• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાના આ શહેરોમાં કોઇ કાર જ નથી ચલાવતું

|

તમે આ લેખનું ટાઇટલ બરાબર જ વાંચ્યું છે અમે આજે તમને દુનિયાભરના એવો શહેરો બતાવીશું જ્યાં કાર ચલાવા પર છે પ્રતિબંધ.

વિશ્વભરમાં પેટ્રોલની તંગી, વધી રહેલું પ્રદૂષણ, ટ્રાફિકની સમસ્યાઓ પર કાબુ મેળવવા માટે કેટલાક દેશોએ આ નવીન પહેલ કરી છે. અમુક શહેરામાં કાર પર આશિંક પ્રતિબંધ લગાવામાં આવ્યો છે તો કેટલીક જગ્યાઓ પર સંપૂર્ણ પણે કાર પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.

તો ચલો આ સુંદર શહેરોના ફોટો અમે તમને આ બતાવીએ જે છે કારમુક્ત શહેર..

સાર્ક આઇલેન્ડ

સાર્ક આઇલેન્ડ

સ્થાન- ઇગ્લિંશ ચૈનલ

આ નાનકડા આઇલેન્ડ પર માત્ર ધોડાગાડી, સાયકલ અને ટ્રેક્ટર ચલાવાની અનુમતિ છે. જો કે ધરડા લોકો માટે બેટરીથી ચાલતા વાહનોને ચલાવાની અનુમતી આપવામાં આવી છે. વધુમાં, અહીં તો એરપોર્ટ પણ નથી. અને સમાન અને યાત્રીઓને અહીં બોટ પરિવહન કરે છે.

2. મૈડ્રિડ

2. મૈડ્રિડ

સ્થાન: સ્પેન

મૈડ્રિડમાં કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. એટલું જ નહીં સરકારે આવનારા પાંચ વર્ષોમાં અનેક વિસ્તારને કાર ફ્રી વિસ્તાર બનાવી દેવાની છે. વધુમાં જો તમે આ વિસ્તારોમાં કાર ચલાવતા પકડાઇ ગયા તો તમારે 100 યૂએસડી સુધીનો દંડ ભરવો પડશે. આ ઉપરાંત અહીંની વ્યસ્ત સડકોને પગપાળા ચાલી શકાય તેવી પણ બનાવામાં આવી છે.

પેરિસ

પેરિસ

સ્થાન- ફ્રાંસ

આ દુનિયાની એક એવી જગ્યા છે જ્યાંનો મેયર સાયકલની લેનને ડબલ કરવાની યોજના બનાવામાં વ્યસ્ત છે. અહીં ડિઝલ કાર પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. અને માત્ર થોડાક રસ્તા પર જ ઇલેક્ટ્રોનિક કાર ચલાવા દેવાય છે. એટલું જ નહીં ખાલી વિકએન્ડ પર જ અહીં તમે તમારી કારનો ઉપયોગ કરી શકો છો. ત્યારે હવે અહીંના લોકો જેની પાસે કાર છે તે તેને વેચવા કાઢી રહ્યા છે.

ચેંગડૂ

ચેંગડૂ

સ્થાન- ચીન

ચાઇનાના આ શહેરની ડિઝાઇનની પાછળ શિકાગોના આર્કિટેક એડ્રિન સ્મિથ અને ગોર્ડોન ગિલનો હાથ છે જેમણે આ શહેરને તેવી રીતે બનાવ્યું છે, કે અહીં તમારે કાર ચલાવાની જરૂર જ ના પડે. અહીં તમે શહેરની કોઇ પણ જગ્યાએ માત્ર 15 મિનિટમાં પહોંચી શકો છો. જો કે આ પ્રોજેક્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે અને વર્ષ 2020 બાદ જ આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવે તેવી આશા સેવાઇ રહી છે.

હેમબર્ગ

હેમબર્ગ

સ્થાન- જર્મની

જર્મનીનું બીજું સૌથી મોટું શહેર છે હેમબર્ગ. જે હાલ સ્થાનિક લોકોને ચાલવા અને ડ્રાઇવીંગ છોડવા માટે પ્રેરિત કરી રહ્યું છે. અહીં "ગ્રીન નેટવર્ક પ્રોજેક્ટ" હેઠળ શહેરના મહત્વના વિસ્તારોને એક બીજાથી જોડવામાં આવી રહ્યા છે. જેથી નાગરિકો અહીં સાયકલ અને પગપાળા ચાલીને જઇ શકે. આ પ્રોજેક્ટ 15 થી 20 વર્ષમાં પૂરો થવાની આશા છે.

હેલસિંકી

હેલસિંકી

સ્થાન- ફિનલેન્ડ

હેલસિંકીમાં મોટા ભાગના લોકો જ કારના નામનો નનૈયો ભરે છે. આ શહેરનો ઉદ્દેશ જ તે છે સડકો ચાલવા માટે વધુ સુયોગ્ય બને અને વધુને વધુ સાર્વજર્નિક પરિવહનોનો ઉપયોગ થાય. એટલું જ નહીં અહીં સીટી મોબિલિટી ઓન ડિમાન્ડ સર્વિસ અને એક નવા એપનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે જેથી તમે શેરીંગ કરીને કાર, બાઇક કે ટેક્સીમાં એક સ્થળેથી બીજે સ્થળે જાઇ શકો.

મિલાન

મિલાન

સ્થાન- ઇટલી

મિલાનમાં લોકો કારનો ઉપયોગ ઓછા કરે તે માટે એક સરસ પ્રયોગ ત્યાંની સરકારે હાથ પર લીધો છે. જો કોઇ વ્યક્તિ તેની કાર ઘરે છોડીને આવે તો તેને ફ્રી સાર્વજનિક પરિવહન વાઉચર આપવામાં આવે છે. જેથી તે સાર્વજનિક બસ કે ટ્રેનમાં બેસી એક સ્થળેથી બીજી જગ્યાએ જઇ શકે.

કોપેનહેગન

કોપેનહેગન

સ્થાન- ડેનમાર્ક

કોપેનહેગનમાં 200થી વધારે માઇલેજવાળો રોડ, લેન બાઇક માટે બનાવામાં આવ્યો છે. એટલું જ નહીં અહીં બાઇકો માટે સુપર હાઇવે બનાવામાં આવ્યો છે. અહીંના મોટાભાગના લોકો તમામ કામો માટે બાઇકનો જ ઉપયોગ કરે છે. એટલું જ નહીં અહીં ચાલીને જતા લોકો માટે ખાસ ક્ષેત્ર બનાવામાં આવ્યું છે. યુરોપના આ શહેરમાં ખૂબ જ ઓછા લોકો પાસે કાર છે.

મૈકઇનક આઇલેન્ડ

મૈકઇનક આઇલેન્ડ

સ્થાન- યુએસએ

આ નાનકડા આઇલેન્ડની જનસંખ્યા લગભગ 600 લોકો છે. અહીં વર્ષ 1898થી જ વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. માત્ર કેટલીક જગ્યાએ જ સ્નોમોબાઇલ અને આપાતકાલીન વહાનોને ચલાવા દેવામાં આવે છે. વધુમાં પરિવહન માટે અહીં સાયકલ, ધોડા અને પગપાળા જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ધ મેડિના ઓફ ફેસ-અલ-બાલી

ધ મેડિના ઓફ ફેસ-અલ-બાલી

સ્થાન- મોરક્કો

દ મેડિના ઓફ ફેસ-અલ-બાલી વિશ્વનું સૌથી મોટું કાર મુક્ત શહેર છે. જો કે અહીં કારમુક્તીનું મુખ્ય કારણ શહેરની સાંકડી સડકો છે. આ શહેરમાં કેટલીક સડકો એટલી સાંકડી છે કે બાઇક પણ ના જઇ શકે. નોંધનીય છે કે અહીંની જનસંખ્યા 156,000 છે. જે મોટે ભાગે પગપાળા જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.

હાયડ્રા, સરોનિક આયલેન્ડ

હાયડ્રા, સરોનિક આયલેન્ડ

સ્થાન- ગ્રીસ

ગ્રીસના સરોનિક આઇલેન્ડના હાયડ્રા શહેરમાં કચરાના ટ્રક સિવાય અન્ય કોઇ પણ વહાનના પ્રવેશને અનુમતિ નથી. અહીં પરિવહન ધોડો, ગધેડાની બગ્ગી અને પાણીની નાવ પર જ વપરાય છે.વધુમાં આ એટલી નાની જગ્યા છે કે લોકો અહીં ચાલીને બધે જાય છે.

લા કમ્બ્રેસિટા

લા કમ્બ્રેસિટા

સ્થાન- આર્જેન્ટિના

જો તમારે કમ્બ્રેસિટામાં કોઇ જગ્યાએ જવું હોય તો તમારી પાસે પગપાળા જવા સિવાય કોઇ ઓપ્શન જ નથી. અહીંના મુખ્ય પ્રવેશદ્વાર પર મોટું પાર્કિંગ છે જ્યાં તમારે ગાડી છોડી પગપાળા જ અંદર આવવું પડે છે. ઇકો ટૂરીઝમના કોન્સેપ્ટ હેઠળ અહીં નાના અને પથ્થરથી બનાવેલા રસ્તાઓ છે. જ્યાં પગપાળા ચાલવાની જ અનુમતિ છે.

લામૂ આઇલેન્ડ

લામૂ આઇલેન્ડ

સ્થાન-કેન્યા

લામૂ આઇલેન્ડ, એક સમયે ગુલામોના વેપાર માટે જાણીતો હતો ત્યાં વાહનોને ચલાવા પર પ્રતિબંધ છે. અહીં 3000 થી પણ વધારે ગધેડા છે જે અહીંની પરિવહનની જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાય છે.

વેનિસ

વેનિસ

સ્થાન- ઇટલી

વેનિસ યુરોપનું સૌથી મોટું કાર મુક્ત શહેર છે. અહીં નાવથી કે પગપાળા ચાલીને જ પરિવહન કરવામાં આવે છે. વેનિસમાં લગભગ 400 બ્રિઝ બનાવામાં આવ્યા છે જે 118 જેટલા નાના મોટા આઇલેન્ડને એકબીજાથી જોડે છે.

English summary
Car-free cities around the world. These cities either do not allow cars in the city or working towards making them car-free.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more