For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટીએમની નવી RC 390 આપી શકશે આ બાઇક્સને ટક્કર?

|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રિયા સ્થિત યુરોપની સૌથી મોટી નિર્માતા કંપની કેટીએમે આરસી શ્રેણીની બહુપ્રતિક્ષિત બાઇક્સ આરસી 200 અને આરસી 390ને ભારતમાં લોન્ચ કરી છે. 5 હજાર રૂપિયાથી તેની એડવાન્સ બૂકિંગ શરૂ થઇ ગઇ છે.

કેટીએમ ડ્યૂક શ્રેણી બાઇક્સ બાદ ઓસ્ટ્રિયાની કંપની કેટીએસ બજાજ ઓટો સાથે મળીને પોતાની ફુલ ફેયર્ડ બાઇક્સ કેટીએમ આરસી 200 અને આરસી 390 લઇને આવી છે. આ બાઇક્સ કિંમત પણ જણાવી દેવામાં આવી છે, જેના આધારે આ બન્ને બાઇકને જોરદાર રિસપોન્સ મળી શકે છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ બાઇક ખાસ કરીને યુવાનોને પોતાની તરફ આકર્ષશે.

બન્ને બાઇકની કિંમત અંગ વાત કરીએ આરસી 200ની કિંમત 1.72 લાખ રૂપિયા જ્યારે કેટીએમ આરસી 390ની કિંમત 2.40 લાખ રૂપિયા છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં બન્ને સીસી રેન્જની અનેક કંપનીઓની બાઇક ઉપલબ્ધ છે. ત્યારે આજે અમે કેટીએમની આ નવી બાઇક આરસી 390ની સરખામણી 300થી350 સીસી સેગ્મેન્ટની અન્ય બાઇક સાથે કરી રહ્યાં છીએ. જેમાં રોયલ એનફિલ્ડ અને કાવાસાકીની બાઇક્સ છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

આ પણ વાંચોઃ- કાર પ્રેમીઓને દિવાના બનાવી દે તેવી ભારતની ટોપ પાંચ સ્પોર્ટ્સ કાર
આ પણ વાંચોઃ- 5થી 8 લાખ વચ્ચેની પાંચ બેસ્ટ કોમ્પેક્ટ સેડાન કાર
આ પણ વાંચોઃ- કોલેજીયનોનો મોભો વધારે તેવા પાંચ સ્કૂટર્સ

કેટીએમ આરસી 390

કેટીએમ આરસી 390

કિંમતઃ- 2.40 લાખ રૂપિયા
એન્જીનઃ- 373.20 સીસી, સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોક વૉટર કૂલ્ડ એન્જીન
પાવરઃ- 43.5 પીએસ
ટાર્કઃ- 35 એનએમ

કાવાસાકી નિંઝા 300 આર

કાવાસાકી નિંઝા 300 આર

કિંમતઃ- 3.50 લાખ રૂપિયા
એન્જીનઃ- 296.00 સીસી, 4-સ્ટ્રોક, લિક્વિડ-કૂલ્ડ, ડીઓએચસી, પેરેલલ ટ્વિન
પાવરઃ- 11000 આરપીએમ પર 39 પીએસ
ટાર્કઃ- 10000 આરપીએમ પર 27.0 એનએમ
એવરેજઃ- 28.9 કિ.મી પ્રતિ લિટર

કેટીએમ ડ્યૂક 390

કેટીએમ ડ્યૂક 390

કિંમતઃ- 2,05,523 રૂપિયા
એન્જીનઃ- 373.20 સીસી, સિંગલ સિલિન્ડર, 4-સ્ટ્રોક, સ્પાર્ક ઇગ્નિશન એન્જીન, લિક્વિડ-કૂલ્ડ
પાવરઃ- 9000 આરપીએમ પર 43.5 પીએસ
ટાર્કઃ- 7000 આરપીએમ પર 35 એનએમ
એવરેજઃ- 30 કિ.મી પ્રતિ લિટર

રોયલ એનફિલ્ડ બુલેટ ઇલેક્ટ્રા ટ્વિનસ્પાર્ક

રોયલ એનફિલ્ડ બુલેટ ઇલેક્ટ્રા ટ્વિનસ્પાર્ક

કિંમતઃ- 1.08 લાખ રૂપિયા
એન્જીનઃ- 346 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 19.8 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 28 એનએમ
એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર

રોયલ એનફિલ્ડ બુલેટ 350 ટ્વિનસ્પાર્ક

રોયલ એનફિલ્ડ બુલેટ 350 ટ્વિનસ્પાર્ક

કિંમતઃ- 96,150 રૂપિયા
એન્જીનઃ- 346.00 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 19.8 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 28 એનએમ
એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350

કિંમતઃ- 1,09,000 રૂપિયા
એન્જીનઃ- 346.00 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક
પાવરઃ- 5250 આરપીએમ પર 19.8 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 28 એનએમ
એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર

રોયલ એનફિલ્ડ થંડરબર્ડ ટ્વિનસ્પાર્ક 350

રોયલ એનફિલ્ડ થંડરબર્ડ ટ્વિનસ્પાર્ક 350

કિંમતઃ- 1,35,408 રૂપિયા
એન્જીનઃ- 346.00 સીસી, સિંગલ સિલિન્ડર, 4 સ્ટ્રોક, ટ્વિનસ્પાર્ક, એર કૂલ્ડ
પાવરઃ- 5250 આરપીએમ પર 19.8 બીએચપી
ટાર્કઃ- 4000 આરપીએમ પર 28 એનએમ
એવરેજઃ- 45 કિ.મી પ્રતિ લિટર

English summary
KTM RC390 comparison with other 350cc bikes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X