એફોર્ડેબલ વૈભવી સેડાન કાર્સ, કિંમત 10 લાખની અંદર

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં એફોર્ડેબલ કાર ઘણી જ ધૂમ મચાવી રહી છે. એક ખાસ વર્ગ પોસાય તેવી કિંમતમાં વૈભવી સુવિધા આપતી કાર તરફ વધુ આકર્ષિત થાય છે અને તેના કારણે વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા આ સેગ્મેન્ટમાં પોતાની અનેક કાર લોન્ચ કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને મર્સીડિઝ, ઑડી અને બીએમડબલ્યુએ પણ ઓછી કિંમતની વૈભવી કાર ભારતમાં લોન્ચ કરવાની ફરજ પડી છે.

વર્ષ 2013ની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકી, શેવરોલે, મહિન્દ્રા, ટોયોટા અને હોન્ડાની કાર્સે આ સેગ્મેન્ટમાં ધૂમ મચાવી છે. અહીં એવી જ કેટલીક એફોર્ડેબલ કાર્સની યાદી નીચે આપવામાં આવી છે, જેની કિંમત 10 લાખ રૂપિયા સુધીની છે. જોકે, કિંમત અહીં દર્શાવી તેના કરતા ઓછી અથવા થોડીક વધારે હોઇ શકે છે. તો ચાલો તસવીરો થકી આ કાર્સની યાદી પર એક નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- રક્ષા બંધન સ્પેશિયલઃ બહેનોને ગિફ્ટ કરવા જેવી કાર્સ
આ પણ વાંચોઃ- સ્કૂટર કમ્પેરિઝનઃ લેટ્સ, વીગો અને રે, કોણ શ્રેષ્ઠ
આ પણ વાંચોઃ- મારુતિ સુઝુકીની ચાર લોકપ્રીય કાર, કિંમત 5 લાખની અંદર

હોન્ડા સિટી

હોન્ડા સિટી

કિંમતઃ- 7.29થી 10 લાખ રૂપિયા
હોન્ડા સિટી ભારતની સૌથી લોકપ્રીય વૈભવી સેડાન કાર છે, આ કાર અનેક લોકોના સ્વપ્નની કાર છે અને ફેવરિટી શહેર કાર પણ છે. તાજેતરમાં હોન્ડાએ ન્યુ સિટી લોન્ચ કરી છે, જેમાં અનેક વેરિએન્ટ્સ અને ઘણા જ ફીચર્સ આપવામાં આવ્યા છે.

મારુતિ સુઝુકી એસએક્સ 4

મારુતિ સુઝુકી એસએક્સ 4

કિંમતઃ- 7.38થી 9.79 લાખ રૂપિયા
મારુતિ સુઝુકીએ તાજેતરમાં જ ઓલ ન્યૂ બ્રાન્ડેડ મારુતિ એસએક્સ4 લોન્ચ કરી છે જે ભારતમાં ખરીદી શકાય તેવી પરફોર્મન્સ અને સ્ટાઇલનું પરફેક્ટ કોમ્બિનેશન ધરાવતી બેસ્ટ સેડાન કાર છે.

હુન્ડાઇ વેર્ના

હુન્ડાઇ વેર્ના

કિંમતઃ- 7.29થી 10 લાખ રૂપિયા
હુન્ડાઇ દ્વારા બહાર પાડવામાં આવતી કાર્સમાં વેર્ના સૌથી બેસ્ટ સેડાન કાર છે અને તે સૌથી વધુ લોકપ્રીય વૈભવી કાર હોન્ડા સિટીને સારી એવી ટક્કર આપી રહી છે. હુન્ડાઇ વેર્નાનું લેટેસ્ટ વેરિએન્ટ ફ્લ્યુડિક છે.

ટોયોટા ઇટિયોસ

ટોયોટા ઇટિયોસ

કિંમતઃ- 5.45થી 8.15 લાખ રૂપિયા
નવી ટોયોટા ઇટિયોસને ટોયોટા દ્વારા લોન્ચ કરવામાં આવેલી શાનદાર સ્ટનિંગ લૂક ધરાવતી સેડાન કાર માનવામાં આવે છે. એવું પણ કહેવાય છેકે જ્યારે તમે આ કાર તરફ જુઓ ત્યારે તેની ડિઝાઇન તમારી ધડકનોને ચોરી લે છે.

રેનો સ્કાલા

રેનો સ્કાલા

કિંમતઃ- 7.19થી 9.99 લાખ રૂપિયા
રેનો પાંચ પ્રોડક્ટ સાથે ભારતમાં સૌથી ઝડપથી વિકસી રહેલી વૈભવી કાર બ્રાન્ડ છે અને સ્કાલા તેમાની એક છે. તે મોંઘી છે પરંતુ આંખોને ગમી જાય તેવો લુક અને બોડી તેને બેસ્ટ વૈભવી સેડાન કાર બનાવે છે.

ટાટા ઇન્ડિગો સીએસ

ટાટા ઇન્ડિગો સીએસ

કિંમતઃ- 5.28 થી 6.51 લાખ રૂપિયા
ટાટાની નવી ઇન્ડિગો સીએસમા કંપનીએ ડ્યુ ફ્લોએટ સસ્પેન્શન, સેફટી ફીચર્સ, ન્યૂ લુક કેબિન અને ડ્યુઅલ ટોન ઇન્ટિરીયર્સ આપ્યું છે.

સ્કોડા રેપિડ

સ્કોડા રેપિડ

કિંમતઃ- 7.11થી 9.25 લાખ રૂપિયા
સ્કોડા રેપિડએ પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. તેમાં નેવિગેશન સિસ્ટમ, એબીએસ અને સનરૂફ આપવામાં આવ્યું છે.

શેવરોલે સેઇલ

શેવરોલે સેઇલ

કિંમતઃ- 4.99થી 7.53 લાખ રૂપિયા
ઓલ ન્યૂ સ્ટાઇલિશ શેવરોલે સેઇલ સેડાન કાર ભારતની મોસ્ટ લક્ઝરી કાર બ્રાન્ડમાની એક છે. તેની ડિઝાઇન તમારી જીવનશૈલીને નવી કક્ષાએ લઇ જાય છે.

ફિયાટ લિનેઆ

ફિયાટ લિનેઆ

કિંમતઃ-7.12 થી 9.55 લાખ રૂપિયા
બ્રાન્ડ ન્યૂ ફિયાટ લિનેઆએ ડાયનેમિક સ્ટાઇલિંગ કાર્સમાની એક છે, જેમાં આપવામાં આવેલી બેસ્ટ ટેક્નોલોજી અને ક્વાલિટી તેને બેસ્ટ સેડાન ક્લાસ કાર બનાવે છે.

ફોક્સવેગન વેન્ટો

ફોક્સવેગન વેન્ટો

કિંમતઃ- 6.95થી 10 લાખ રૂપિયા
ભારતીય માર્કેટમાં પોસાય તેવી કિંમતમાં ખરીદી શકાય તેવી ફેમેલી સેડાન કારમાં ન્યૂ ફોક્સવેગન વેન્ટોએ સારી પસંદગી સાબિત થઇ શકે છે. જે હુન્ડાઇ વેર્ના, મારુતિ એસએક્સ4 અને ટોયોટા ઇટિયોસને ટક્કર આપી રહી છે.

મહિન્દ્રા વેરિટો

મહિન્દ્રા વેરિટો

કિંમતઃ- 5.27 થી 7.76 લાખ રૂપિયા
મહિન્દ્રા વેરિટોએ ભારતમાં લોન્ચ કરવામાં આવેલી એક શ્રેષ્ઠ એન્ટ્રી લેવલની વૈભવી સેડાન કાર છે. આ કાર થકી મહિન્દ્રા મારુતિ ડિઝાયર, સ્વિફ્ટ, હોન્ડા અમેઝ જેવી કારને ટક્કર આપી રહી છે.

ફોર્ડ ફિએસ્ટા ક્લાસિક

ફોર્ડ ફિએસ્ટા ક્લાસિક

કિંમતઃ- 5.63થી 7.95 લાખ રૂપિયા
સ્ટાઇલિશ કલર અને નવા ઇન્ટિરીયર સાથે ફોર્ડ દ્વારા મિડ સાઇઝ સેડાન કાર સેગ્મેન્ટમાં ફોર્ડ ફિએસ્ટા ક્લાસિકને લોન્ચ કરવામાં આવી છે.

નિસાન સન્ની

નિસાન સન્ની

કિંમતઃ- 6.07થી 9.68 લાખ રૂપિયા
નિસાન સન્ની સેડાનએ જાપાનીઝ કાર જાયન્ટ નિસાન દ્વારા બનાવવામાં આવેલી એક કોમ્પેક્ટ કાર છે. આ કાર ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી રહી છે અને રસ્તા પર તેની હાજરી ઉડીને આંખે વળગે તેવી છે.

ટાટા અમેઝ

ટાટા અમેઝ

કિંમતઃ- 5.90 થી 8.14 લાખ રૂપિયા
બ્રાન્ડ ન્યૂ ટાટા અમેઝએ મોર્ડન વૈભવી કાર છે, જે પર્ફેક્ટ બોડી, સ્ટાઇલિશ ડિઝાઇન ધરાવે છે, ઉપરાંત ઓછી કિંમતમાં વધારે પરફોર્મન્સ આપે છે.

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર

કિંમતઃ- 4.92 થી 7.50 લાખ રૂપિયા
નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયરમાં ઘણા બધા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેમાં સેફ્ટી, કમ્ફર્ટ અને કન્વેન્શન, જે કારમાં તમને વધુ આનંદાયક ડ્રાઇવિંગનો અનુભવ કરાવે છે.

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 4.99થી 7.66 લાખ રૂપિયા
ભારતની લોકપ્રીય કાર નિર્માતા કંપનીઓમાની એક હોન્ડાની આ બહુપ્રતિક્ષિત કાર છે. હોન્ડાએ પોતાની આ કોમ્પેક્ટ સેડાન કારને ઘણી જ ઓછી કિંમતમાં લોન્ચ કરી છે.

મિત્સુબિશી સેડિયા

મિત્સુબિશી સેડિયા

કિંમતઃ- 8.24થી 8.9 લાખ રૂપિયા
સેડિયાએ મિત્સુબિશીની ઘણી જ લોકપ્રીય સેડાન કાર છે. તેમજ તે વિશ્વની મોસ્ટ ફેમસ કાર લેન્સરની રીબૂટ તરીકે પણ જાણીતી છે.

શેવરોલે ઓપ્ટ્રા

શેવરોલે ઓપ્ટ્રા

કિંમતઃ- 7.75થી 10 લાખ રૂપિયા
શેવરોલેની નવી ઓપ્ટ્રા મેગ્નમએ ભારતની લેટેસ્ટ કાર્સ અને લો રેન્જ ન્યૂ વૈભવી કારમાની એક કાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X