For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તહેવારોની સિઝનમાં લોન્ચ થઈ યામાહાની નવી 'ડાર્ક નાઈટ'

ભારતમાં યામાહા એ લોન્ય કરી નવી ડાર્ક નાઇટ આવૃતિ. આ નવી આવૃતિનો કલર આકર્ષક છે.આ અંગે વધુ વાંચો અહીં..

By Kajal
|
Google Oneindia Gujarati News

નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો થોડા જ સમયમાં આવવાના છે અને એ જ સમયને ધ્યાન રાખીને ઈન્ડિયા યામાહા મોટર પ્રાઈવેટ લિમિટેડે તેની નવી 'ડાર્ક નાઈટ' ની મોટરસાઇકલ અને સ્કૂટરમાં આવૃતિઓ ભારતમાં લોન્ચ કરી છે. યામાહાએ પોતાની મોટરસાઈકલ અને સ્કુટરને બિલકુલ નવા અવતારમાં લોન્ચ કરી છે. આ નવી આવૃતિમાં એફજેડ એસ એફઆઈ, સૈલુટા આરએક્સ અને સિગ્રસ રે જેઆરને ડિસ્ક બ્રેક મોડલને લોન્ચ કરવામાં આવ્યુ છે. મોટા ભાગે આ તહેવારોમાં લોકો નવા વહાનો લેવાનુ પસંદ કરે છે ત્યારે આ નવી ડાર્ક નાઈયનો લુક લોકોને આકર્ષશે. તો આ નવી ડાર્ક નાઈટના ફિચર શું છે તે અંગે વધુ જાણીએ.

'ડાર્ક નાઈટ' વૈલ્યુની કિંમત

'ડાર્ક નાઈટ' વૈલ્યુની કિંમત

યામાહાએ તેની નવી ડાર્ક નાઈટ ત્રણ અલગ-અલગ ટુ વ્હિલરમાં લોન્ચ કરી છે. જેની બજાર કિંમત કંઇક આ પ્રમાણે છે. એફજેડ-એસ એફઆઈની કિંમત 84,012 રૂપિયા, સૈલુટો આરએક્સની 48721 અને સિગ્રસ રે જેઆર ડિસ્કની કિંમત 56898 રૂપિયા હાલ બજારમાં ચાલે છે.

'ડાર્ક નાઈટ' ની ડિઝાઈન

'ડાર્ક નાઈટ' ની ડિઝાઈન

ડાર્ક નાઈટ મોડલ ક્રોમ ડિઝાઈનમાં એક મેટ બ્લેક ફિશિંગ આપે છે. જે બહારના ભાગને વધારે છે. યામાહા દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ આવૃતિ તહેવારોના સમયમાં થઈ છે જેનો ફાયદો તેને ચોક્કસ મળશે. યામાહાની આ નવી આવૃતિ વિશે રોયલ કુરિયનને કહ્યુ છે કે આ સ્કૂટરનો નવો અવતાર વહાનને સ્પોર્ટી અને સ્ટાઈલિશ લૂક આપે છે.

સ્કૂટરનુ એન્જિન

સ્કૂટરનુ એન્જિન

યામાહા એફજેડ એસ એફઆઈ ડાર્ક નાઈટ આવૃતિમાં 14.9સીસી એયર કુલ્ડ, ઈંધણમાં ઈન્જેક્સન એન્જિન 13બીપીપી અને 12.8 એનએમમાં ઉત્પાદન કરે છે અને એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સની સાથે આવે છે. જ્યારે આરએક્સમાં 7.37 બીપીપીના 110 સીસીએયર કુલ્ડ એન્જિનમાં ઉત્પાદન કરે છે, જે પીક ટોર્કની 8.5 એનએમથી સજ્જ છે અને તેમાં 4 સ્પીડ ગિયરબોક્સને જોડાવામાં આવ્યા છે. યામાહા સિગ્રસ રે જેઆર ડાર્ક નાઈડમાં એક 113સીસી એયર કુલ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે, જેમાં વધુમાં વધુ 7.10 બીએચપી પર 8.1 એનએમ ચાલે છે જે એન્જિનને વી બોલ્ટ ઓટો ગિયરબોક્સથી જોડવામાં આવે છે.

સ્કૂટર અને બાઇક વિશે જાણકારોનુ શુ કહેવુ છે?

સ્કૂટર અને બાઇક વિશે જાણકારોનુ શુ કહેવુ છે?

યામાહા મોટરસાઈકલ અને સ્કૂટરને ડાર્ક નાઇટ આવૃતિમાં તેનો નવો કલર આકર્ષક છે આ ઉપરાંત તેમાં થોડા બહારથી બદલાવ કરવામાં આવેલા છે. આવનારા તહેવારોમાં કંપની માટે સારો સમય રહેશે અને લોકોને પણ આ નવો અવતાર ગમશે.

English summary
Yamaha's new Dark Knight launches in the festive season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X