કાર પ્રેમીઓને દિવાના બનાવી દે તેવી ભારતની ટોપ પાંચ સ્પોર્ટ્સ કાર
ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં વર્ષો પહેલા એવું હતું કે માત્ર અમુક પ્રકારની જ કારનું નિર્માણ કરવામાં આવતું હતું, અથવા તો વિદેશી કંપનીઓ દ્વારા અમુક મોડલ જ ભારતમાં લોન્ચ કરવામાં આવતા હતા, જો ઝડપી અથવા સ્પોર્ટ્સ કાર ખરીદવી હોય તો ઇમ્પોર્ટ કરાવવી પડતી હતી, પરંતુ આજે સમય બદલાયો છે, જે પ્રકારે ભારતમાં કાર્સનું વેચાણ થઇ રહ્યું છે, તેને જોતા વિવિધ કાર નિર્માતા કંપનીઓ દ્વારા પોતાની અનેકવિધ કાર ભારતમાં લોન્ચ કરવામા આવે છે.
આ પહેલા આપણે ભારતની ટોપ 10 ઝડપી કાર્સ અંગે માહિતી મેળવી હતી, આજે અમે ભારતની પાંચ સ્પોર્ટ્સ કાર અંગે માહિતી આપી રહ્યાં છીએ. જે ભારતમાં અનેક કાર પ્રેમીઓને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે અને તેમને પોતાના દિવાના બનાવી રહી છે, તો ચાલો તસવીરો થકી એ કાર્સ પર માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં ધૂમ મચાવતી ટોપ 10 ફાસ્ટેસ્ટ કાર
આ પણ વાંચોઃ- સાવધાનઃ ભારતમાં આ 10 રીતે કરવામાં આવે છે ‘કાર કૌભાંડ'
આ પણ વાંચોઃ- રોમાંચક વીડિયોઃ...ને યુવાને બાઇક સાથે લગાવ્યો કૂદકો

પોર્શે કેયમન એસ
કિંમતઃ- 94.51 લાખ રૂપિયા
એન્જીનઃ- 3436 સીસી, ફ્લેટ 6 પેટ્રોલ એન્જીન, 7400 આરપીએમ પર 325 બીએચપી અને 5800 આરપીએમ પર 370 એનએમ
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 5 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 283 કિ.મી પ્રતિ કલાક

જગુઆર એફ ટાઇપ આર કૂપ
કિંમતઃ- 1.82 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5000 સીસી, વી8 સુપર ચાર્જ્ડ પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 542.47 બીએચપી અને 3500 આરપીએમ પર 680 એનએમ ટાર્ક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 4.2 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 300 કિ.મી પ્રતિ કલાક

ઑડી આરએસ 5
કિંમતઃ- 1.1 કરોડ રૂપિયા
એન્જીનઃ- 4163સીસી, 4.2 લિટર 32 વી, વી ટાઇપ પેટ્રોલ એન્જીન, 8250 આરપીએમ પર 443.8 બીએચપી અને 4000-6000 આરપીએમ પર 430 એનએમ ટાર્ક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 4.6 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 250 કિ.મી પ્રતિ કલાક

એસ્ટોન માર્ટિન વી12 વિન્ટેજ એસ
કિંમતઃ- 2.2 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5935 સીસી, 6 લિટર, 48વી વી12 પેટ્રોલ એન્જીન, 6500 આરપીએમ પર 510 બીએચપી અને 5750 આરપીએમ પર 570 એનએમ ટાર્ક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 4.2 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 305 કિ.મી પ્રતિ કલાક

મર્સીડિઝ બેન્ઝ એસએલકે 55 એએમજી
કિંમતઃ- 1.26 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5461 સીસી, 5.5 લિટર 32વી વી ટાઇપ પેટ્રોલ એન્જીન , 6800 આરપીએમ પર 421 બીએચપી અને 4500 આરપીએમ પર 540 એનએમ ટાર્ક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 4.6 સેકન્ડ
ટોપ સ્પીડઃ- 250 કિ.મી પ્રતિ કલાક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
