For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 મોડલ સાથે ભારતમાં બ્રિટિશ બાઇકની એન્ટ્રી

By Super
|
Google Oneindia Gujarati News

ટ્રાઇંફ મોટરસાઇકલ દ્વારા અધિકૃત રીતે જાહેર કરી દેવામાં આવ્યું છેકે તે ભારતની વાટ પકડી રહ્યું છે. ભારતીય ઓટો મોબાઇલ સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે કંપની દ્વારા 10 નવી બાઇક લોન્ચ કરવામાં આવી છે. બ્રિટિશ મોટરસાઇકલ કંપની દ્વારા ભારતમાં શાનદાર એન્ટ્રી કરવામા આવી છે, પરંતુ તેના છ મોડલ સ્થાનિક લેવલે એસેમ્બલ કરવામાં આવશે જ્યારે અન્ય મોડલને બિલ્ટ અપ યુનિટ દ્વારા લાવવામાં આવશે.

જ્યારે ટ્રાઇંફ મોટી એન્ટ્રી મારી રહ્યું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, શું તે ભારત પર પોતાનો જાદૂ ચલાવી શકશે અને ભારતમાં મોટું માર્કેટ ઉભૂ કરી શકશે. એ તો જોવાનું રહ્યું પરંતુ કંપની દ્વારા જે પ્રકારની કિંમત સાથે બાઇકને રજુ કરવામાં આવશે તેટલી કિંમતમાં બાઇક રજુ કરવામાં આવી નથી.

બાઇકની કિંમત અંગે વાત કરવામાં આવે તો ટ્રાઇંફની સૌથી સસ્તી બાઇકની કિંમત 5.7 લાખ અને મોંઘી બાઇક 20 લાખ સુધીની છે. તેમજ મધ્યમ બાઇકની કિંમત 11.4 લાખની આસપાસ છે. જ્યારે ભારતીય બજારમાં લોકપ્રિય થઇ શકે તે બાઇક ટ્રાઇંફ સ્ટ્રીટ ત્રીપલની કિંમત 7.5 લાખ રૂપિયા છે. ટ્રાઇંફ દ્વારા પોતાની બાઇકનું એસેમ્બલિંગ હરિયાણાના માનેસર ખાતે કરવામાં આવશે અને તેની ડીલરશીપ દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં આપવામાં આવી છે. આવતા વર્ષે તેનું ડીલર નેટવર્ક કોલકતા, પુણે, અમદાવાદ, ચંદીગઢ, જયપુર, ચેન્નાઇ, કોચિન અને ગોવામાં આપવામાં આવશે. તો ચાલો તસવીરો થકી જાણીએ ટ્રાઇંફની બાઇક અને તેની કિંમતને.

ટ્રાઇંફ બોન્નેવિલે

ટ્રાઇંફ બોન્નેવિલે

કિંમતઃ- 5.7 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 865cc, 68 PS @ 7500 rpm અને 68 Nm @ 5800 rpm

ટ્રાઇંફ બોન્નેવિલે T100

ટ્રાઇંફ બોન્નેવિલે T100

કિંમતઃ- 6.6 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 865cc, 68 PS @ 7500 rpm અને 68 Nm @ 5800 rpm

ટ્રાઇંફ ડાયટોના 675R

ટ્રાઇંફ ડાયટોના 675R

કિંમતઃ- 11.4 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 675cc, 128 PS @ 12500 rpm અને 75 Nm @ 11900 rpm

ટ્રાઇંફ સ્ટ્રીટ ત્રીપલ

ટ્રાઇંફ સ્ટ્રીટ ત્રીપલ

કિંમતઃ- 7.5 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 675cc, 106 PS @ 11850 rpm અને 98 Nm @ 9750 rpm

ટ્રાઇંફ સ્પીડ ત્રીપલ

ટ્રાઇંફ સ્પીડ ત્રીપલ

કિંમતઃ- 10.4 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 1050cc, 135 ps @ 9400 rpm અને 111 Nm @ 7750 rpm

ટ્રાઇંફ થ્રુક્સ્ટોન

ટ્રાઇંફ થ્રુક્સ્ટોન

કિંમતઃ- 6.7 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 865cc, 69 PS @ 7400 rpm અને 69 Nm @ 5800 rpm

ટ્રાઇંફ રોકેટ III રોડસ્ટાર

ટ્રાઇંફ રોકેટ III રોડસ્ટાર

કિંમતઃ- 20 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 2294cc, 148 PS @ 5750 rpm અને 221 Nm @ 2750 rpm

ટ્રાઇંફ ટાઇગર એક્સપ્લોરર

ટ્રાઇંફ ટાઇગર એક્સપ્લોરર

કિંમતઃ- 17.9 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 1215 cc, 137 PS @ 9300 rpm અને 121 Nm @ 6400 rpm

ટ્રાઇંફ ટાઇગર 800 XC

ટ્રાઇંફ ટાઇગર 800 XC

કિંમતઃ- 12 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 95 PS @ 9300 rpm અને 79 Nm @ 7850 rpm

ટ્રાઇંફ થંડરબર્ડ સ્ટ્રોમ

ટ્રાઇંફ થંડરબર્ડ સ્ટ્રોમ

કિંમતઃ- 12.499 લાખ
એન્જીન અને પરફોર્મન્સઃ- 1699cc, 98 PS @ 5200 rpm અને 156 Nm @ 2950 rpm

English summary
Triumph Motorcycles has officially arrived in India, with the launch of a total 10 new models. That's right, the British motorcycle maker has brought almost its entire lineup, but only 6 of these will be assembled locally, while the remaining four will arrive through the Completely Built up Unit (CBU) route.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X