For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે વિશ્વની સૌથી મોંઘી હરાજી થયેલી કાર્સ

By Super
|
Google Oneindia Gujarati News

કાર્સની દૂનિયા પણ અજબ ગજબ હોય છે. દરેક માનવી ઘણા પ્રેમ અને શોખ સાથે પોતાના ઘરમાં પહેલી કાર લાવે છે અને ઇચ્છે કે તે હંમેશા તેનો સાથ નિભાવે. જો કે, દૂનિયામાં દરરોજ એકથી એક શાનદાર કાર રજૂ થતી રહે છે, સાથે જ લોકોનો શોખ અને દ્રષ્ટિ પણ બદલાતી રહે છે. સમયની સાથે દરેક વસ્તુ જૂની થતી જાય છે અને આજકાલ તો જૂની વસ્તુઓની કિંમત પણ આસમાને પહોંચી રહી છે.

કારણ કે, વિશ્વભરમાં એન્ટિક વસ્તુઓના શોખિનોની ઉણપ નથી. તેઓ આવી વસ્તુઓને પોતાની પાસે રાખવી તેને એક શાન સમજે છે અને તેને તે કોઇપણ કિંમતે હાંસલ કરવા માગે છે. આવું જ કંઇક વિશ્વની શાનદાર કાર્સ સાથે પણ છે. કાર પ્રેમીઓના મનમાં પણ હંમેશા મનપસંદ કાર ખરીદવાની લાલસા હોય છે, પછી તેની ગમે તેટલી કિંમત કેમ ના હોય. આજે અમે તમને અહી વિશ્વની કેટલીક જૂની રંતુ સૌથી મોંઘી વેચાયેલી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ.

આ કાર્સને જોઇને તમે એમ જ કહેશો કે, વૃદ્ધ હાથી પણ નવ લાખનો. જી હાં, ઉમરની દ્રષ્ટિએ આ કાર ભલે ગમે તેટલી જૂની કેમ ના હોય પરંતુ પોતાના શાનદાર લૂક અને ખાસ ઇતિહાસના કારણે આ કાર્સની કિંમત વધી ગઇ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ વિશ્વની જૂની પરંતુ સૌથી મોંઘી વેચાયેલી કાર્સ અંગે.

1931ની બુગાટી રોયલ ટાઇપ 41 કેલ્નેર કોપ

1931ની બુગાટી રોયલ ટાઇપ 41 કેલ્નેર કોપ

નવેમ્બર 1987માં લંડન ખાતે 9,800,000 ડોલરમાં હરાજી કરાઇ

ફરારી તેસ્તા રોસા 1957

ફરારી તેસ્તા રોસા 1957

1957 ફરારી તેસ્તા રોસાની હરાજી 16.4 મિલિયન ડોલરમાં કરવામાં આવી હતી.

1937 મર્સડિઝ બેન્ઝ 540 કે

1937 મર્સડિઝ બેન્ઝ 540 કે

1937 મર્સડિઝ બેન્ઝ 540 કે સ્પેશિયલ રોડસ્ટેરની હરાજી ઓક્ટોબર 2007માં લંડન ખાતે 8.252,000 ડોલરમાં કરવામાં આવી હતી

ફેરારી 250 જીટી એસડબલ્યુબી કેલિફોર્નિયા સ્પાડર

ફેરારી 250 જીટી એસડબલ્યુબી કેલિફોર્નિયા સ્પાડર

1961 ફેરારી 250 જીટી એસડબલ્યુબી કેલિફોર્નિયા સ્પાડરની હરાજી 10,894,900 ડોલર કરવામાં આવી હતી.

ફોર્ડ જીટી40 રેસ કાર

ફોર્ડ જીટી40 રેસ કાર

1960 ફોર્ડ જીટી 40 રેસ કારે હરાજીમાં 11 મિલિયન ડોલર કમાયા હતા.

 ડુસેનબેર્ગ મોડલ જ મુર્ફી-બોડીડ કોપ

ડુસેનબેર્ગ મોડલ જ મુર્ફી-બોડીડ કોપ

1931 ડુસેનબેર્ગ મોડલ જ મુર્ફી-બોડીડ કોપની 10,340,000 ડોલરમાં હરાજી થઇ હતી.

ફરારી 330 ટીઆરઆઇ એલએમ તેસ્તા રોસા

ફરારી 330 ટીઆરઆઇ એલએમ તેસ્તા રોસા

1962 ફરારી 330 ટીઆરઆઇ એલએમ તેસ્તા રોસા 9,281,250 ડોલરમાં હરાજી થઇ હતી.

બુગાટી 57એસસી એટ્લાન્ટિક

બુગાટી 57એસસી એટ્લાન્ટિક

1936 બુગાટી 57એસસી એટ્લાન્ટિકની હરાજી 30 મિલિયન ડોલરમાં કરવામાં આવી હતી.

ફરારી 410 સુપરઅમેરિકા સ્કાગ્લિએટી કોપ

ફરારી 410 સુપરઅમેરિકા સ્કાગ્લિએટી કોપ

1957 ફરારી 410 સુપરઅમેરિકા સ્કાગ્લિએટી કોપની 1,815,000 ડોલરમા હરાજી કરવામાં આવી હતી.

English summary
Most Expensive Cars - So which are the most expensive cars? We look at the most expensive cars sold at an auction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X