For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોણ છે દમદારઃ પુન્ટો, પોલો, સ્વિફ્ટ કે માઇક્રા

|
Google Oneindia Gujarati News

ઇટાલિયન કાર નિર્માતા ફિયાટે પુન્ટો હેચબેક મોડલને એક નવા રૂપ સાથે ભારતીય બજારમાં ઉતારી છે. ફિયાટે પોતાના આ નવા રૂપને પુન્ટો ઇવો નામ આપ્યું છે. તેને પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ફિયાટે ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં આ કારને ઉતારીને નિસાન, મારુતિ સુઝુકી, ફોક્સવેગનની આ સેગ્મેન્ટની હેચબેક કારને જોરદાર ટક્કર આપવાની તૈયારીઓ કરી લીધી છે.

હેચબેક સેગ્મેન્ટમાં ફિયાટે લોન્ચ કરેલી પુન્ટો ઇવોની ફોક્સવેગનની પોલો, મારુતિની સ્વિફ્ટ અને નિસાન માઇક્રા સાથે સરખામણીએ કરવામાં આવી છે અને ત્રણેય કારની ખાસ વાતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં કિંમત, એવરેજ, ઇન્ટિરિયર, એન્જીન, રાઇડ, હેન્ડલિંગ સહિતની બાબતો અંગે જણાવાયું છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

એન્જીન અને પરફોર્મન્સઃ- પુન્ટો ઇવો-પોલો

એન્જીન અને પરફોર્મન્સઃ- પુન્ટો ઇવો-પોલો

પુન્ટો ઇવોના એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં 1.3 લિટર એન્જીન છે જે 93 પીએસ પ્રોડ્યુસ કરે છે, જે ઘણું જ પાવરફૂલ લાગે છે, પરંતુ તે પોલો અને સ્વિફ્ટ કરતા સ્લો છે અને માઇક્રાની સરખામણીએ ડ્રાઇવ મામલે સુસ્ત છે. ફોક્સવેગન ન્યૂ પોલોના એન્જીન અંગે વાત કરવામાં આવે તો તેમાં 1.5 લિટર, ચાર સિલિન્ડર ડીઝલ એન્જીન છે, જે 90 પીએસ પાવર પ્રોડ્યુસ કરે છે અને 230 એનએમનું ટાર્ક પ્રોડ્યુસ કરે છે.

એન્જીન અને પરફોર્મન્સઃ- નિસાન માઇક્રા-સ્વિફ્ટ

એન્જીન અને પરફોર્મન્સઃ- નિસાન માઇક્રા-સ્વિફ્ટ

મારુતિ સ્વિફ્ટના એન્જીનની વાત કરવામાં આવે તો તેમા પણ પોલોની જેમ 1.5 લિટર, ચાર સિલિન્ડર ડીઝલ એન્જીન છે, જોકે પોલોની જેમ ક્લચ અને ગીયર સિફ્ટ કારને સારી બનાવે છે. નિસાન માઇક્રાના એન્જીન અંગે વાત કરવામાં આવે તો આ કારમાં 1.5 લિટર એન્જીન છે, જે 69 પીએસ પ્રોડ્યુસ કરે છે, જોકે ચલાવવામાં તે પુન્ટો ઇવો કરતા સારી છે.

રાઇડિંગ અને ડ્રાઇવિંગઃ- પુન્ટો ઇવો- પોલો

રાઇડિંગ અને ડ્રાઇવિંગઃ- પુન્ટો ઇવો- પોલો

રાઇડિંગ અને ડ્રાઇવિંગની વાત કરીએ તો પુન્ટો એક કમ્ફર્ટેબલ કાર છે, તેને કોઇપણ સ્પીડ પર હેન્ડલ કરી શકાય છે. ખરાબ રસ્તા, બમ્પર્સમાં ટ્રાન્સમિટિંગ કર્યા વગર ધીમી કાર કરતી વખતે મુસાફરોને તેનો અહેસાસ પણ થતો નથી. તેનું સસ્પેન્શન પણ સારું છે અને વાઇબ્રેટ થતું નથી.
રાઇડિંગ અને ડ્રાઇવિંગના મામલે પોલો કાર પુન્ટો ઇવો જેવી જ છે. જોકે પોલોમાં અન્ય ખાસિયતોમાં પાર્કિંગ સેન્સર, હેવીઅર ક્લચ, લાઇટર સ્ટીયરિંગ તેને ડ્રાઇવ મામલે ઘણી સરળ બનાવે છે.

રાઇડિંગ અને ડ્રાઇવિંગઃ- સ્વિફ્ટ- માઇક્રા

રાઇડિંગ અને ડ્રાઇવિંગઃ- સ્વિફ્ટ- માઇક્રા

સ્વિફ્ટની વાત કરવામાં આવે તો ધીમી ગતિએ આ કાર ના તો નિસાન માઇક્રા જેવી સરળ છે અને હાઇ સ્પીડે ના તો તે પોલોને મળતી આવે છે. તેમજ ડ્રાઇવિંગના મામલે પણ તે આ ત્રણેય કારની સરખામણીએ નબળી છે. નિસાન માઇક્રાની વાત કરવામાં આવે તો નિસાન માઇક્રા ડ્રાઇવિંગ મામલે સારી કાર છે, તેમાં ઓલ રાઉન્ડ વિઝેબિલિટી, ક્લચ અને સ્ટીયરિંગમાં લાઇટ ઓપરેશન ધીમી ગતિએ પણ સારી રાઇડનો અનુભવ કરાવે છે.

હેન્ડલિંગ અને બ્રેકિંગઃ- પુન્ટો ઇવો-પોલો

હેન્ડલિંગ અને બ્રેકિંગઃ- પુન્ટો ઇવો-પોલો

ફિયાટ પુન્ટોમાં હેન્ડલિંગની બાબતે ફોક્સવેગનની ન્યૂ પોલોને ઘણી જ મળતી આવે છે. અને બ્રેકિંગમાં પણ પોલોની જેમ પુન્ટો સારી છે. ફોક્સવેગન પોલોની હેન્ડલિંગ અને બ્રેકિંગ અંગે વાત કરવામાં આવે તો તે એક એન્જોયેબલ કાર છે અને ક્વિક ડિરેક્શન ચેન્જમાં સરળતાથી હેન્ડલ કરી શકાય છે. બ્રેકિંગમાં પણ પોલોનું કામ શ્રેષ્ઠ છે.

હેન્ડલિંગ અને બ્રેકિંગઃ- સ્વિફ્ટ-માઇક્રા

હેન્ડલિંગ અને બ્રેકિંગઃ- સ્વિફ્ટ-માઇક્રા

ડ્રાઇવ કરતી વખતે સ્વિફ્ટને ચલાવવામાં પણ મજા આવે છે, ડિરેક્શન ચેન્જ અને સ્પીડના મામલે પણ સારી છે, પરંતુ પોલો અને પુન્ટો ચલાવ્યા બાદ આ કાર થોડીક નર્વસ કરે છે, ખાસ કરીને કોર્નર પર. હેન્ડલિંગ અને બ્રેકિંગના મામલે ઉક્ત ત્રણેય કારની સરખામણીએ આ કાર થોડીક નબળી છે. આ કારને ઉત્સાહી અને ઉમંગી થઇને ન ચલાવવી જોઇએ.

ડિઝાઇન અને સ્ટાઇલિંગઃ- પુન્ટો ઇવો- પોલો

ડિઝાઇન અને સ્ટાઇલિંગઃ- પુન્ટો ઇવો- પોલો

ડિઝાઇનના મામલે પુન્ટો ઇવો સારો દેખાવ ધરાવે છે. તેમાં ક્રોમ હેડલાઇટ સહિત ઘણું બધુ છે જે આ કારને અન્ય કરતા અલગ પાડે છે. આ કારને એલોય વ્હીલ, હેડલેમ્પ, ફ્રન્ટ ગ્રીલ, બમ્પર્સ, ટેલ લેમ્પ વગેરે ઘણી સુંદર કાર બનાવે છે. પોલો પણ ઘણી જ સારી દેખાય છે અને તેમાં તાજેતરમાં જ બેઝેલ ડિઝાઇનનો ઉમેરો કરવામાં આવ્યો છે. હેડલેમ્પ, નવા બમ્પર અને વધુ ક્રોમ કારને ખાસ બનાવે છે.

ડિઝાઇન અને સ્ટાઇલિંગઃ- મારુતિ સ્વિફ્ટ- માઇક્રા

ડિઝાઇન અને સ્ટાઇલિંગઃ- મારુતિ સ્વિફ્ટ- માઇક્રા

ડિઝાઇનના મામલે આ કાર અન્ય ત્રણ કરતા પાછળ રહી જાય છે અને તેની ડિઝાઇન આપણને થોડીક આઉટડેટેડ પણ લાગે છે. ડિઝાઇનના મામલે નિસાન એટલી ક્યૂટ કાર નથી, પરંતુ તેમાં પણ વધુ ક્રોમ છે અને ઓવરઓલ તેનો દેખાવ નિહાળવાલાયક છે. જોકે તે દેખાવના મામલે પોલો અને પુન્ટો ઇવો જેવી દમદાર નથી.

કિંમત અને એવરેજઃ- પુન્ટો ઇવો- પોલો

કિંમત અને એવરેજઃ- પુન્ટો ઇવો- પોલો

ફિયાટ પુન્ટો ઇવોની કિંમત 8.6 લાખ રૂપિયા છે. તેની એવરેજ 20.5 કિ.મી પ્રતિ લિટર છે. ફોક્સવેગન ન્યૂ પોલોની કિંમત 8.8 લાખ રૂપિયા છે. કારની એવરેજ અંગે વાત કરીએ તો ફોક્સવેગન ન્યૂ પોલોની એવરેજ 20.1 કિ.મી પ્રતિ લિટર છે.

કિંમત અને એવરેજઃ- સ્વિફ્ટ- માઇક્રા

કિંમત અને એવરેજઃ- સ્વિફ્ટ- માઇક્રા

મારુતિ સુઝુકી સ્વિફ્ટ આ સેગ્મેન્ટની ઘણી જ એફોર્ડેબલ કાર છે. તેની કિંમત 8.2 લાખ રૂપિયા છે. એવરેજની વાત કરવામાં આવે તો સ્વિફ્ટની એવરેજ 22.9 કિ.મી પ્રતિ લિટર છે. નિસાન માઇક્રાની કિંમત અંગે વાત કરવામાં આવે તો તેની કિંમત 8.8 લાખ રૂપિયા છે. એવરેજ અંગે વાત કરીએ તો નિસાન માઇક્રા એવરેજના મામલે ઘણી સારી કાર છે. આ કાર 23 કિ.મી પ્રતિ લિટરની એવરેજ આપે છે.

English summary
Car comparison Fiat Punto Evo vs Volkswagen New Polo vs Maruti Suzuki Swift vs Nissan Micra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X