જોઇને દંગ રહી જશો, વિશ્વની સૌથી મોટી બાઇક અને નાની કાર
વિશ્વ ભરમાં અજૂબાઓની અછત નથી, જી હા, અવાર નવાર કંઇક ને કંઇક એવું આશ્ચર્યજનક આપણી સાવે આવતું રહે છે, જે આપણને વિચારવા માટે મજબૂર કરી મુકે છે. આ વખતે અમે તમારા માટે કંઇક એવું જ લઇને આવ્યા છીએ. શું તમે ક્યારેય વિશ્વની સૌથી મોટી મોટરસાઇલક અથવા તો સૌથી નાની કારને જોઇ છે.
જો તમે ના જોઇ હોય તો અમે તમને જણાવીશું. વિશ્વની સૌથી મોટી બાઇક જેનો આકાર જોઇને તમે દંગ રહી જશો, તો બીજી તરફ વિશ્વની સૌથી નાની કાર, જેમાં બેસતા પહેલાં તમે સો વખત વિચારશો. એટલું જ નહીં, સૌથી મહત્વની વાત છે કે, આ કોઇ કોન્સેપ્ટ નથી, પરંતુ આ બાઇક અને કાર બન્ને રસ્તા પર વિહરે છે.
પોતાના આ ખાસ આકાર અને શાનદાર ટેક્નિકના કારણે આ બન્ને વાહનોએ ગીનીઝ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે, તો ચાલો તસવીરો અને વીડિયો થકી જોઇએ વિશ્વની આ બન્ને શાનદાર કલાકારીને.

આ છે વિશ્વની સૌથી મોટી બાઇક
આ છે વિશ્વની સૌથી મોટી બાઇક, ઇસાકે ટેક્સાસમાં રહેતા ફેબિયો રેગિયાનીએ તૈયાર કરી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી બાઇકને જોઇને તમે દંગ રહી જશો.

બાઇકમાં ઉપયોગમાં લેવામાં આવેલું એન્જીન
ફેબિયોએ આ બાઇકમાં 5.8 લીટરની ક્ષમતાના વી8 એન્જીનનો ઉપયોગ કર્યો છે. જે બાઇકને 280 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે. આટલી મોટી બાઇકને ચલાવવા માટે હેવી એન્જીનની જરૂર તો પડે જ એ સ્વાભાવિક છે.

કુલ ચાર ગીયરનો ઉપયોગ
આ બાઇકમાં કુલ ચાર ગીયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ ગીયર આગળની તરફ અને એક ગીયર પાછળની તરફ પાડવામાં આવે છે.

બાઇકની ઉંચાઇ
આ બાઇકની ઉંચાઇ કુલ 16 ફૂટ અને 8.76 ઇન્ચ છે. આ ઉપરાંત તેની લંબાઇ 394.88 ઇંચ છે. વિશ્વની સૌથી મોટી બાઇકની પહોળાઇ 98 ઇન્ચ છે. આગળ બાઇકનો વીડિયો જોવાનું ના ભૂલતા.
બાઇકનો વીડિયો
આ છે આ શાનદાર મોટી બાઇકનો વીડિયો. આગળ ક્લીક કરીને જૂઓ વિશ્વની સૌથી નાની કારને.

વિશ્વની સૌથી નાની કાર
આ છે વિશ્વની સૌથી નાના રોડ લિગલ કા. રોડ લિગલ કહેવાનો અર્થ એ છે કે તેને વાસ્તવિકતામાં રોડ પર સહેલાયથી ચલાવી શકાય છે. તેનું નિર્માણ ટેક્સાસમાં રહેતા આસ્ટિન કોલ્સને કર્યું છે.

મિલેટ્રી જીપની પ્રેરિત
કોલ્સન વ્યવસાયે એક કસ્ટમ કાર બિલ્ડર છે. આ નાની કારને તેમણે એક મિલેટ્રી જીપથી પ્રેરિત થઇને બનાવી છે. દેખાવે આ જીપ ભલે નાની લાગે પરંતુ કોલ્સને આ જીપ પર એવી નંબર પ્લેટ લગાવી છે, જે તેને મોટી બનાવે છે. આ નંબર પ્લેટ પર લખવામાં આવ્યું છે, ‘IM BIG' એટલે કે હું મોટો છું.

કારને રોડ પર ચલાવીને બધાને ચોંકાવી દીધા
કોલ્સને જાતે જ આ જીપમાં બેસીને વિશ્વની સામે તેને રોડ પર એક સામાન્ય કારની જેમ ચલાવી બધાને ચોંકાવી દીધા હતા.

માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે
જો કે, આ કારમાં માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે અને તે પણ એક નાની ટોય કારની જેમ.

જીપની ઉંચાઇ
આ જીપની ઉંચાઇ માત્ર 25 ઇન્ચ છે, આ ઉપરાતં તેની પહોળાઇ 2 ફૂટ અને 1.75 ઇન્ચ છે. આ કારની લંબાઇ 4 ફૂટ અને 1.75 ઇન્ચ છે. જે તેને વિશ્વની સૌથી નાની કાર બનાવે છે. આગળ આ કારનો શાનદાર વીડિયો જોવાનું ના ભૂલતા.
નાની કારનો વીડિયો
આ છે એ શાનદાર વીડિયો, જેમાં વિશ્વની સૌથી નાની કારને રોડ પર દોડતી દર્શાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
