For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી કાર લો છો? તો આ બાબતોને ધ્યાનમાં રાખીને લો ટેસ્ટ ડ્રાઇવ

|
Google Oneindia Gujarati News

જો તમે નવી કાર ખરીદવા માગો છો તો એ માટે અનેક બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે. જેમાં કારની બ્રાન્ડ, કારમાં આપવામાં આવેલા ફીચર્સ, કારની ખાસિયત, કારનું એન્જીન અને કારની કિંમત. આ બધું આપણે જે પ્રમાણે ઇચ્છીએ છીએ તે પ્રકારનું જે કારમાં જોવા મળે એ કાર પર આપણે પસંદગી કરતા હોઇએ છીએ. પસંદગી બાદની સૌથી મોટી અને ખાસ વાત છે કારની ટેસ્ટ ડ્રાઇવ.

દરેક કાર નિર્માતાના ડીલરશીપ ધારકો કારની ટેસ્ટ ડ્રાઇવ કરાવતા હોય છે, જોકે કેટલીક એવી બાબતો છે જો એ બાબતોને ટેસ્ટ ડ્રાઇવ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવે તો આપણે એક સારી કારની ખરીદી કરી શકીએ છીએ. આજે અમે અહીં ટેસ્ટ ડ્રાઇવ સાથે જોડાયેલી કેટલીક જાણવા યોગ્ય બાબતો અંગે જણાવી રહ્યાં છીએ, જે તમને એક સારી કાર ખરીદવામાં મદદરૂપ થશે. તો ચાલો તસવીરો થકી એ જાણીએ.
આ પણ વાંચોઃ- ટોપ 10 આઇકોનિક ફિલ્મી કાર્સ
આ પણ વાંચોઃ- શાનદાર નામ ધરાવતી વિશ્વની ટોપ ટેન કાર્સ
આ પણ વાંચોઃ- સારી એવરેજ આપતી ટોપ ભારતીય નોન હાઇબ્રીડ કાર

અનેક વાર લો ટેસ્ટ ડ્રાઇવ

અનેક વાર લો ટેસ્ટ ડ્રાઇવ

જો તમે કાર્સની લાંબી યાદીમાંથી કોઇ એક કાર લેવાનું પસંદ કરી રહ્યાં છો તો તેની વારંવાર ટેસ્ટ ડ્રાઇવ લો અથવા તો ટેસ્ટ ડ્રાઇવ લેવામાં થોડુંક અંતર રાખો. કારણ કે એક કારની લીધેલી ટેસ્ટ ડ્રાઇવ ત્રણ દિવસની અંદર ભૂલી જવાય છે.

જે કાર પસંદ છે તેની અડધો કલાક ટેસ્ટ ડ્રાઇવ લો

જે કાર પસંદ છે તેની અડધો કલાક ટેસ્ટ ડ્રાઇવ લો

જો તમે નક્કી જ કરી નાંખી છે તો તેની એક લાંબી ટેસ્ટ ડ્રાઇવ લો. કંપનીના ડીલરશીપ બની શકે છેકે તેમને ના પાડે, પરંતુ તેમને મનાવી લો અને ઓછામાં ઓછી અડદો કલાક ડ્રાઇવ કરો.

વિભિન્ન રોડ પર કાર ચલાવો

વિભિન્ન રોડ પર કાર ચલાવો

ક્યારેક એક ચોક્કસ રસ્તા પર કાર ચલાવો નહીં, ટેસ્ટ ડ્રાઇવ માટે અલગ અલગ પ્રકારના રસ્તાઓ અપનાવો. એ માટે શહેર અને હાઇવેના રસ્તાઓ પર કાર ચલાવો જેથી કાર હેન્ડલ કરવાની વિભિન્ન પરિસ્થિતિ જાણી શકો.

રાઇડ ક્વાલિટી પણ ચકાસો

રાઇડ ક્વાલિટી પણ ચકાસો

જો તમે અમુક પ્રકારના સ્વાસ્થ્યથી પીડિત છો તો એવી કાર પસંદ કરો, જેથી તમે આરામથી કારની અંદર અને બહાર આવી શકો, કારમાં લાંબા સમય સુધી આરામથી બેસો અને રાઇડની ક્વાલિટી પણ ચકાશો.

ફેમેલી કાર માટે આ બાબતો ચકાસો

ફેમેલી કાર માટે આ બાબતો ચકાસો

જો કારનો ઉપયોગ ફેમેલી કાર તરીકે કરવાનો હોય તો એ વાત ચકાસી લેવી કે બધા જ કારમાં વ્યવસ્થિત રીતે બેસી શકે છે. તેમજ કારમાં આપવામાં આવેલી સ્ટોરેજ સ્પેશ પણ ચકાસી લો.

કારનો શોખ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન

કારનો શોખ હોય તો આ બાબતોનું રાખો ધ્યાન

જો તમને કારનો શોખ હોય અથવા તમારી જરૂરિયાત અનુસારની કાર લેવા માગતા હોવ તો તે એ વાતને ધ્યાનમાં રાખીને કારની ટેસ્ટ ડ્રાઇવ લો.

English summary
some tips for test drive of car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X