For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 બાબતો જે જોવા મળે છે માત્ર ભારતીય કાર્સમાં

|
Google Oneindia Gujarati News

અમે અહીં ભારતને એક અલગ રીતે રજૂ કરી રહ્યાં છીએ. આપણે બધા ભારતમાં વધી રહેલા ટ્રાફિકથી માહિતગાર છીએ, ભારતમાં ટ્રાફિક સમસ્યા વધી રહી છે. જે પ્રકાર બજારમાં કાર્સ રજૂ કરવામાં આવી રહી છે અને તેની સામે એટલી જ માત્રામાં કાર્સનું વેચાણ થવાના કારણે ભારત ઓટો હબ બની રહ્યું છે અને ભારતના રસ્તાઓ પર કારની સંખ્યા વધુ જોવા મળે છે. પર્સનલ ટ્રાન્સપોર્ટ ભારતમાં આકાર લઇ રહ્યો છે.

જેને ધ્યાનમાં રાખીને વિવિધ કાર નિર્માતાઓ ખાસ ભારત માટે જ કાર્સનું નિર્માણ કરી રહ્યાં છે, જે ભારતીયોને પસંદ આવે, ભારતના રસ્તાઓ માટે અનુકૂળ હોય. અમે ભારતીય કાર્સની જોવા જેવી અને જાણવા જેવી 10 બાબતો શોધી કાઢી છે, જે તમે ક્યાંકને ક્યાંક જોઇ અથવા અનુભવી હશે. આ એ બાબતો છે, જે આપણી કાર્સને વિશ્વની અન્ય કાર કરતા અલગ પાડે છે, તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- કેટીએમની નવી RC 390 આપી શકશે આ બાઇક્સને ટક્કર?
આ પણ વાંચોઃ-ભારતમાં વૈભવતાનો અહેસાસ કરાવતી પાંચ વૈભવી SUV
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 9 શાનદાર ઓટોમેટિક કાર

ભારતીય કાર્સની 10 ખાસ બાબતો

ભારતીય કાર્સની 10 ખાસ બાબતો

ભારતીય કાર્સની 10 ખાસ બાબતો વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

1. કોમ્પેક્ટ કાર

1. કોમ્પેક્ટ કાર

ભારતમાં જે કાર્સને લોન્ચ કરવામાં આવે છે તેને ખાસ પ્રકારની ડીઝાઇનને ટાઇટ ડિમેન્શન્સ સાથે આપવામાં આવે છે, જેથી ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા ન સર્જાય. કારના વ્હીલની સાઇઝ પર પણ કાયદાની અસર જોવા મળે છે. કારના વ્હીલની લેન્થ સબ ફોર મીટર હોય છે, જેથી ઓછી એક્સાઇઝ ડ્યૂટી લાગે. જેના કારણે રોડ પર આપણને સૌથી વધારે કોમ્પેક્ટ કાર્સ જોવા મળે છે. યુએસ સાથે સરખામણી કરવામાં આવે તો શેવરોલે ક્રૂઝને ત્યાં કોમ્પેક્ટ સેડાન કાર કહેવામાં આવે છે.

2. હેચબેક કાર્સમાં આવ્યા બમ્સ

2. હેચબેક કાર્સમાં આવ્યા બમ્સ

હોન્ડા બ્રાયો કાર ભારતમાં જોઇએ તેટલી સફળ થઇ નથી, જોકે તે એક સારી કાર છે. બની શકે છેકે તેની પાછળનું કારણ કારનો દેખાવ હોઇ શકે છે, જે બધાને પસંદ નહીં આવ્યો હોય, પરંતુ તે એક અલગ સ્ટોરી છે. પરંતુ હોન્ડાએ પોતાની હેચબેક કારમાં બૂટ ઉમેરવાનું નક્કી કર્યું અને ચે ભારતની સૌથી હોટેસ્ટ સેલિંગ ઓટોમોબાઇલ્સ બની ગઇ. સુઝુકી સ્વફ્ટિમાં પણ બૂટ છે, જેને મારુતિ સુઝુકી ડિઝાયર કહેવામાં આવ છે.

3. ક્રોમને અગ્રતા

3. ક્રોમને અગ્રતા

અમે કેટલીક શાઈની(ચળકતી) બાબતોની વાત કરીએ છીએ. વધુમાં ક્રોમમાં પ્રીમિયર ટચ કારને અપમાર્કેટમાં આગળ લઈ જાય છે. કારમેકર્સ આમાં ટકી રહેવા માટે પોતાની પ્રોડક્ટ્સને ક્રોમિયમ ધાતુમાંથી બનાવતા હોય છે અને દૂર્ભાગ્યે તેમની કારને વધારે ચળકતી બનાવે છે. હોન્ડા જેવી કંપની પણ આમ કરે છે. હોન્ડા વિશ્વભરમાં ભડકાછાપ પ્રોડક્ટ માટે જાણીતી છે. ન્યૂ સિટીમાં પણ એકદમ શાઈની જોવા મળે છે. આ સિવાય ટીપીકલ લાયસન્સ પ્લેટ જોવા મળે છે. જોકે, ટોયટો ઈનવોમાં પણ આમ છે. સિંઘ ઈઝ બ્લિંગ

4. સ્પોર્ટ વર્ઝન્સ અને લિમિટેડ એડિશનના વ્હીકલ્સના ટેકી લુક

4. સ્પોર્ટ વર્ઝન્સ અને લિમિટેડ એડિશનના વ્હીકલ્સના ટેકી લુક

જ્યારે સ્પોર્ટ્સ વેરિએન્ટ્સને આપણા દેશમાં લોન્ચ કરવામાં આવ્યા, ત્યારે તે ભાગ્યેજ જોઇ તેવો બઝ માર્કેટમાં ઉભો કરી શકે છે, કારણ કે આ કારમાં મિકેનિકલી કોઇ બદલાવ હોતો નથી, તેમજ તેમાં ગ્રાફિક્સ અને સ્પેશિયલ ફીચર્સ તથા વધુ ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10 સ્પોર્ટ્ઝ એડિશન તેનું નવું ઉદાહરણ છે. તેમજ મારુતિ 800 યુનિકમાં પણ ક્રિએટિવ ડેકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

5. સુરક્ષા સંબંધિત ફીચર્સને પ્રાધાન્ય

5. સુરક્ષા સંબંધિત ફીચર્સને પ્રાધાન્ય

સુરક્ષા પછી પહેલા બ્લુટૂથ, અનેક કાર નિર્માતાઓ આવું વિચારે છે, જેના કારણે ઘણી બધી કાર્સમાં એરબેગ્સ, એબીએસ અને ઇએસપી જેવા સુરક્ષા સંબંધિત ફીચર્સ હોતા નથી, જોકે તે ઓટો સર્કલમાં ઘણી નીચલી કક્ષાએ હોય છે. આપણા દેશના વિશ્વના સૌથી ખતરનાક જોખમી સ્થળ તરીકે જોવામાં આવે છે અને તેથી સેફ્ટી ફીચર્સને પ્રાધાન્ય મળવું જરૂરી છે.

6.નકામી એક્સેસરીઝ

6.નકામી એક્સેસરીઝ

આપણે ભારતીય રસ્તાઓ પર દોડતી અનેક કાર્સમાં ગાર્ડ્સ અને બમ્પર્સ પર બોલ્ટ, એક્સ્ટ્રા લાઇટ તથા રૂફ રોક્સ જોતા હોઇએ છીએ જે નકામી વસ્તુઓ છે. અમે ઇનોવામાં જોયું કે તેમાં સાઇડ સ્ટેપ હોય છે, કારની બોડી પેનલની ઘણી જ બહાર છે, વિચાર કરો કે ટ્રાફિક દરમિયાન તે કોઇપણ વ્યક્તિને સહેલાયથી ઇજાગ્રસ્ત કરી શકે છે.

7. રંગ વગરનું હોવું જરૂરી

7. રંગ વગરનું હોવું જરૂરી

લાઇટ કલરના કવર કેબિનમાં હોય તો શાનદાર દેખાય છે, પરંતુ આપણે ભુલી જઇએ છીએ કે ધૂળ બેશ ઇન્ટિરીયર્સને ટૂંક સમયમાં ખરાબ કરી નાંખે છે અને બેશ કવરને ચોખ્ખા રાખવા ખરા અર્થમાં માથાનો દુખાવો બની જાય છે. તેમ છતાં આપણને તે ગમે છે.

8. ભાગ્યેજ જોવા મળે છે સ્પોર્ટી કાર્સ

8. ભાગ્યેજ જોવા મળે છે સ્પોર્ટી કાર્સ

તેની પાછળનું કારણ આપણા રસ્તાઓ છે. આપણે ત્યાં બધા જ લોકો દ્વારા તેનો ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે, તેથી આપણા વ્હીકલ્સ વિશ્વના બેસ્ટ હેન્ડલિંગ ગણાતા નથી, પરંતુ સામાન્ય રીતે તેમને કમ્ફર્ટેબલ રાઇડ માટે બનાવવામાં આવે છે.

9. નાના વ્હીલ ટેન્ડ

9. નાના વ્હીલ ટેન્ડ

આપણે ભાગ્યેજ કોઇ કારમાં મોટા વ્હીલ્સ ટેન્ડ જોઇશું ભારતના રસ્તા એ પ્રકારના હોય છે જો મોટા વ્હીલ્સ અથવા લો પ્રોફાઇલ ટાયર્સ હોય તે આ રસ્તાઓ પર ચાલી શકતા નથી અને જો મોટા એલોય વ્હીલ હોય તો અચાનક આવેલા સ્પીડ બ્રેકર્સ અથવા તો આંચકાઓ આવવાથી તૂટી જવાનો ખતરો રહે છે. તેથી ભારતમાં નાના એલોયનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં લોન્ચ થયેલી ટાટા ઝેસ્ટ કોમ્પેક્ટ સેડાનમાં 15 ઇન્ચના એલોય છે.

10. પોતાનો વજન ઉચકી શકનારી કાર

10. પોતાનો વજન ઉચકી શકનારી કાર

ઇન્ટિરીયર સ્પેસ ભારતીય કાર ખરીદનારાઓમાં ઘણું મહત્વ ધરાવે છે. અને તેના જ કારણે દરેક કાર નિર્માતાઓ કેબિનમાં જેટલું ઇન્ટિરીયર્સ આપી શકાય તે આપવાનો પ્રયાસ કરે છે. આપણા ભારે ટ્રાફિકને કારણે તથા ઘણીવાર શેફર(ડ્રાઈવર) કાર ચલાવતો હોવાને કારણે એન્જીનિયરે અનેકવાર કારના અંદરના પેકેજિંગ અંગે વિચારવું જોઈએ. ભારતમાં મોટો પરિવાર હોય તો પણ તે માત્ર નાની કાર ખરીદી શકે છે, જેમ કે વેગનઆર. અને કારમાં છ અથવા સાત લોકોને આરામથી બેસાડવામાં આવે છે. તેથી કારમાં સ્પેશની માંગ રહે છે.


English summary
we've picked out ten of those qualities that separate our cars from the rest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X