For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેચવાની છે ઉડતી કાર, શું તમારે ખરીદવી છે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

flying-car
નવી દિલ્હી, 20 જૂન: જો તમે રોજ સવાર-સાંજ જામ થનારા ટ્રાફિકથી પરેશાની અનુભવો છો, તો તમારા માટે આ સમાચાર વાંચવા જરૂરી છે. આ કાર ખરીદીને તમે ટ્રાફિક જામની સમસ્યાથી બચી શકો છો અને એક એન્ટીક સામાન પણ ઘરે લાવી શકો છો.

દુનિયાની પ્રથમ ઉડનારી કાર વેચવાની છે અને તેનો ભાવ છે 10 લાખ ડોલર. અમેરિકન ડિઝાઇનર મોલ્ટન ટેલર દ્વારા 1949માં ડિઝાઇન કરવામાં આવેલી કાર ખાસ એયરોકાર રસ્તા પર દોડે છે અને ઉડાણ પણ ભરી શકે છે.

આ કારમાંથી ફ્લાઇટ સિસ્ટમ દૂર કરી શકાય છે અને ફરીથી લગાવી પણ શકાય છે. 177 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ કારમાં એવો પંખો લાગેલો છે જે ફોલ્ડ પણ કરી શકાય છે, જેથી રસ્તા પર ચાલતી વખતે તેમાં મુશ્કેલી ન થાય.

વાસ્તવિક પ્રોટોટાઇપની સાથે આવા ચાર મોડલ બનાવવામાં આવ્યાં હતા. એવિએશન એક્સપર્ટ ગ્રેગ હેરિકે કહ્યું હતું કે તે સમયે આ 20મી સદીની ડિઝાઇનની ચરમ હતી. તે સમયે એવું કંઇ ન હતું અને આ ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમને કહ્યું હતું કે દુનિયાભરના સમાચારપત્રો અને મેગેજીનો અને પુસ્તકો અને ટીવી શોમાં છવાઇ હતી.

English summary
The world’s first flying car, which was developed by inventor Moulton Taylor in the 1940s, has sparked nearly 1 million dollars bidding-war among high flying enthusiasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X