મર્દાના સવારીઃ ટોપ 7 લોકપ્રીય રોયલ એનફિલ્ડ બાઇક
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની વાત કરવામાં આવે તો રોયલ એનફિલ્ડ બાઇક્સનો એક અલગ જ વર્ગ છે અને તેના ચાહકો પણ અલગ છે. રોયલ એનફિલ્ડની બુલેટથી લઇને કોન્ટિનેન્ટલ જીટી સુધીની તમામ બાઇક્સ એવી છેકે જે પોતાના પરફોર્મન્સ અને દેખાવના કારણે મર્દાના સવારી ચલાવવા માગતા રાઇડર્સને પોતાની તરફ સહેલાયથી આકર્ષિત કરી શકે છે.
તેથી જ તો આ બાઇક સૌ કોઇ પાસે આપણને જોવા મળતી નથી. આ બાઇક્સ એવા લોકો પાસે જ જોવા મળશે જે લોકો માચો પર્સનાલિટી ધરાવતા હોય છે. ત્યારે આજે અમે અહીં ટોપ 7 બાઇક્સ લઇને આવ્યા છે, જે રોયલ એનફિલ્ડની છે અને જે ભારતીય રાઇડર્સમાં ઘણી જ લોકપ્રીય છે, તો ચાલો તસવીરો થકી તેની કિંમત અને તેના એન્જીન અંગે જાણીએ.
આ પણ વાંચોઃ-વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી બખ્તરધારી કાર્સ
આ પણ વાંચોઃ-પોલો અને સ્વિફ્ટને ભારે પડશે હુન્ડાઇની નવી ઇલાઇટ આઇ20 ?
આ પણ વાંચોઃ- જાણો કઇ કાર્સ કરે છે બૉલિવુડ સ્ટાર્સના દિલ પર રાજ

બુલેટ 350
કિંમતઃ- 1,00,913 રૂપિયા
એન્જીનઃ- 346 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 19.8 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 28 એનએમ
એવરેજઃ- 53 કિ.મી પ્રતિ લિટર

બુલેટ ઇલેક્ટ્રા ટ્વિનસ્પાર્ક
કિંમતઃ- 1,13,270 રૂપિયા
એન્જીનઃ- 346 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 19.8 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 28 એનએમ
એવરેજઃ- 37 કિ.મી પ્રતિ લિટર

ધ ક્લાસિક
કિંમતઃ- 1,54,595 રૂપિયા
એન્જીનઃ- 499 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 27.2 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 41.3 એનએમ
એવરેજઃ- 32 કિ.મી પ્રતિ લિટર

બુલેટ ક્લાસિક ડેઝર્ટ સ્ટ્રોમ
કિંમતઃ- 1,57,012 રૂપિયા
એન્જીનઃ- 499 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 27.2 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 41.3 એનએમ
એવરેજઃ- 37 કિ.મી પ્રતિ લિટર

ક્લાસિક બેટલ ગ્રીન
કિંમતઃ- 1,43,000 રૂપિયા
એન્જીનઃ- 499 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 27.2 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 41.3 એનએમ
એવરેજઃ- 30 કિ.મી પ્રતિ લિટર

થંડરબર્ડ
કિંમતઃ- 1,67,265 રૂપિયા
એન્જીનઃ- 499 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 27.2 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 41.3 એનએમ
એવરેજઃ- 30 કિ.મી પ્રતિ લિટર

કોન્ટિનેન્ટલ જીટી
કિંમતઃ- 1,94,530 રૂપિયા
એન્જીનઃ- 535 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5100 આરપીએમ પર 29.1 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 44 એનએમ