For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રક્ષા બંધન સ્પેશિયલઃ બહેનોને ગિફ્ટ કરવા જેવી કાર્સ

By Super
|
Google Oneindia Gujarati News

આવતી કાલે એટલે કે 10 ઑગસ્ટના રોજ ભારત ભરમાં અને વિદેશાં વસતા ભારતીયો દ્વારા ભાઇ બહેનના પવિત્ર પર્વ રક્ષા બંધનને હર્ષોલ્લાસભેર મનાવવામાં આવશે. બહેન ભાઇની કલાઇ પર રાખડી બાંધી પોતાની રક્ષાનું વચન લેશે તો બીજી તરફ ભાઇ પણ તેને યથાયોગ્ય ભેટ આપીને પોતાના વચનને પાળવાનાં બંધનમાં બંધાશે.

રક્ષા બંધનને ધ્યાનમાં રાખીને આજે અમે અહી અમારા ઓટો વિભાગમાં ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરની કેટલીક એવી જ શ્રેષ્ઠ ખાસ કરીને મહિલાઓ માટે ઉત્કૃષ્ઠ કહેવાય તેવી કેટલીક કાર્સ લઇને આવ્યા છીએ. જે તમે તમારા બજેટ અનુસાર તમારી લાડકવાયી બહેનને ભેટ સ્વરૂપે આપી શકો છો. મહિલાઓ માટેની કાર માટે જરૂરી એવા ખાસ બાબતો અંગે વાત કરીએ તો તેમાં ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ, પાવર વિન્ડો, કિલેસ સેન્ટ્રલ લોક, રિવર્સ પાર્કિંગ સેન્સર, રિયર વ્યૂ કેમેરા, શોર્ટ ટર્નિંગ રેડિયસ, શોર્ટ ગીયરબોક્સ સરળતાથી ડ્રાઇવ કરવા માટે વિગેરે... જેવી અનેક બાબતો ખાસ ધ્યાન રાખતી હોય છે, તો ચાલો તસવીરો થકી આ કાર્સ અંગે જાણીએ. અહીં હેચબેક, સેડાન અને એસયુવી કાર્સ અંગે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ-ઑડી એ3 આપી શકશે બેન્ઝ એ ક્લાસ કે BMW 1 સીરીઝને ટક્કર?
આ પણ વાંચોઃ-યુવતીઓ માટે સ્કૂટરની ખરીદી, જાણો આ નવ ખાસ વાતો
આ પણ વાંચોઃ-ભારતમાં આવશે હુન્ડાઇ ઇલાઇટ આઇ20, જાણો પાંચ ખાસ વાતો

મારુતિ સેલેરિયો

મારુતિ સેલેરિયો

કિંમતઃ- 3.76 - 4.79 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન, ક્લચલેસ ટેક્નોલોજી, ચલાવવામાં સરળતા.
એન્જીનઃ-998 સીસી, 4 સિલિન્ડર, ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 67 બીએચપી અને 3500 આરપીએમ પર 90 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

હોન્ડા બ્રાયો

હોન્ડા બ્રાયો

કિંમતઃ- 4 - 6 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- પાવર સ્ટીયરિંગ હાઇટ એડ્જેસ્ટેબલ ડ્રાઇવર સીટ, સૌથી વધુ અસરકારક એન્જીન, શ્રેષ્ઠ બોડી હેન્ડિંગ.
એન્જીનઃ-1198 સીસી, 4 સિલિન્ડર, ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 87 બીએચપી અને 4500 આરપીએમ પર 109 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

કિંમતઃ- 4.99 - 7.99 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- સારુ ઇન્ટિરીયર, અસરકારક એન્જીન, ચલાવવામાં સરળતા, સોલિડ બોડી બિલ્ટ.
એન્જીનઃ- 1.2 લિટર, 4 સિલિન્ડર, એમપીઆઇ પેટ્રોલ એન્જીન, 5400 આરપીએમ પર 74 બીએચપી અને 3750 આરપીએમ પર 110 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ટાટા નેનો ટ્વિસ્ટ

ટાટા નેનો ટ્વિસ્ટ

કિંમતઃ- 2.32 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- શહેરી ઉપયોગ માટે શ્રેષ્ઠ કાર. સ્મોલેસ્ટ ટર્નિંગ રેડિયસ, પાર્કિંગમાં સરળતા, પાવર સ્ટીયરિંગ.
એન્જીનઃ-624 સીસી, 2 સિલિન્ડર, એમપીએફઆઇ પેટ્રોલ એન્જીન, 5500 આરપીએમ પર 37 બીએચપી અને 4000 આરપીએમ પર 51 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ
ફીચરઃ- ઇન ડેશ મ્યુઝિક સિસ્ટમ, સીડી પ્લેયર, એમપી 3 પ્લેબેક, યુએસબી કોમ્પેટિબિલિટી, બ્લૂટૂ કોમ્પેટિબિલિટી.

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર

મારુતિ સ્વિફ્ટ ડિઝાયર

કિંમતઃ- 4.85 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- સારુ ઇન્ટિરીયર, સારી એવરેજ, હેન્ડલિંગમાં શ્રેષ્ઠ.
એન્જીનઃ-1197 સીસી, 4 સિલિન્ડર, કે સીરીઝ વીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 85 બીએચપી અને 4000 આરપીએમ પર 114 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

હોન્ડા સિટી

હોન્ડા સિટી

કિંમતઃ- 7.20 - 11.06 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- અસરકાર પેટ્રોલ એન્જીન, સારું ઇન્ટિરીયર.
એન્જીનઃ-1497 સીસી, 4 સિલિન્ડર, એસઓએચસી ઇનલાઇન પેટ્રોલ એન્જીન, 6600 આરપીએમ પર 117 બીએચપી અને 4600 આરપીએમ પર 145 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

સ્કોડા ઓક્ટિવા

સ્કોડા ઓક્ટિવા

કિંમતઃ- 14.33 - 19.83 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- જો તમે વૈભવી કાર ખરીદવા માગતા હોવ અને બીએમડબલ્યુ, ઑડી, બેન્ઝ સિવાય અન્ય કોઇ બ્રાન્ડ અંગે વિચારતા હોવ તો સ્કોડા ઓક્ટિવા તમારી ઇચ્છા પર ખરી ઉતરશે. તેમાં ક્લાસી અને રીચ ફીચર આપવામાં આવી છે.
એન્જીનઃ-1395 સીસી, 4 સિલિન્ડર, ડીઓએચસી ઇનલાઇન, ટર્બોચાર્જ્ડ એન્જીન, 4500 આરપીએમ પર 138 બીએચપી અને 1500 આરપીએમ પર 250 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

કિંમતઃ- 6.30 - 9.70 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- માચો એસયુવી, ડ્રાઇવ કરવામાં સરળ, શ્રેષ્ઠ સિટી કાર, મહિલા માટે સારી એસયુવી.
એન્જીનઃ-1499 સીસી, 1.5 લિટર, 4 સિલિન્ડર, ઇનલાઇન, ટીઆઇ-વીસીટી પેટ્રોલ એન્જીન, 6300 આરપીએમ પર 109 બીએચપી અને 4400 આરપીએમ પર 140 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

રેનો ડસ્ટર

રેનો ડસ્ટર

કિંમતઃ- 7.86 - 11.91 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- શહેર માટે સારી એસયુવી. સેડાન કારની જેમ હેન્ડલ કરી શકો.
એન્જીનઃ-1598 સીસી, 1.6 લિટર, 4 સિલિન્ડર, ડીઓએચસી, કે4એમ પેટ્રોલ એન્જીન, 5850 આરપીએમ પર 102 બીએચપી અને 3750 આરપીએમ પર 145 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

ઑડી ક્યૂ3

ઑડી ક્યૂ3

કિંમતઃ- 25.35 - 31.51 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- ક્લાસ ટ્કેનોલોજીવાળી એસયુવી, ક્લાસ ઇન્ટિરીયર્સ, શ્રેષ્ઠ ડ્રાઇવિંગ અનુભવ.
એન્જીનઃ- 1968 સીસી, 4 સિલિન્ડર, ડીઓએચસી, ઇનલાઇન ડીઝલ એન્જીન, 5850 આરપીએમ પર 102 બીએચપી અને 3750 આરપીએમ પર 145 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

મિત્સુબિશી પજેરો સ્પોર્ટ

મિત્સુબિશી પજેરો સ્પોર્ટ

કિંમતઃ- 23.50 લાખ રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી)
ખાસિયતઃ- શોર્ટેસ્ટ ટર્નિંગ રેડિયસ, પાવર, ફીલ અને ડ્રાઇવના મામલે સારી.
એન્જીનઃ- 2477 સીસી, 4 સિલિન્ડર, ડીઓએચસી, ઇનલાઇન ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 178 બીએચપી અને 2500 આરપીએમ પર 400 એનએમ.
ટ્રાન્સમિશનઃ- મેન્યુઅલ

English summary
raksha bandhan special: best car for ladies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X