For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 આઇકોનિક ફિલ્મી કાર્સ

|
Google Oneindia Gujarati News

ફિલ્મોમાં કાર્સને એકદમ અલગ અને અનોખી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે, સામાન્ય રીતે ઘણા લોકો કાર સંદર્ભે એવું વિચારતા હોય છેકે તે માત્ર દરરોજના ઉપયોગ માટે જ બનાવવામાં આવી હોય છે, પરંતુ ફિલ્મોમાં એ જ કાર્સને માત્ર રોજના ટ્રાન્સપોર્ટ તરીકે જ નથી ગણાવાતી પરંતુ એક સાથી અને મિત્ર તરીકે દર્શાવવામાં આવે છે.

અમે અહીં એક એવી યાદી બનાવી છે, જેમાં જે કાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેનો ઉપયોગ ફિલ્મોમાં થયો છે અને આ કાર્સે સાબિત કરી આપ્યું છેકે તેઓ માત્ર ફરવા માટે જ નથી બની પરંતુ આ કાર્સે આપણા ઉપર તેનો ઘણો જ પ્રભાવ પાડ્યો છે. આ કાર્સને એવી દર્શાવવામાં આવી છે, જે ખરાબ લોકો પર કન્ટ્રોલ કરવામાં મદદરૂપ બતાવી છે, ખરા અર્થમાં આ કાર્સ એક આઇકોનિક કાર સમાન છે. તો ચાલો તસવીરો થકી તેને જોઇએ.
આ પણ વાંચોઃ- આ કાર્સમાં ફરે છે મુકેશ અંબાણી અને રતન તાતા
આ પણ વાંચોઃ- હોન્ડા, સુઝુકી અને હીરોના 110 સીસીના ટોપ 7 સ્કૂટર્સ
આ પણ વાંચોઃ- જાણો શું શું બદલાયું છે નવી 2014 સ્કોડા યેતી ફેસલિફ્ટમાં?

આઇકોનિક ફિલ્મી કાર્સ

આઇકોનિક ફિલ્મી કાર્સ

ટોપ 10 આઇકોનિક ફિલ્મી કાર્સ અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

9. ઘોસ્ટ બસ્ટર

9. ઘોસ્ટ બસ્ટર

ધોસ્ટ બસ્ટર્સમાં 1959 કેડિલાક અથવા ઇક્ટો 1 લોકપ્રીય કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ હિયર્સ સ્ટાઇલ્ડ કારને ઘણી જ મોડીફાઇડ કરવામાં આવી હતી, જેમાં પ્રોટોન પેક્સ ટીમને કૅરી કરવામાં આવી હતી અને તેઓ ઘોસ્ટને પકડે છે.

8. બેક ટુ ધ ફ્યુચર

8. બેક ટુ ધ ફ્યુચર

હાલના સમયમાં હોલિવુડની ફિલ્મોમાં ભવિષ્યની વાતોને વધુ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. બેક ટુ ધ ફ્યુચર ફિલ્મ શ્રેણીમાં એક મશિન બનાવવામાં આવે છે, જે ટાઇમ મશિન હોય છે, જે ન્યુક્લિયર રિએક્શનને પ્રોડ્યુસ કરે છે. આ ફિલ્મમાં જે કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે પહેલા ફ્લોપ રહી હતી, પરંતુ ફિલ્મે તેને લોકપ્રીય બનાવી દીધી હતી.

7. હર્બી

7. હર્બી

1963 મોડલ ફોક્સવેગન બીટલ આ એક શાનદાર કાર હતી અને રેસ તેના ડીએનએમાં હતી. આ ફિલ્માં તે ખરા અર્થમાં આઇકોનિક કાર ગણાવાઇ છે.

6. મેડ મેક્સ

6. મેડ મેક્સ

આ યાદીમાં છઠ્ઠા નંબર આવે છે, ઓસ્ટ્રેલિયન ઇટરસેપ્ટર, મેડ મેક્સ. આ 1974 ફોર્ડ ફાલ્કન કાર છે, મેડ મેક્સ ફિલ્મમાં લેવામાં આવી હતી, આ એક લિમિટેડ એડિશન હતી જેને ઓસ્ટ્રેલિયામાં વેચવામાં આવી હતી. આ એક કૂલ કાર હતી જેનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી.

5. નાઇટ રાઇડર

5. નાઇટ રાઇડર

આ એક અદભૂત સુપર કાર છે. આ કારનો ઉપયોગ નાઇટ રાઇડર ફિલ્મમાં કરવામાં આવ્યો હતો. આ કારને ખાસ નાઇટ રાઇડર ફિલ્મ માટે બનાવવામાં આવી હતી, આ એક 1982 સ્પોર્ટ્સ મોડલ છે જેનો નિર્માણ 100,000 ડોલરમાં કરવામાં આવ્યો હતો.

4. ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિઅસ

4. ધ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિઅસ

આ યાદીમાં નંબર ચાર પર આવે છે, 900 હોર્સપાવર ડોજ ચાર્જર આવે છે, જેનો ઉપયોગ ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિઅસ ફિલ્મમાં આવે છે.

3. બેટમેન

3. બેટમેન

જ્યારે આપણે બેટમેન અંગે વાત કરીએ છીએ ત્યારે તેમાં ટમ્બલર અંગે વિચારીએ છીએ. આ ક્લાસિક અન્ટ વિલન કાર ખરા અર્થમાં 1955 લિન્કોન ફ્યુચરા કોન્સેપ્ટ કાર છે, જેની કિંમત 30,000 ડોલર હતી.

2. સ્કાય ફોલ

2. સ્કાય ફોલ

આ યાદીમાં નંબર બે પર આવે છે ઘણી જ આઇકોનિક એસ્ટોન માર્ટિગ ડીબી5, જેનો ઉપયોગ બ્રિટિશ સિક્રેટ સર્વિસ એજન્ટ બોન્ડ, જેમ્સ બોન્ડ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. આ કારનો ઉપયોગ જેમ્સ બોન્ડ ફિલ્મોમાં ઘણો કરવોમાં આવી રહ્યો છે, સ્કાયફોલમાં પણ આ કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

1. ગોન ઇન 60 સેકડન્સ

1. ગોન ઇન 60 સેકડન્સ

આ યાદીમાં નંબર એક પર આવે છે ઇલનર, જેનો ઉપયોગ ગોન ઇન 60 સેકન્ડ્સમાં કરવામાં આવ્યો છે. આ કાર 1967 ફોર્ડ મસ્ટંગને સ્ટીવ સ્ટેનફોર્ડ દ્વારા કસ્ટમાઇઝ કરવામાં આવી હતી.

English summary
Movies have always portrayed cars in an totally different aspect. While many people just look at cars as a mere mode of commuting, movies have shown us that cars need not just be modes of transport but also worthy companions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X