રોમાંચક વીડિયોઃ...ને યુવાને બાઇક સાથે લગાવ્યો કૂદકો
મોટરસાઇકલ ચલાવવીએ પોતાનામાં એક અનોખા આનંદની વાત છે. અનેક લોકો વર્ષો જતા પોતાના આ આનંદને શોખમાં બદલીને તેમાં થ્રીલિંગ લાવવાનો પ્રયાસો કરતા હોય છે અને તેને રસપ્રદ બનાવી દેતા હોય છે. કેટલાક પોતાની બાઇકમાં સાઇડકાર્સ નિટ્રુઅસ ઓક્સાઇડ અને વ્હીલબેઝને વધારી દે છે, જેથી તે ફાસ્ટર બાઇક બની જાય. કેટલાક એવા હોય છે જે બાઇક પર સ્ટંટ કરવાનો શોખ ધરાવતા હોય છે અને અનેક સાહસિક સ્ટંટ કરીને તેમાંથી આનંદ લૂટતા હોય છે.
આજે અમે એવા જ એક મોટરસાઇકલ રાઇડરને લઇને આવ્યા છીએ, બ્રાડ ઓનિલ એક એવો રાઇડર છેકે જેને બાઇક સાથે કૂદકો મારવાનો અને પેરાશૂટ થકી જમીન પર આવવાનો શોખ છે. રાઇડરે પોતાના આ શોખ અંગે જણાવ્યું છેકે તેનું નાનપણથી સ્વપ્ન હતું, તે જ્યારે 12 વર્ષનો હતો ત્યારે તે ઇચ્છતો હતો કે તે મોટરસાઇકલ સાથે કૂદકો લગાવે.
તેનું સ્વપ્ન સામાન્ય છે, તે મોટરસાઇકલ સાથે કૂદકો મારવા માગે છે અને પેરાશૂટ થકી જમીન પર સુરક્ષિત ઉતરવા માગે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે આ સાહસિક રાઇડરે કેવી રીતે આ સ્ટંટ કર્યો અને કેવી રીતે સફળ નીવડ્યો. આ વીડિયો માત્ર અમે જાણકારી અર્થે મુકી રહ્યાં છીએ. આ પ્રકારના સ્ટંટ કરવા જોખમી છે અને તેમાં ક્યારેક જીવ ગુમાવવાનો વારો આવે છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી આ સ્ટંટને નિહાળીએ.
આ પણ વાંચોઃ- ભારતમાં ડ્રાઇવ કરવા જેવા 7 મનોહર હાઇવે
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 મીડિયમ સાઇઝ ફેમેલી કાર
આ પણ વાંચોઃ- નવી કાર લો છો? તો આ બાબતોને ધ્યાનમાં રાખીને લો ટેસ્ટ ડ્રાઇવ

કૂદકો લગાવતા પહેલાની તૈયારી
રાઇડર બ્રાડે બાઇક સાથે કૂદકો લગાવવા માટે ખાસ તૈયારી કરી હતી અને આ તસવીરમાં દર્શાવવામાં આવેલા ટ્રેક પર બાઇક ચલાવી કૂદકો માર્યો હતો.

હવામાં બાઇક
બાઇક ટ્રેકથી આગળ વધી અને થોડીક જ વારમાં બાઇક અને રાઇડર હવામાં હતા.

બાઇક સાથે લગાવ્યો જમ્પ
થોડીક જ સેકન્ડમાં બ્રાડ તેની બાઇક સાથે હવામાં હતો, જ્યાં તેણે બાઇક પરથી કૂદકો માર્યો અને પેરાશૂટ થકી તે નીચે ઉતર્યો હતો.

12 વર્ષની ઉમરથી હતી ઇચ્છા
12 વર્ષનો હતો ત્યારી તે ઇચ્છતો હતો કે તે મોટરસાઇકલ સાથે કૂદકો લગાવે.

રાઇડરનું સ્વપ્ન
તેનું સ્વપ્ન સામાન્ય છે, તે મોટરસાઇકલ સાથે કૂદકો મારવા માગે છે અને પેરાશૂટ થકી જમીન પર સુરક્ષિત ઉતરવા માગે છે.
બાઇક સ્ટંટનો વીડિયો
આ વીડિયો માત્ર અમે જાણકારી અર્થે મુકી રહ્યાં છીએ. આ પ્રકારના સ્ટંટ કરવા જોખમી છે અને તેમાં ક્યારેક જીવ ગુમાવવાનો વારો આવે છે. તો ચાલો તસવીરો અને વીડિયો થકી આ સ્ટંટને નિહાળીએ.












Click it and Unblock the Notifications
