રિતિક જ નહીં આ અભિનેતાઓ પણ ચલાવી ચૂક્યા છે રેસિંગ કાર

અભિનેતા રિતિક રોશન એવો પહેલો બૉલિવુડ અભિનેતા છેકે જેમણે પોતાની આવનારી ફિલ્મ બેંગ બેંગમાં સૌથી હટકે કામ કર્યું છે. રિતિક પોતાની આગામી ફિલ્મના એક એક્શન દ્રશ્ય દરમિયાન ફોર્મૂલા 1 સ્પોર્ટ્સ કારમાં જોરદાર સ્ટંટ પરફોર્મ કરતા જોવા મળશે. બૉલિવુડમાં પહેલીવાર આવો સ્ટંટ કરવામાં આવ્યો છે, જે માત્ર રિતિકે જ કર્યો છે. આ ફિલ્મની એક તસવીર સામે આવી છે, જેમં તેને ફોર્મૂલા વન કારમાંથી નીચે ઉતરતો દર્શાવવામાં આવ્યો છે. જે જોતા લાગે છેકે તેમણે આ જોરદાર કારમાં પણ જોખમી સ્ટંટ કર્યા છે.

જો વાત ભારતીય સિને ઉદ્યોગ અને વિશ્વભરના સિને ઉદ્યોગની કરવામાં આવે તો રિતિક રોશન ઉપરાંત ભારતના સાઉથ ફિલ્મોના અભિનેતા અજીથ કુમાર અભિનય ઉપરાંત રેસિંગ કાર ડ્રાઇવિંગમાં પણ રસ ધરાવે છે. હોલિવુડ ફિલ્મોની વાત કરવામાં આવે તો અનેક એવા અભિનેતાઓ છેકે જેઓ રેસિંગનો શોખ ધરાવે છે. તેઓ આ જોખમી રમતને પોતાનો શોખ બનાવી તેમાં ભાગ લેતા હોય છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે કયા કયા અભિનેતાએ ફોર્મૂલા વન સ્પોર્ટ્સ કાર ચલાવી છે.

આ પણ વાંચોઃ- કેટીએમની નવી RC 390 આપી શકશે આ બાઇક્સને ટક્કર?
આ પણ વાંચોઃ-ભારતમાં વૈભવતાનો અહેસાસ કરાવતી પાંચ વૈભવી SUV
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 9 શાનદાર ઓટોમેટિક કાર

રિતિક રોશન

રિતિક રોશન

વાત રિતિક રોશનની કરવામાં આવે તો તે તેની આગામી ફિલ્મ બેંગ-બેંગમાં ફોર્મુલા વન સ્પોર્ટ્સ કાર ચલાવતો જોવા મળશે તેમજ આ કાર સાથે તેણે કેટલાક એક્શન દ્રશ્યો પણ ભજવ્યા છે.

અજીથ કુમાર

અજીથ કુમાર

અજીથ કુમારને અભિનય ઉપરાંત રેસિંગ ટ્રેકમાં કાર ચલાવવાનો પણ શોખ છે. તેમણે ભારતીય રેસિંગ ટ્રેક ઉપરાંત અનેક વિદેશી રેસિંગ ટ્રેકમાં કાર રેસિંગમાં ભાગ લીધો છે. તેમણે 2010 ફોર્મુલા ચેમ્પિયનશિપમાં પણ ભાગ લીધો હતો.

ટોમ ક્રૂઝ

ટોમ ક્રૂઝ

હોલિવુડના સ્ટંટ અભિનેતા ટોમ ક્રૂઝે યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમ દરમિયાન ફોર્મુલા વન રેસ કાર્સની સવારી માણી હતી.

બ્રેઇન ઓસ્ટિન ગ્રીન

બ્રેઇન ઓસ્ટિન ગ્રીન

હોલિવુડ અભિનેત્રી મેગન ફોક્સના પતિ બ્રેઇન ઓસ્ટિન ગ્રીન પણ સ્પોર્ટ્સ કાર રેસિંગમાં રસ ધરાવે છે, તેણે 2010 ટોયોટા પ્રો સેલિબ્રિટી રેસમાં ભાગ લીધો હતો અને તેમાં વિજેતા પણ થયા હતા.

જેમ્સ ગાર્નેર

જેમ્સ ગાર્નેર

હોલિવુડ અભિનેતા જેમ્સ ગાર્નેરને પણ રેસિંગ કારનો શોખ હતો તેમણે 1996માં આવેલી રેસિંગ ફિલ્મ ગ્રાન્ડ પ્રિક્સમાં રેસિંગ કાર ચલાવી હતી.

એડમ કરોલા

એડમ કરોલા

કોમેડિયન અને ટોકો શો હોસ્ટ એડમ કરોલા પાસે પણ એક સ્પોર્ટ્સ કાર છે, તેમણે 2012માં ટોયોટા પ્રો સેલિબ્રિટી રેસમાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બન્યા હતા.

પોલ વોલ્કર

પોલ વોલ્કર

થોડાક સમય પહેલા એક કાર અકસ્માતમાં મૃત્યુ પામનાર ફાસ્ટ એન્ડ ફુરિઅસ ફિલ્મના અભિનેતા પોલ વોલ્કરને પણ રેસિંગ કારનો શોખ હતો. તેમણે હાઇ પરફોર્મન્સ બીએમડબલ્યુ એમ3 ઇ92માં રેસ કરી હતી.

ફ્રેન્કી મુનિઝ

ફ્રેન્કી મુનિઝ

મિડલ ચાઇલ્ડ એક્ટર ફ્રેકી મુનિઝે 2005માં ઓટો રેસિંગમાં ભાગ લીધો હતો. તેણે ટોયોટા પ્રો સેલિબ્રિટી રેસમાં પણ ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા જાહેર થયો હતો.

સ્ટીવ મેક્વીન

સ્ટીવ મેક્વીન

આ અભિનેતાને સ્પોર્ટ્સ કાર અને બાઇકનો ઘણો શોખ છે. તેમણે 1961માં બ્રિટિશ ટૂરિંગ કાર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.

જેસન પ્રિએસ્ટ્લી

જેસન પ્રિએસ્ટ્લી

તેઓ એક રેસિંગ કાર સ્ટાર છે તેમજ તેમની પોતાની એક રેસિંગ ટીમ છે. તેમણે ટોયોટા સેલિકા ઓલ ટ્રેકમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેમણે ઇન્ડિયાના રેસોમાં પણ ભાગ લેવાનું વિચાર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X