• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિસ્ફોટકોનો સામનો કરી શકે તેવી સૌથી મોંઘી બખ્તરધારી કાર્સ

|

સુપરકાર ઘણી જ ફાસ્ટ અને પાવરફૂલ હોય છે. વિશ્વ ઓટોમોબાઇલ બજારમાં જોવા મળતી આ સુપરકાર્સમાની કેટલીક કાર્સ એવી પણ હોય છે, જે 300 કિ.મી પ્રતિ કલાક કરતા પણ વધારેની સ્પીડ પકડી શકે છે અને એ લોકોને આનંદની પળો આપે છે, જે આ પ્રકારની કાર ખરીદી શકે છે. કેટલીક કાર્સ ઘણી મોંઘી હોય છે, જેની કિંમત મિલિયન ડોલર્સમાં હોય છે, પરંતુ તેને સ્પીડ માટે ડિઝાઇન કરવામાં આવી હોય છે.

પરંતુ જો તમે કોઇ ખાસ વ્યક્તિ હોવ તો? જેમકે વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ? અને જો તમારા પર કોઇ બંદૂક ધારી વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવે તો? ત્યારે આ પ્રકારની કાર તમને એ ગોળીબારીથી રક્ષણ આપી શકે ખરી?

અમે અહીં વિશ્વની 10 સૌથી મોંઘી બખ્તર ઓઢેલી(આર્મર્ડ) કાર્સ લઇને આવ્યા છીએ. આ યાદીમાં જે કાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાની કેટલીક ગોળીબાર સામે તો કેટલીક વિસ્ફોટો સામે પણ રક્ષણ આપી શકે છે. વિશ્વમાં એવી અમુક જ કંપનીઓ છેકે જેઓ નાગરિકો માટે આ પ્રકારની બખ્તર ઓઢેલી કાર બનાવે છે. તો ચાલો તસવીરો થકી આ ટોપ 10 કાર્સ અંગે જાણીએ.

આ પણ વાંચોઃ- કોણ છે દમદારઃ પુન્ટો, પોલો, સ્વિફ્ટ કે માઇક્રા

આ પણ વાંચોઃ- સુઝુકી ' ગિક્સર ' થકી FZ અને પલ્સરને આપશે 'ટક્કર '

આ પણ વાંચોઃ- એફોર્ડેબલ વૈભવી સેડાન કાર્સ, કિંમત 10 લાખની અંદર

વિશ્વની સૌથી મોંઘી આર્મર્ડ કાર્સ

વિશ્વની સૌથી મોંઘી આર્મર્ડ કાર્સ

સૌથી મોંઘી બખ્તર ઓઢેલી(આર્મર્ડ) કાર્સ અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

10. ધ ટમ્બલર

10. ધ ટમ્બલર

આ યાદીમાં 10માં ક્રમે આવે છે, ગોથમ સિટીની કાર, ધ બેટમોબાઇલ. ટમ્બલરમાં જેટ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમે ફિલ્મની અંદર તમે જોયું હશે કે કોઇપણ પ્રકારના ફાયરપાવર સામે આ કાર સુરક્ષિત રહે છે. તેમાં 5 લિટરના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ ખરી રીતે જોઇએ તો આ કાર તમામ પ્રકારના પ્રહારોને સહન કરી શકતી નથી. આ કારની કિંમત મિલિયન્સમાં છે, પરંતુ સાચો આંક જાણી શકાયો નથી.

9. ધ ડર્ટ્ઝ કોમ્બેટ ટી98 એસયુવી

9. ધ ડર્ટ્ઝ કોમ્બેટ ટી98 એસયુવી

પહેલા વિશ્વયુદ્ધથી ડર્ટ્ઝ કંપની દ્વારા આર્મર્ડ વાહનનું નિર્માણ કરવામાં આવે છે. આ કંપની દ્વારા 200,000 ડોલરમાં એસયુવી તૈયાર કરવામાં આવી છે. દેખાવે આ એસયુવી એક ટેન્ક જેવી લાગે છે. આ કારમાં 7 સેમીની બારી છે અને તેમાં હેવી સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એકે 47માંથી નિકળેલી ગોળીઓ અને રોકેટ સમાંતર ગ્રેનેડ સામે પણ ટકી શકે છે. આ એસયુવીમાં 8.1 લિટર વોર્ટેક વી8 એન્જીન આપવામાં આવ્યું છે જે 180 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

8. કેડાલિક વન

8. કેડાલિક વન

આ કાર ઘણી જ લોકપ્રીય છે, આ કારનો ઉપયોગ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં દ્વારા કરવામાં આવે છે. આ કારમાં મજબૂત આર્મર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના નિર્માણનો ખર્ચ 300,000 ડોલર છે. પ્રેસિડેન્ટિયલ કોનવે દરમિયાન આ પ્રકારની ત્રણ કારનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી હુમલાખોરોને મુંઝવી શકાય અને ખતરો ટાળી શકાય.

7. કોન્કેસ્ટ નાઇટ એક્સવી

7. કોન્કેસ્ટ નાઇટ એક્સવી

આ કારની કિંમત 310,000 ડોલર છે. આ કારનું નિર્માણ મજબૂત સ્ટીલ અને કેવ્લર ફાઇબર ગ્લાસથી કરવામાં આવ્યું છે. ઉપરાંત આ કારના વ્હીલનું નિર્માણ 6061 એલ્યુમિનિયમમાંથી બનાવવા આવ્યું છે, જે ડેમેજ સામે રક્ષણ આપે છે. આ કારમાં 6 લિટર વી8 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 325 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે.

6. ધ પોપમોબાઇલ

6. ધ પોપમોબાઇલ

આ કાર બનાવવાનો ખર્ચ 311,000 ડોલર છે. આ કાર બુલેટપ્રૂફ છે, જે કોઇપણ પ્રકારના બાયોલોજીકલ અને કેમિકલ એટેક સામે ટકી શકે છે. આ કારમાં 5 લિટર વી8 એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કાર ફ્લેટ ટાયરમાં પણ 70 એમપીએચની સ્પીડે દોડી શકે છે.

5. બીએમડબલ્યુ 7 સીરીઝ

5. બીએમડબલ્યુ 7 સીરીઝ

આ યાદીમાં પાંચમાં ક્રમે આવે છે, જર્મન કાર મેકર બીએમડબલ્યુની હાઇ સિક્યુરિટી 7 સીરીઝ. આ કારની કિંમત 350,000 ડોલર છે. તેમાં 6 લિટર વી12 એન્જી છે, જે 535 હોર્સપાવર પ્રોડ્યુસ કરી શકે છે. હથિયારોમાંથી કરવામાં આવતા ઉચ્ચ પાવર પ્રોજેક્શન અને કેમિકલ હુમલાઓ સામે ટકી શકે છે.

4. મેયબેક 62એસ

4. મેયબેક 62એસ

આ યાદીમાં ચોથા ક્રમે આવે છે મેયબેક 62એસ, તેની કિંમત 352,000 ડોલર છે. સ્વિસની કંપની રિજ્ક દ્વારા આ વાહનમાં બખ્તર લગાવવામાં આવ્યું છે. 10 મિટર દૂરથી કરવામાં આવેલા ઉચ્ચ શક્તિશાળી સ્નિપર શોટ્સનો પણ સામનો કરી શકે છે. આ કારમા એએમજી વી12 બીઆઇટર્બો 5980 સીસી 620 હોર્સપાવર એન્જીન છે, આ કાર 5 સેકન્ડમાં 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

3. બેન્ટલી મુલસને

3. બેન્ટલી મુલસને

આ યાદીમાં ત્રીજા ક્રમાંકે છે વૈભવી બેન્ટલી મુલસને, જેની કિંમત 400,000 ડોલર છે. આ કારનું નિર્માણ એ લોકો દ્વારા જ કરવામાં આવ્યું છે જેમણે ઇંગ્લેન્ડના રાણીની કારનું નિર્માણ કર્યું હતું. આ કારમાં જે આર્મર પ્લટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે કારમાં બેસેલા યાત્રીઓની સુરક્ષા ઉચ્ચ શક્તિશાળી ગન ફાયર, એક્સપ્લોસિવ અને કેમિકલ હથિયારો સામે કરે છે.

2. ઑડી એ8 એલ સિક્યુરિટી

2. ઑડી એ8 એલ સિક્યુરિટી

આ યાદીમાં બીજા ક્રમે આવે છે, જાણીતી વૈભવી કાર નિર્માતા કંપની ઑડીની એ8 એલ સિક્યુરિટી. આ કારને એ રીતે તૈયાર કરવામાં આવી છેકે તે કોઇપણ પરિસ્થિતિમાં યાત્રીઓની સુરક્ષા કરી શકે છે. આ કારની કિંમત મિલિયન ડોલર્સની આસપાસ છે.

1. મર્સીડિઝ એસ600 પુલમન સ્ટેટ લિમોઝીન

1. મર્સીડિઝ એસ600 પુલમન સ્ટેટ લિમોઝીન

આ યાદીમાં પહેલા નંબર પર આવે છે મર્સીડિઝ એસ600 પુલમન સ્ટેટ લિમોઝીન. આ કારનો દેખાવ મોટો છે, પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે આ કાર આર્મર પ્લેટેડ છે. વિશ્વની અનેક જાણીતી સેલિબ્રિટીઝ અને રાજકારણીઓ આ કારનો ઉપયોગ કરે છે. આ કારની કિંમત 1.4 મિલિયન ડોલર છે.

English summary
Supercars are fast and powerful. Many of these cars will achieve 300 km/h-plus and are fun for those who are able to afford them. A few such cars are really expensive, costing more than a million dollars, but in the end they are designed for speed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more