આવી ગઇ ટોયોટા હાઇબ્રિડ કેમરી, કિંમત 29.75 લાખ
ભારતીય ઓટો બજાર પર વિશ્વ ભરની કાર નિર્માતા કંપનીઓની નજર ટકેલી છે. એકથી એક શાનદાર કાર રજૂ કરનારી જાપાનની પ્રમુખ કાર નિર્માતા કંપની ટોયોટાએ ભારતમાં પોતાની બહુપ્રતિક્ષિત કાર ટોયોટા કૈમરી હાઇબ્રિડને રજૂ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં પોતાની આ નવી હાઇબ્રિડ કૈમરીની કિંમત 29,75,000/- રૂપિયા(એક્સ શોરૂમ દિલ્હી) નક્કી કરી છે.
તમને જણાવી દઇએ ટોયોટા કૈમરી હાઇબ્રિડ દેશની પહેલી સ્થાનિક નિર્મિત હાઇબ્રિડ કાર છે. આ પહેલા ટોયોટાએ જ પોતાની પહેલી હાઇબ્રિડ કાર પ્રોયસનું વેચાણ દેશમાં ગત વર્ષ 2008થી કરી છે. ટોયોટા પ્રોયસ વિશ્વની સૌથી વધુ વેચાયેલી હાઇબ્રિડ કાર છે. ટોયોટા કૈમરી હાઇબ્રિડની સાથે જ દેશમાં હાઇબ્રિડ કાર્સના લાઇન અપને જોરદાર બળ મળશે.

ટોયોટા હાઇબ્રિડની સૌથી ખાસ વાત તેના લક્ઝરી અનુભવની સાથે શાનદાર માઇલેજ છે. જી હાં, કંપનીએ દાવો કર્યો છે કે હાઇબ્રિડ ટોયોટા 19.16 કિમી પ્રતિલીટરનું માઇલેજ આપે છે. કંપનીએ ટોયોટા કૈમરી હાઇબ્રિડમાં શાનદાર ગ્રીલ અને આકર્ષક ગ્લોવિંગ લોગોનો પ્રયોગ કર્યો છે. જે રાત્રીના સમયે બ્લુ લાઇટથી તેને વધુ શાનદાર લુક પ્રદાન કરે છે.












Click it and Unblock the Notifications
