્યુઅલ એરબેગ્સ વિગેરે... જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

ઇન્ટિરિયર્સ:- મહિન્દ્રા સ્કોર્પિયો
સ્કોર્પિયોનું હજુ ઓલ્ડ મોડલ જ છે અને તેમાં અંદરની તરફ જોઇએ તેવા ખાસ ફેરબદલ કરવામાં આવ્યા નથી. ડેશબોર્ડ ઓર્ડિનરી છે. જોકે તેમાં ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ, બ્લૂટૂથ, ટાયર ટ્રોનિક્સ જે ટાયર પ્રેશર અને ટેમ્પ્રેચર અંગે લેટેસ્ટ અપડેટ આપે છે, સ્પીડ એલર્ટ, ઇન્ટેલિ પાર્ક, ક્રુઝ કન્ટ્રોલ, રેઇન અને લાઇટ સેન્સર વાઇપર અને હેડલેમ્પ માટે, ઓટોમેટિક ટ્રાન્સમિશન વિગેરે.. જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

સ્ટાઇલિંગ:- સફારી સ્ટોર્મ અને મહિન્દ્રા સ્કોર્પિયો
બન્ને એસયુવી ફેમેલિયર શેપ ધરાવે છે, જોકે, સ્કોર્પિયો ઘણી જ એગ્રેસિવ લાગે છે, ખાસ કરીને આગળની તરફથી. સ્ટોર્મ આગળની મોર્ડન લાગે છે, જ્યારે સ્કોર્પિયો બોક્સી રીયર સેક્શન એવો લુક ધરાવતો નથી જેવો સ્ટોર્મનો મસ્કયુલર રીયર લુક છે.