• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુરક્ષિત સવારીઃ ભારતની ટોપ 12 સેફેસ્ટ કાર્સ

|

ભારતમાં કાર પ્રેમીઓની વાત કરવામાં આવે તો ભારતીય કારધારકો વૈભવી, દેખાવમાં સારી, એફોર્ડેબલ, ફ્યુઅલ એફિસિએન્સી સહિતની સુવિધાઓ ધરવાતી કાર વધારે પસંદ કરે છે અને તેને જોઇને ઓટોમોબાઇલ સેક્ટરની માંધાતા કંપનીઓ પણ એ જ પ્રકારની કાર લોન્ચ કરે છે. જોકે આ બધાની સાથે સૌથી મહત્વની કોઇ બાબત અથવા તો ફીચર કે જે દરેક ભારતીય કાર પ્રેમી પોતાની કારમાં ઇચ્છે છે, અને એ છે કારમાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી છે.

ભારતના અનેક વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ દયનિય છે અથવા તો અનેક રસ્તા એવા છે, જે અકસ્માત ઝોન તરીકે જાણીતા છે, તેથી સુરક્ષાને વધારે મહત્વ આપવામાં આવે છે. કાર નિર્માતા કંપનીઓ પણ પોતાની કાર્સમાં આ પ્રકારની સુવિધાને પ્રાથમિકતા આપી રહ્યાં છે. ત્યારે આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ લઇને આવ્યા છીએ જે ભારતની ટોપ સેફટી કાર્સ કહેવાય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ યાદીમાં કઇ કંપનીની કઇ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ- ટોપ 10: આ છે વિશ્વની સૌથી મોટી કાર બ્રાન્ડ

આ પણ વાંચોઃ- મોબિલિયો, એર્ટિગા, ઇનોવા કે એવાલિયા, જાણો કોણ છે દમદાર

ફોર્ડ ફિએસ્ટા

ફોર્ડ ફિએસ્ટા

કંપની દ્વારા પોતાની આ હેચબેક કારના 350 કરતા વધુ ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જે બધા જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા અને કારના મોટાભાગના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. કારમાં ડ્યુઅલ એરબેગ્સ, અન્ટી લોક બ્રેક્સ, ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન(ઇબીડી) આપવામાં આવી છે. જે અકસ્માત દરમિયાન કારમાં બેસેલા લોકોને સુરક્ષિત રાખી શકે છે.

હોન્ડા એકર્ડ

હોન્ડા એકર્ડ

સુરક્ષાની વાત આવે ત્યારે મોટાભાગની કાર્સમાં એરબેગ્સ એક સામાન્ય ફીચર હોય છે. હોન્ડા એકર્ડની વાત કરવામાં આવે તો તેમાં છ એરબેગ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે યાત્રીઓને સારી સુરક્ષા પૂરી પાડવા સક્ષમ છે. આ ઉપરાંત હોન્ડામાં ઇબીડી, એબીએસ, જી-કોન જેવી ટેક્નોલોજીનો પર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ કારની સ્પેશિયલ ડિઝાઇન્ડ ફ્રન્ટલ બોડી ડ્રાઇવર અને યાત્રીને વધુ સુરક્ષિત રાખે છે.

સ્કોડા ફેબિઆ

સ્કોડા ફેબિઆ

ડ્યુઅલ(ફ્રન્ટ) અને સાઇડ એરબેગ્સ, ઇબીડી, ઇએસઇ, એબીએસ જેવા સેફટી ફીચર્સનો આ કારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ આ કારમાં અન્ય કારની સરખામણીએ વધુ એક ફીચર્સ ઉમેરવામાં આવ્યું છે અને એ છે ઇન્ટેલિજન્ટ સીટ બેલ્ટ, જે ડ્રાઇવર સીટમાં ફીટ કરવામાં આવ્યું છે. આ કારને કંપની દ્વારા બેસ્ટ ડ્રાઇવર ફ્રેન્ડલી કાર માનવામાં આવે છે. એબીએસ ઉપરાંત ફેબિઆમાં એમએસઆર એન્જીન બ્રેક્સ આપવામાં આવી છે, જે ગંભીર સમયે બ્રેક પર નિયંત્રણ મેળવવામાં મદદરૂપ થાય છે.

હોન્ડા સીઆર-વી

હોન્ડા સીઆર-વી

આ યાદીમાં આ હોન્ડાની બીજી કાર છે. હોન્ડા પોતાની કારમાં સુરક્ષાને વધુ મહત્વ આપે છે. હોન્ડાએ પોતાની સીઆરવીમાં જી-કોન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત એબીએસ, ઇબીએસ સહિત કેટલાક સેફટી ફીચરને ઉમેરવામાં આવ્યા છે. જેમાં પ્રોજેક્ટર હેડલાઇટ્સ ફીચર છે,જે ડ્રાઇવરને વધારે વિઝેબિલિટી પૂરી પાડે છે. જેના કારણે રાત્રીના સમયે વાહન ચલાવતી વખતે અકસ્માતના જોખમને ઘટાડી શકાય છે.

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિતારા

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિતારા

મારુતિ સુઝુકી ભારતમાં સૌથી વધું પસંદ કરવામાં આવતી કાર કંપની છે અને તેની વિશ્વસનિયતા પર ભારતીય કારધારકોને પૂરો વિશ્વાસ છે. મારુતિ સુઝુકી પોતાની ટેક્નોલોજી માટે જાણીતી છે, સેફટી ફીચર અંગે વાત કરવામાં આવે તો કંપનીએ પોતાની આ કારમાં મોનોકોક બોડી જે કોઇપ પ્રકારના રસ્તામાં સારી ડ્રાઇવિંગ કંડિશન પૂરી પાડે છે, ઉપરાંત એસએસબીએસ, એબીએસ, ઇબીએસ જેવા સેફટી ફીચર આ કારમા આપવામાં આવ્યા છે, આ સુવિધા અચાનક બ્રેક મારવામાં આવે તો બધા જ વ્હીલને લોક્ડ કરી નાખે છે. તેમજ રીયર ક્રમ્પલ ઝોન, કોલોપ્સિબલ સ્ટીયરિંગ કોલમ અને એક્ટિવ હેડ રિસ્ટ્રેન કારને વધુ સુરક્ષિત બનાવે છે.

નવી હોન્ડા સિટી

નવી હોન્ડા સિટી

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં હોન્ડાની આ કારને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. તેમજ તેનો ટ્રેન્ડી દેખાવ અને સેફટી માટે લેવામાં આવેલા પગલાના કારણે ભારતીય રસ્તાઓમાં આ સૌથી સુરક્ષિત કાર માનવામાં આવે છે. આ કારમાં એબીએસ, ડ્યુઅલ સીઆરએસ એરબેગ, જી ફોર્સ કન્ટ્રોલ ટેક્નોલોજી, પ્રી ટેન્શનર બેલ્ટ અને બ્રેક એસિસ્ટ જેવી સુવિધા આપવામા આવી છે. જેના કારણે કોઇપણ પ્રકારના રસ્તામાં યાત્રીઓ સુરક્ષિત યાત્રા આ કારમાં કરી શકે છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

આ કારનું નામ માત્ર વાંચતા જ સમજી ગયા હશો કે ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી અને પસંદ કરાતી આ કાર છે. આ કાર એફોર્ડેબલ પણ છે અને તેમાં સુરક્ષાનું ખાસ ધ્યાન પણ આપવામાં આવ્યું છે. આ કારમાં એબીએસ, ઇબીએસ, ડ્યુઅલ એરબેગ્સ અને બ્રેક એસિસ્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડની ઇકોસ્પોર્ટ અંગે વાત કરવામા આવે તો કંપનીએ આ કારમાં ઇપીએસ, ટ્રેક્શન કન્ટ્રોલ, એબીએસ, છ એરબેગ્સ જેવી સુવિધા આપવામાં આવી છે, તેમજ આ કારમાં માઇક્રોસોફ્ટ ડેવલોપ્ડ એસવાયએનસી ટેક્નોલોજી છે, જે માત્ર મ્યુઝિક સાંભળવા કે ફોન રિસિવ કરવામા જ કામ નથી લાગતી પરંતુ કોઇ ગંભીર અકસ્માત થાય તો તે ઇમરજન્સી સેવા 108ને ઓટોમેટિક કોલ લગાવી દે છે.

નિસાન માઇક્રા

નિસાન માઇક્રા

નિસાન માઇક્રાના સેફટી ફીચર અંગે વાત કરવામાં આવે તો આ કારમાં કંપનીએ ચાર એરબેગ્સ, એબીએસ, ઇબીડી, સ્પીડ સેન્સિંગ ડોર લોક સિસ્ટમ, અલાર્મ સાથે ઇમોબિલાઇઝર જેવા ફીચર આપ્યા છે.

હુન્ડાઇ આઇ20

હુન્ડાઇ આઇ20

હુન્ડાઇ આઇ20ને સેફેસ્ટ કાર કહેવામાં આવે છે. આ કારમાં રેન સેન્સિંગ વાઇપર્સ અને ઓટોમેટિક હેડલેમ્પ સુવિધા આપવામાં આવી છે. તેમજ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ કારમાં છ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવી સુવિધા આપવામાં આવી છે.

રેનો ડસ્ટર

રેનો ડસ્ટર

રેનોની ડસ્ટર પણ એક સેફેસ્ટ એફોર્ડેબલ કાર છે. જેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, બ્રેક એસિસ્ટ અને એન્જીન માટે પ્રોટેક્ટિવ અન્ડર ગાર્ડ જેવી સુવિધા આપવામાં આવી છે.

હુન્ડાઇ વેરના

હુન્ડાઇ વેરના

આઇ20ની જેમ હુન્ડાઇએ વેરનામાં પણ સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન આપ્યું છે, આ કારમાં કંપનીએ છ એરબેગ્સ, એબીએસ, ઇબીડી, ડિસ્ક બ્રેક, સીટબેલ્ટ બ્રીટેન્શનર્સ, રીઅર પાર્કિંગ સેન્સર અને ઇલેક્ટ્રો ક્રોમિક મિરર જેવા સેફટી ફીચર આપ્યા છે.

English summary
Here is the list of india’s Top 12 Safest Cars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more