For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Beauty Tips : શિયાળામાં સ્કીન થઇ જાય છે શુષ્ક? તો ચહેરા પર લગાવો આ હોમમેડ ફેસ પેક

Beauty Tips : સ્કીનને સ્વસ્થ રાખવા માટે રોજ ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. આ સાથે વર્તમાન સમયમાં લોકો આર્યુવેદ અને ઘરેલુ ઉપચાર તરફ વળ્યા છે, તેવી રીતે તમે પણ ઘરે હોમ મેડ ફેસ પેક બનાવીને તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો.

|
Google Oneindia Gujarati News

Beauty Tips : સ્કીનને સ્વસ્થ રાખવા માટે રોજ ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. આ સાથે વર્તમાન સમયમાં લોકો આર્યુવેદ અને ઘરેલુ ઉપચાર તરફ વળ્યા છે, તેવી રીતે તમે પણ ઘરે હોમ મેડ ફેસ પેક બનાવીને તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો. આજે અમે તમને આવા જ ફેસ પેક બનાવાને શિયાળામાં થતી ડ્રાયનેસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ ફેસ પેકથી તમારી સ્કીન સોફ્ટ અને ચમદાર બની જશે.

શિયાળામાં લગાવો આ દેશી ફેસ પેક -

નાળિયેરનું ફેસ પેક

નાળિયેરનું ફેસ પેક

જો તમે ત્વચાની શુષ્કતાથી પરેશાન છો, તો તમે નારિયેળનું ફેસ પેક લગાવી શકો છો. આ ફેસ પેક બનાવવા માટે બે ચમચી નારિયેળતેલમાં એક ચમચી મધ મિક્સ કરો.

હવે તેને તમારા ચહેરા અને ગરદન પર લગાવો. આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે. જો તમે આ ફેસપેકને અઠવાડિયામાં 3 દિવસ લગાવશો, તો તમને શુષ્ક ત્વચાથી છુટકારો મળશે.

કેળાનું ફેસ પેક

કેળાનું ફેસ પેક

કેળાનું ફેસ પેક શુષ્ક ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક બને છે. કેળાનું ફેસ પેક બનાવવા માટે એક પાકેલું કેળું લો અને તેમાં બે ચમચી મધઉમેરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે ચહેરા પર રહેવા દો. આ ફેસ પેક તમારી ત્વચાને ચુસ્ત અનેમુલાયમ બનાવશે. આ ફેસ પેકને તમે અઠવાડિયામાં 3 દિવસ લગાવી શકો છો.

ચોકલેટ અને મધનું ફેસ પેક

ચોકલેટ અને મધનું ફેસ પેક

ચોકલેટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી જો તમારો ચહેરો શુષ્ક થઈ ગયો હોય, તો તમે ચોકલેટથી બનેલો ફેસ પેક લગાવી શકો છો. તેને લગાવવા માટે, એક કપમાં 4 ડાર્ક ચોકલેટ ઓગળી લો.

તેમાં એક ચમચી મધ ઉમેરીને સ્મૂધ પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર 20 મિનિટ સુધી લગાવો. આ પછી ચહેરાને પાણીથી ધોઈ લો, આમ કરવાથી તમારો ચહેરો નરમ અને ચમકદાર બની જશે.

English summary
Beauty Tips : Skin becomes dry in winter? apply this homemade face pack on face
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X