For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કાર્સની Beauty અને Speedની કાયલ છે દુનિયા

|
Google Oneindia Gujarati News

એ વાતમાં જરા પણ બે મત નથી કે આજે કાર્સને લક્ઝરી સિમ્બોલ તરીકે જોવામાં આવે છે અને પોતાની વૈભવતાને દર્શાવવા માટે વૈભવી જીવનશૈલી જીવતા લોકો લક્ઝરી કાર પોતાના આંગણે શોભાવતા હોય છે. જો કે, વિશ્વમાં કેટલીક એવી પણ લક્ઝરી કાર્સ છે કે જેને પોતાના આંગણાની શોભા બનાવવી હર કોઇના બસની વાત નથી, છતાં પણ તેમના મનમાં એ કારને ખરીદવાનું સ્વપ્ન ક્યાંકને ક્યાંક જીવીત હોય છે, જેમાં કારની ઝડપ, દેખાવ, ફીચર્સ અને સ્પેશિફિકેશન વધું મહત્વ ધરાવતા હોય છે.

મિલિયન ડોલર્સની કિંમત ધરાવતી આવી જ કેટલીક કાર્સ કે જેમની ગણના વિશ્વની સૌથી વધુ સુંદર કાર્સની યાદીમાં કરવામાં આવી રહી છે, તેમની નાની અમથી યાદી અમે અહીં આપવા જઇ રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી આ યાદીમાં કંઇ કંપનીની કઇ કારનો સમાવેશ કરવામાં આવ્યો છે, તે જોઇએ.

કોઈનીસેગ્ગ અગેરા આર

કોઈનીસેગ્ગ અગેરા આર

કોઈનીસેગ્ગ અગેરા આર (Koenigsegg Agera R) આ કારને પાવર અને બ્યૂટીના સિમ્બોલ તરીકે જોવામાં આવે છે. આ કારની સ્પીડ 440 કિમી પ્રતિ કલાકની છે અને આ કારને પણ બુગાટીની વેયરોન સુપર સ્પોર્ટ કારની જેમ વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ કાર તરીકે ઓળખવામાં આવે છે.

બુગાટી વેયરોન સુપર સ્પોર્ટ

બુગાટી વેયરોન સુપર સ્પોર્ટ

બુગાટી વેયરોન સુપર સ્પોર્ટને હાલ વિશ્વની સૌથી ખર્ચાળ કાર માનવામાં આવે છે. તેમજ આ કાર વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ કારમાની એક છે. આ કારની સ્પીડ 431.07 પ્રતિ કલાકની છે અને તે તેની રફતાર માત્ર 2.5 સેકન્ડમાં નક્કી કરી લે છે. આ કારની કિંમત 2.8 મિલિયન યુરોની આસપાસ અંકાય છે.

ફેરારી એન્ઝો

ફેરારી એન્ઝો

ફેરારીની આ કારને માર્વેલસ પીસ ઓફ આર્ટનું હોનર પણ આપવામાં આવ્યું છે. આ કાર તેના દેખાવ અને ફીચર્સના કારણે પણ ઘણી જાણીતી છે. સ્પીડની વાત કરવામાં આવે તો આ કાર 350 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે અને આ કાર 3.14 સેકન્ડમાં 100 કિમીની ઝડપ પકડવા માટે સક્ષમ છે. અત્યારસુધીમાં આ કારના 399 યુનિટ જ પ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. આ કારની કિંમત 1 મિલિયન ડોલરની આસપાસ છે.

પાગાની ઝોન્ડા સિનક

પાગાની ઝોન્ડા સિનક

પાગાની પોતાની એક્સક્લુસિવિટી માટે જાણીતી છે અને ઝોન્ડા સિનક પણ તેમાની એક છે, કંપનીએ આ કારના પાંચ યુનિટ જ અત્યારસુધી પ્રોડ્યુસ કર્યા છે અને તમામની કિંમત 1.5 મિલિયન યુરોની આસપાસ છે. આ કારની સ્પીડની વાત કરવામાં આવે તો આ કાર 3.4 સેકન્ડમાં 100 કિમી અને 9.6 સેકન્ડમાં 200 કિમીની ઝડપ પકડવાની ક્ષમતા ધરાવે છે.

લેમ્બોર્ગિની રેવેન્શન

લેમ્બોર્ગિની રેવેન્શન

આ કારને લેમ્બોર્ગિનીની સૌથી વધુ મોંઘી કાર કહેવામાં આવે છે. આ કારની કિંમત 1.5 મિલિયન ડોલર છે. આ કારના અત્યારસુધીમાં 20 યુનિટ બહાર પાડવામાં આવ્યા છે. આ કારની સ્પીડની વાત કરવામાં આવે તો આ કાર 3.4 સેકન્ડમાં 100 કિમીની ઝડપ પકડે છે અને તેની ટોપ સ્પીડ 354 કિમી પ્રતિ કલાક છે.

મેક્લારેન એમપી 4 12 સી

મેક્લારેન એમપી 4 12 સી

મેક્લારેન દ્વારા બહાર પાડવામાં આવેલી આ એક સુંદર અને શાનદાર કાર છે. આ કાર 3.3 સેકન્ડમાં 100 કિમીની ઝડપ પકડી શકે છે અને આ કારની ટોપ સ્પીડ 330 કિમી પ્રતિ કલાક છે.

ઑડી આર 8 સ્પાઇડર

ઑડી આર 8 સ્પાઇડર

આર 8 સ્પાઇડર એ ઑડીની મસ્કયુલર અને મોડર્ન આઇકોનિક કાર છે. આ કારે પોતાની સુંદરતા અને સક્ષમતા થકી અનેક યુવાનોના દિલ જીત્યા છે.

English summary
Here is lost of some most beautiful cars in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X