વિશ્વની સૌથી મોંઘી પોર્શે કાર્સ
એ વાતમાં જરા પણ શંકા નથી કે વિશ્વની ટોપ મોસ્ટ વૈભવી કાર નિર્માતાનીઓ વાત કરવામાં આવે તો તેમાં પોર્શેનું નામ ટોચની પાંચ કંપનીઓમાં લેવાય છે. કંપની દ્વારા પોતાના ગ્રાહકોને વૈભવતાની સાથોસાથ ઝડપનો પણ આનંદ ઉઠાવવાની તક પોતાના બેનર હેઠળ બનેલી કાર્સ થકી આપવામાં આવે છે. વિશ્વ ઓટોમોબાઇલ સેક્ટરમાં પોર્શે દ્વારા અનેક વૈભવી કાર લોન્ચ કરવામાં આવી છે.
જોકે આ કાર્સની કિંમત પણ ઘણી જ હોય છે. એમ કહો તો પણ ચાલે કે કાર્સની કિંમત મિલિયન ડોલર્સમાં હોય છે. તેમ છતાં વિશ્વભરમાં હાજર રહેલી પોર્શેની આટલી બધી કાર્સમાં કઇ કાર્સ સૌથી મોંઘી છે, તો એ પ્રશ્ન વિચારતા કરી મુકે તેવો છે, જો તમને પણ પોર્શેની ટોપ પાંચ સૌથી મોંઘી કાર્સ જાણવાની ઉત્સુકતા હોય તો તમારી આ ઉત્સુકતાને સંતોષવા માટે અમે અહીં તસવીરો થકી પાંચ સૌથી મોંઘી પોર્શે કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ.
આ પણ વાંચોઃ- મર્દાના સવારીઃ ટોપ 7 લોકપ્રીય રોયલ એનફિલ્ડ બાઇક
આ પણ વાંચોઃ- ટાટા ઝેસ્ટ બેસ્ટ કે અમેઝ,એક્સેન્ટ અને ડિઝાયર ?

5. પોર્શે 911 ટર્બો રોક આરએસટી 600એલએમ
કિંમતઃ- 400.000 ડોલર
એન્જીનઃ-ટ્વિન ટર્બોચાર્જર્સ, 3.6 લિટર હોરિઝોન્ટલ 6 એન્જીન. ટોપ સ્પીડ 212 એમપીએચ.

4. પોર્શે 959
કિંમતઃ- 450.000 ડોલર
એન્જીનઃ- 2847 સીસી ટ્વિન ટર્બોચાર્જ્ડ ફ્લેટ 6 એન્જીન. ટોપ સ્પીડ 195 એમપીએચ.

3. પોર્શે કાર્રેરા જીટી ઇડો કોમ્પિટિશન
કિંમતઃ- 1 મિલિયન ડોલર
એન્જીનઃ- 6 લિટર વી10 એન્જીન, 770 એચપી. ટોપ સ્પીડ 227 એમપીએચ.

2. પોર્શે 911 જીટી1
કિંમતઃ- 2 મિલિયન ડોલર
એન્જીનઃ- ટર્બો ફ્લેટ 6 એન્જીન, 7200 આરપીએમ પર 600 બીએચપી.

1. પોર્શે 918 સ્પાઇડર
કિંમતઃ- 4 મિલિયન ડોલર
એન્જીનઃ- 4.6 લિટર વી8 એન્જીન, 6.8 કેડબલ્યુ-એચ લિક્વિડ કૂલ્ડ લિથિયમ આઇઓએન બેટરી, 8500 આરપીએમ પર 608 એચપી.












Click it and Unblock the Notifications
