15 લાખ રૂપિયામાં ધૂમ મચાવી રહી છે આ પાંચ કાર્સ
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં સેડાન, કોમ્પેક્ટ, હેચબેક, એસયુવી સેગ્મેન્ટમાં 5 લાખથી કરોડો રૂપિયા સુધીની કાર લોન્ચ કરવામાં આવી રહી છે. જે પ્રકારે ભારતમાં કાર વેચાણનું માર્કેટ અપ આવી રહ્યું છે અનેક વિદેશી કંપનીઓ પણ ભારતમાં પોતાની ખાસ પ્રોડક્ટને લોન્ચ કરીને અહીં પોતાનો સિક્કો ચલાવવા પ્રયાસો કરી રહી છે. જોકે આજે વાત અમે 15 લાખ સેગ્મેન્ટમાં લોન્ચ કરવામાં આવતી કેટલીક કાર્સ અંગે કરી રહ્યાં છીએ.
આ કાર્સમાં અનેકવિધ સુવિધાઓ જેમ કે, શાનદાર ઇન્ટિરિયર, એક્સ્ટિરિયર, સેફ્ટી ફીચર્સ અને અન્ય ફીચર્સ જે એક વૈભવી કાર જેવા તો નથી હોતા પરંતુ તેમની સમકક્ષ કહીં શકાય તેવા હોય છે. આ સેગ્મેન્ટમાં સ્કોડા, હુન્ડાઇ, ફોક્સવેગન, શેવરોલે સહિતની અનેક કંપનીઓ પોતાની કાર્સ લોન્ચ કરી રહી છે. જોકે આજે અમે પાંચ એવી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જે 15 લાખ રૂપિયામાં ખરીદવા માટે શ્રેષ્ઠ ગણાય છે. તો ચાલો તસવીરો થકી એ કાર્સ અંગે આછેરી માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- રિતિક જ નહીં આ અભિનેતાઓ પણ ચલાવી ચૂક્યા છે રેસિંગ કાર
આ પણ વાંચોઃ- 10 બાબતો જે જોવા મળે છે માત્ર ભારતીય કાર્સમાં
આ પણ વાંચોઃ- શું કરવું, જો કાર સ્ટાર્ટ ન થતી હોય તો?

સ્કોડા ઓક્ટિવા એક્ટિવ 2.0 ટીડીઆઇ એમટી
કિંમત:- 15.55 લાખ રૂપિયા
એન્જીન:-1968 સીસી, 2.0-લિટર ટીડીઆઇ 16વી ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન
પાવર:-4000 આરપીએમ પર 143 પીએસ
ટાર્ક:- 1750-3000 આરપીએમ પર 320 એનએમ
એવરેજ:- શહેરમાં 18.5 કિ.મી પ્રતિ લિટર , હાઇવે પર 20.6 કિ.મી પ્રતિ લિટર

હુન્ડાઇ એલન્ટ્રા 1.6 ડી એસએક્સ એમટી
કિંમત:- 13.84 લાખ રૂપિયા
એન્જીન:-1582 સીસી, 1.6 એલ,સીઆરડીઆઇ ડીઝલ એન્જીન
પાવર:-4000 આરપીએમ પર 128 પીએસ
ટાર્ક:-1900-2750 આરપીએમ પર 265 એનએમ
એવરેજ:- શહેરમાં 16 કિ.મી પ્રતિ લિટર, હાઇવે પર 22 કિ.મી પ્રતિ લિટર
ટોપ સ્પીડ:-195 કિ.મી પ્રતિ કલાક

શેવરોલે ક્રૂઝ 2.0 લીટીઝેડ એમટી
કિંમત:- 15.19 લાખ રૂપિયા
એન્જીન:- 1991 સીસી,2.0 એલ,વીસીડીઆઇ 16વી એસઓએચસી
પાવર:-4000 આરપીએમ પર 150 પીએસ
ટાર્ક:- 2600 આરપીએમ પર 327 એનએમ
એવરેજ:- શહેરમાં 13.5 કિ.મી પ્રતિ લિટર, હાઇવે પર 17.3 કિ.મી પ્રતિ લિટર
ટોપ સ્પીડ:- 208 કિ.મી પ્રતિ કલાક

સ્કોડા યેતિ એમ્બિશન 2.0 ટીડીઆઇ એમટી
કિંમત:- 15.56 લાખ રૂપિયા
એન્જીન:-1968 સીસી ,2.0 ટીડીઆઇ સીઆર ડીઝલ એન્જીન
પાવર:- 4200 આરપીએમ પર 110 બીએચપી
ટાર્ક:-1500-2500 આરપીએમ પર 250 એનએમ
એવરેજ:- શહેરમાં 12.0 કિ.મી પ્રતિ લિટર , હાઇવે પર 16.0 કિ.મી પ્રતિ લિટર
ટોપ સ્પીડ:-175 કિ.મી પ્રતિ કલાક

ફોક્સવેગન જેટ્ટા 2.0 લિટર ડીઝલ ટ્રેન્ડલાઇન
કિંમત:- 14.93લાખ રૂપિયા
એન્જીન:-1968 સીસી, 2.0એલ, 4 સિલિન્ડર, ઇનલાઇન સીઆર, ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન
પાવર:- 4200 આરપીએમ પર 140 પીએસ
ટાર્ક:- 1750-2500 આરપીએમ પર 320 એનએમ
એવરેજ:- શહેરમાં 14.50 કિ.મી પ્રતિ લિટર , હાઇવે પર 16.96 કિ.મી પ્રતિ લિટર
ટોપ સ્પીડ:- 210 કિ.મી પ્રતિ કલાક












Click it and Unblock the Notifications
