જુલાઇના અંત સુધીમાં લોકોના હાથમાં હશે યામાહા 2.0 FZની ચાવી
યામાહા ઇન્ડિયાએ તાજેતરમાં એફઝેડ રેન્જમાં રીફ્રેશ્ડ વર્ઝન લોન્ચ કર્યા હતા. વર્ઝન 2.0 એફઝેડ અને એફઝેડ-એસ હવે ફ્યુલ ઇન્જેક્શન અને બ્લુ કોર એન્જીન ટેક્નોલોજી સાથે આવશે. આ બાઇક્સની બૂકિંગ થઇ ગઇ છે અને ડિલિવરી જુલાઇ 2014ના અંત ભાગ સુધીમાં કરી દેવામાં આવશે. એફઝેડના વર્ઝન 2.0ની કિંમત એક્સ શોરૂમ દિલ્હી અનુસાર 76,250 છે, જ્યારે એફઝેડ-એસ વર્ઝન 2.0ની કિંમત 78,250 રૂપિયા છે.
કાર્બોરેટર મોડલની સરખામણીએ નવા મોડલની કિંમત વધારે છે, જોકે તેની જાહેરાત તબક્કાવાર કરવામાં આવી નથી. જાપાનીઝ બાઇક નિર્માણ કરતી કંપની યામાહા દ્વારા પોતાની બન્ને બાઇક્સમાં ફ્યુલ ઇન્જેક્ટ અને કાર્બોરેટરની સુવિધા આપી રહી છે. યામાહા ઇન્ડિયા અગાઉની પેઢીની બાઇક્સ ઉપરાંત રિફ્રેશ્ડ મોડલનું પણ વેચાણ કરશે, કારણ કે તે પોતાના ગ્રાહકોને એક સાથે અનેક ઓપ્શન આપવા માગે છે. જોકે હજુ સુધી એ વાતની જાણકારી મળી નથી કે વર્ઝન 2.0 રેગ્લુલર કાર્બોરેટેડ મોડલમાં મળશે કે નહીં.

બ્લુ કોર ટેક્નોલોજી અને ફ્યુલ એન્જેક્શન
એફઝેડ વર્ઝન 2.0 રેન્જમાં નવું 149 સીસી એન્જીન અને બ્લુ કોર ટેક્નોલોજી છે. યામાહાએ જણાવ્યું છેકે નવી ટેક્નોલોજી અને ફ્યુલ ઇન્જેક્શનથી આ બાઇક સારી ફ્યુલ એફિસિએન્સી આપશે.

રાઇડિંગ માટે ઘટાડાયું વજન
આ એન્જીન 12.8 એનએમનું પીક ટોર્ક અને 12 હોર્સપાવર પ્રોડ્યુસ કરશે. તેમજ બાઇક ચલાવવામાં સરળ રહે તે માટે બાઇકના વજનમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

બહારના ભાગમાં ઘણો બદલાવ
વર્ઝન 2.0 એફઝેડના બહારના ભાગમાં ઘણો જ બદલાવ કરવામાં આવ્યો છે. હેડલાઇટ, ટેલ લાઇટ, સ્પ્લિટ સીટ્સને રીડિઝાઇન કરવામાં આવે છે, ટેંક એક્સ્ટેન્શન, ઇન્ફોર્મેશન કોન્સલ પર ફરીથી કામ કરવામાં આવ્યું છે અને નવી ડિઝાઇન આપવામાં આવી છે.

આ બાઇક્સ તરફથી મળશે પડકાર
યામાહાના એફઝેડ વર્ઝન 2.0 રેન્જને સુઝુકી ગિક્સર, હોન્ડા ટ્રીગર, ટીવીએસ અપાસે આરટીઆર160 અને હીરો મોટર કોર્પની એક્સ્ટ્રીમ તરફથી પડકાર મળશે. જોકે તે એ વાત પર નિર્ભર કરે છેકે ગ્રાહકો નવા ફ્યુલ ઇન્જેક્ટ મોડલ્સને કાર્બોરેટર એન્જીન કરતા વધારે પસંદ કરે છે કે નહીં.












Click it and Unblock the Notifications
