• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્કૂટર કમ્પેરિઝનઃ લેટ્સ, વીગો અને રે, કોણ શ્રેષ્ઠ

By Super
|

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બાઇકની જેમ સ્કૂટર્સ પણ ધૂમ મચાવી રહ્યાં છે. શહેરમાં બાઇકની સરખામણીએ સ્કૂટર્સને યુવાનો વધારે પસંદ કરી રહ્યાં છે કારણ કે ટ્રાફિક ભર્યા વિસ્તારમાં સ્કૂટર ચલાવવુ સરળ રહે છે, ઉપરાંત મહિલાઓમાં સ્કૂટર્સની બોલબાલા વધારે છે. તેથી વિવિધ સ્કૂટર નિર્માતા કંપનીઓ દ્વારા હળવા અને સમાંતર સીસીના સ્કૂટર્સ વધારે બહાર પાડવામાં આવી રહ્યાં છે.

બજારમાં મોટી માત્રામાં સ્કૂટર હોવાના કારણે સ્વાભાવિક છેકે કયુ સ્કૂટર ખરીદવું કયું નહીં તે મુંઝવણ રહે, એ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં સુઝુકી લેટ્સ, ટીવીએસ વીગો અને યામાહા રે અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છે, તો ચાલો તસવીરો થકી તે જાણીએ.

આ પણ વાંચોઃ-ઑડી એ3 આપી શકશે બેન્ઝ એ ક્લાસ કે BMW 1 સીરીઝને ટક્કર?

આ પણ વાંચોઃ-યુવતીઓ માટે સ્કૂટરની ખરીદી, જાણો આ નવ ખાસ વાતો

આ પણ વાંચોઃ-ભારતમાં આવશે હુન્ડાઇ ઇલાઇટ આઇ20, જાણો પાંચ ખાસ વાતો

ડિઝાઇન અને ફીચર્સઃ- સુઝુકી લેટ્સ

ડિઝાઇન અને ફીચર્સઃ- સુઝુકી લેટ્સ

સુઝુકી લેટ્સની ડિઝાઇન અંગે વાત કરીએ તો તે કોમ્પેક્ટ ડિમેન્શન્સ છે, તેમાં ટ્રેડિશનલ સ્કૂટર સ્ટાઇલિંગ સાથે હેન્ડલબાર માઉન્ટેડ હેડલેમ્પ અને અન્ય વિશેષતાઓ છે. તેની એજી લાઇન્સ એન્ડિંગ તેને સ્પોર્ટિનેસ લૂક આપે છે. ટર્ન ઇન્ડિકેટર, કલર ઓપ્શન, અનલોગ સ્પીડોમીટર, ફ્યુઅલ ગેજ, ઓડોમીટર. અન્ડર સીટ સ્ટોરેજ 18 લીર છે. જે આ ત્રણેય સ્કૂટરમાં સૌથી વધારે છે. આ સ્કૂટરમાં મોબાઇલ ચાર્જર પોઇન્ટ પણ આપવામાં આવ્યો છે.

ડિઝાઇન અને ફીચર્સઃ- ટીવીએસ વીગો

ડિઝાઇન અને ફીચર્સઃ- ટીવીએસ વીગો

ટીવીએસ વીગો હંમેશા નાઇસ લુકિંગ સ્કૂટર છે અને તેમાં નવા ઉમેરાના ભાગરૂપે બ્લેક એલોય વ્હીલ અને ટેલીસ્કોપ ફોર્ક્સ, ડ્યુઅલ ટોન બોડી કલરને ઉમેરો કરવામાં આવ્યો છે. વીગો વિઝ્યુઅલ અપીલ આપે છે. અન્ય વધુ ઉમેરાની વાત કરીએ તો તેમાં ડીજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સલ છે, જે લેટ્સ અને રેથી અલગ છે. આ ઉપરાંત સ્પીડોમીટર, ઓડોમીટર, ફ્યુઅલ ગેજ, સર્વિસ રિમાઇન્ડર, બેટરી ઇન્ડિકેટર, પાવર અને ઇકોનોમી મોડ ઇન્ડિકેટર, અન્ડર સીટ 16 લિટર સ્ટોરેજ અને મોબાઇલ ચાર્જર તથા ફ્યુઅલ લિડ પણ જોવા મળે છે.

ડિઝાઇન અને ફીચર્સઃ- યામાહા રે

ડિઝાઇન અને ફીચર્સઃ- યામાહા રે

શાર્પ અને સારી કોતરણી કરેલી લાઇન્સ યામાહા રેને વધારે સુંદર સ્કૂટર બનાવે છે અને ઉક્ત બન્ને સ્કૂટરથી અલગ પાડે છે. તેમજ તેમાં વી શેપ્ડ હેડલેમ્પ છે. લેગ શિલ્ડ, શાર્પ ટેઇલ સેક્શન એઇડ તેની સાઇઝમાં સારી રીતે સેટ કરેલા છે. તેની સીટ સ્ટોરેજ કેપેસિટી 15.5 લિટર છે. જોકે તેમાં ટ્યુબલેસ ટાયર નથી તે એક ઉણપ છે.

એન્જીન અને પરફોર્મન્સઃ- સુઝુકી લેટ્સ

એન્જીન અને પરફોર્મન્સઃ- સુઝુકી લેટ્સ

સુઝુકી લેટ્સના એન્જીન અંગે વાત કરવામાં આવે તો તેમા 113 સીસીનું એન્જીન, એર કૂલ્ડ મોટર અને સીવીટી ટ્રાન્સમિશન છે. જે 7500 આરપીએમે 8.7 પીએસ અને 6500 આરપીએમે 9 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે. તેનું વજન 98 કેજી છે.

એન્જીન અને પરફોર્મન્સઃ- ટીવીએસ વીગો

એન્જીન અને પરફોર્મન્સઃ- ટીવીએસ વીગો

ટીવીએસ વીગોમાં 110 સીસીનું એન્જીન અને એર કૂલ્ડ મોટર છે, જે 7500 આરપીએમ પર 8.1 પીએસ અને 5500 આરપીએમ પર 8 એનનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે. વીગો ચલાવવામાં સરળ રહે છે અને તેની ફ્યુઅલ એફિસિઅન્સી પણ સારી છે.

એન્જીન અને પરફોર્મન્સઃ- યામાહા રે

એન્જીન અને પરફોર્મન્સઃ- યામાહા રે

યામાહા રેમાં 113 સીસીનું એન્જીન છે, જે 7500 આરપીએમે 7.1 પીએસ અને 5500 આરપીએમે 8.1 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે. આ સ્કૂટર ઓન રોડ ટીવીએસના સ્કૂટર કરતા સારું છે પરંતુ સુઝુકીને માત આપી શકે તેવું નથી. રેમાં સ્મૂથ એન્જીન છે અને સાથે જ સીવીટી ટ્રાન્સમિશન પણ છે.

રાઇડ અને હેન્ડલિંગઃ- સુઝુકી લેટ્સ

રાઇડ અને હેન્ડલિંગઃ- સુઝુકી લેટ્સ

સુઝુકી લેટ્સ બહુ ફુલ સાઇઝમાં નહીં હોવાથી ચલાવવા સારું રહે છે. તેથી ટ્રાફિકમાં આ સ્કૂટર સરળ રહે છે. સીટિંગ વ્યવસ્થા સારી હોવાથી રાઇડરને ચલાવવા દરમિયાન આરામદાયકતાનો અનુભવ થાય છે. તેમ છતાં શહેરના વાતાવરણ અનુસાર તે નથી.

રાઇડ અને હેન્ડલિંગઃ- ટીવીએસ વીગો

રાઇડ અને હેન્ડલિંગઃ- ટીવીએસ વીગો

રાઇડ અને હેન્ડલિંગના મામલે આ એટલું અસરકારક નથી. તેની સીટ ઘણી જ સપોર્ટિવ છે. તેમ છતાં સુઝુકી જેટલું શાર્પ નથી.

રાઇડ અને હેન્ડલિંગઃ- યામાહા રે

રાઇડ અને હેન્ડલિંગઃ- યામાહા રે

યામાહા રેની વાત કરવામાં આવે તો તેની સીટ ઘણી કમ્ફર્ટેબલ છે અને રાઇડિંગ દરમિયાન આરામદાયક છે. ટ્રાફિકમાં ધમી ગતિએ પણ તેને ચલાવવામાં સરળતા રહે છે, ઉપરાંત ઉબડ ખાબડ રસ્તામાં પણ તેને સહેલાયથી હેન્ડલ કરી શકાય છે.

કિંમત અને એવરેજઃ- સુઝુકી લેટ્સ

કિંમત અને એવરેજઃ- સુઝુકી લેટ્સ

એવરેજની વાત કરવામાં આવે તો ત્રણેય સ્કૂટરમાં સુઝુકી લેટ્સની એવરેજ વધારે છે. સુઝુકી લેટ્સ 63 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે. તેની કિંમતની વાત કરવામા આવે તો કિંમતના મામલે સુઝુકી લેટ્સ અન્ય બે બાઇક કરતા સસ્તું છે. લેટ્સની કિંમત 43,430(એક્સ શોરૂમ દિલ્હી) છે.

કિંમત અને એવરેજઃ- ટીવીએસ વીગો

કિંમત અને એવરેજઃ- ટીવીએસ વીગો

ટીવીએસ વીગોની એવરેજ અંગે વાત કરવામા આવે તો વીગોની એવરેજ 62 કિ.મી પ્રતિ લીટર છે અને તે કિંમતમાં લેટ્સ કરતા એક હજાર રૂપિયા જેટલું મોંઘુ છે.

કિંમત અને એવરેજઃ- યામાહા રે

કિંમત અને એવરેજઃ- યામાહા રે

યામાહા રેની એવરેજ 53 કિ.મી પ્રતિ લિટર છે અને તેની કિંમત લેટ્સ કરતા બે હજાર રૂપિયા વધારે છે.

English summary
Suzuki Let's vs TVS Wego vs Yamaha Ray: Scooter Comparison
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more