For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે ખરીદીએ સફેદ રંગની કાર?

|
Google Oneindia Gujarati News

આપણે બધા રંગોને લઇને ઘણા જ ચૂઝી હોઇએ છીએ, જેમ કે ઘરની દિવાલનો રંગ, કપડાં અથવા તો કારનો રંગ. દરેક બાબતે આપણે એ જ રંગને પસંદ કરીએ છીએ, જે આપણી આખો સાથે આપણી પર્સનાલિટીને પણ શૂટ કરે. જ્યારે તમે કોઇ કાર ખરીદો છો તો વિચારો છો કે તમારા મત સાથે અન્યોનો મત પણ સામેલ થાય. જો તમને પૂછવામાં આવે કે તમને સૌથી વધુ કયા રંગની કાર પસંદ છે, તો તમારો જવાબ કઇપણ હોઇ શકે છે.

પરંતુ શું તમે જાણો છો કે, વિશ્વ ભરમાં કાર્સના મામલો સૌથી વધું કયા રંગને પસંદ કરવામાં આવે છે. જો ના તો, ચાલો તમને જણાવીએ. વિશ્વ ભરમાં કાર શૌખીન સૌથી વધારે સફેદ રંગ પસંદ કરે છે. અમેરિકાની એક ખાનગી સંસ્થા ડૂપાન્ટ ગ્લોબલ ઓટોમોટિવના એક સર્વેક્ષણ અનુસાર ઉત્તર અમેરિકા, જાપાન અને ભારતમાં સૌથી વધારે સફેદ, કાળો અને સિલ્વર રંગની કારને પસંદ કરવામાં આવે છે.

તમે વિચારી રહ્યા હશો કે આખરે આવું કેમ. તો ચાલો અમે તેમને તસવીરોના માધ્યમથી જણાવીએ કે, આખરે સૌથી વધારે સફેદ રંગની કારને જ કેમ પસંદ કરવામાં આવે છે.

ખાસ લોકપ્રીય

ખાસ લોકપ્રીય

સફેદ રગં કાર્સના મામલે ઘણી લોકપ્રીય છે, આ રંગ એવો છે કે દરેક મોડલ પર સારો લાગે છે, પછી તે હેચબેક કાર હોય અથવા તો સિડાન કે પછી એસયુવી. આ જ કારણ છે કે લોકો સફેદ રંગની કારને વધારે પ્રાથમિકતા આપે છે. આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો શા માટે સફેદ રંગ છે ખાસ.

ક્લાસિક લૂક

ક્લાસિક લૂક

સફેદ કાર એક શાનદાર અને ક્લાસિક લૂક આપે છે, જેના પર સમયની કોઇ અસર પડતી નથી. ઘાટા રંગની કરા સમયની સાથે ફેડ થઇ જાય છે, પરંતુ સફેદ રંગની કાર દરેક મોસમ અને લાંબા સમય સુધી સારો રહે છે.

એક લક્ઝરી અહેસાસ

એક લક્ઝરી અહેસાસ

સફેદ રંગની કાર એક લક્ઝરી અહેસાસ કરાવે છે, એટલું જ નહીં જો તમે તમારી સફેદ રંગની કાર વેચો છો તે અન્ય રંગની સરખામણીએ તમને વધારે રીસેલ વેલ્યુ મળે છે.

સફેદ રંગની એક વિશેષતા

સફેદ રંગની એક વિશેષતા

સફેદ રંગની કારની એક વિશેષતા એ હોય છે કે, ગરમીમાં પણ તે કૂલ રહે છે. ઘાટા રંગની કાર સૂર્યના પ્રકાશથી વધારે ગરમ થઇ જાય છે, પરંતુ સફેદ રંગની કાર સાથે તેવું થતું નથી.

સુરક્ષાના મામલે પણ ઘણી સારી

સુરક્ષાના મામલે પણ ઘણી સારી

સુરક્ષાના મામલે પણ સફેદ રંગની કાર ઘણી સારી છે. સફેદ કાર રાત્રે સહેલાયથી જોઇ શકાય છે, ઉપરાંત રાત્રે કારની લાઇટ્સ, ઇન્ડિકેટર્સ વિગેરે પણ રંગોના મામલે સારા દેખાય છે.

એક વાર વોશ કર્યા બાદ દેખાય છે નવી

એક વાર વોશ કર્યા બાદ દેખાય છે નવી

સફેદ રંગની કાર એકવાર વોશ કર્યા પછી ફરીથી નવી કાર જેવી લાગવા માંડે છે. જો કે, તેને ક્લીન રાખવી થોડી મુશ્કેલ હોય છે, પરંતુ સાફ વ્હાઇટ કારની પોતાની એક અલગ મજા છે.

દરેકને પડે છે પસંદ

દરેકને પડે છે પસંદ

સફેદ રંગની કાર લગભગ દરેકને પસંદ પડે છે. પછી તે મહિલા હોય કે પુરુષ. હવે વાહન નિર્માતા વ્હાઇટ કલરને પણ અનેક વેરાયટીમાં રજૂ કરે છે.

English summary
White is a popular color for cars worldwide.There are many reasons why this is so, but ultimately each car buyer has his or her own reasons for selecting a specific hue. Check out in pictures, why you should buy a white color car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X