ચીનના આ 7 બ્યૂટી સિક્રેટ અપનાવીને મેળવો આકર્ષક, ગુલાબી ત્વચા
ચીનમાં ભારતની જેમ જ પ્રાચીન સમયથી જ સૌદર્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વર્ષોથી ચીની મહિલાઓ તેમની ગુલાબી અને ચમકલી ત્વચા માટે જાણીતી છે. ત્યારે ચીની મહિલાઓની આ સુંદર ત્વચાના 7 ટોપ બ્યૂટી સિક્રેટ આજે અમે તમને જણાવાના છીએ.
આ એ બ્યૂટી સિક્રેટ છે જે તમારી ત્વચાને નેચરલી રિંકલ ફ્રી બનાવશે. અને સાથે જ ચમક પણ આપશે. ત્યારે શું છે ચીની મહિલાઓના આ બ્યૂટી સિક્રેટ જે ત્યાંની મહિલાઓ તેમની રોજિંદી જિંદગીમાં વાપરે છે અને ઘરગથ્થુ ઉપાયો દ્વારા સૌદર્ય મેળવે છે તે વિષે વધુ જાણો અહીં...

ભાતનું પાણી
ચીનની મહિલાઓ ભાતને પાણીમાં 2 કલાક પલાડીને રાખે છે અને પછી આ પાણીનો ઉપયોગ તેમના ચહેરા પર ટોનરની જેમ કરે છે. જેનાથી તેમની ત્વચા ટાઇટ રહે છે અને તેમનો ચહેરો એક સરખો સુંદર દેખાય છે.

લીલા મગ
ચીનની મહિલાઓ લીલા મગનું ફેસપેક તરીકે ખૂબ જ ઉપયોગ કરે છે. તે મગની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવે છે. મગથી ચહેરાના છિદ્રા રહેલા બેક્ટેરિયા મરી જાય છે. અને તે સોજો પણ ઓછા કરે છે.

છીપલાનો પાવડર
ચીનમાં ઓનલાઇન પણ તમને છપલાનો પાવડર મળી જશે. આ પાવડર ત્વચાને યુવાન રાખવામાં મદદરૂપ થાય છે. અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. જે તમને અંદરથી નિખારે છે.

ગ્રીન ટી
ચીનની તમામ મહિલાઓ ગ્રીન ટી જરૂરથી પીવે છે. તેમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જે તમારી ત્વચાને સુંદર બનાવે છે.

મસાજ
તે લોકો મસાજને ખાસ મહત્વ આપે છે તેનાથી લોહીનું પરિભ્રમણ થાય છે. અને ત્વચા પણ ખીલે છે.

ફુદિનો
ત્વચાને ઉજળી કરવા માટે ચીનની મહિલાઓ ફુંદીનાની પેસ્ટનો બહોળો ઉપયોગ કરે છે. તેનાથી તેમનો ચહેરો સુંદર અને રૂપાળો બને છે.

હળદર
ભારતની જેમ જ ચીનમાં પણ હળદરનો ભારે માત્રામાં ઉપયોગ થાય છે. જેના દ્વારા ચીન મહિલાઓ સુવાળી અને રૂપાળી ત્વચા મેળવે છે.












Click it and Unblock the Notifications
