For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Skin Care Tips : કપાળ પર થાય છે ખીલ, આ ઘરેલુ ઇલાજ દુર કરશે સમસ્યા

Skin Care Tips : વર્તમાન સમયમાં ખાવાપીવામાં બેદરકારી, ખરાબ જીવન શૈલી અને પ્રદુષણના કારણે લોકોને ત્વચાને લગતી સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે ચહેરા પર ખીલ થવાની સમસ્યા તો જગજાહેર છે.

|
Google Oneindia Gujarati News

Skin Care Tips : વર્તમાન સમયમાં ખાવાપીવામાં બેદરકારી, ખરાબ જીવન શૈલી અને પ્રદુષણના કારણે લોકોને ત્વચાને લગતી સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. આ સાથે ચહેરા પર ખીલ થવાની સમસ્યા તો જગજાહેર છે. ખીલને કારણે રૂપાળો ચહેરો પણ કદરૂપો લાગી શકે છે. આ સાથે ચહેરા પર કાળા દાણા (બ્લેક હીટ્સ) પણ જોવા મળે છે. આવા કાળા દાણા સામાન્ય રીતે કપાળ પર વધુ જોવા મળે છે. આનું એક કારણ સ્ટ્રેસ પણ હોય શકે છે.

આયુર્વેદિક રીતે ઉપચાર કરો

આયુર્વેદિક રીતે ઉપચાર કરો

બ્લેક હીટ્સ માટે બજારમાં ઘણા કેમિકલ યુક્ત સૌદર્ય પ્રસાધનો બજારમાં મળે છે, પરંતું તે એટલા કારગત હોતા નથી અને તેની આડઅસરપણ જોવા મળે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાનો ઘરેલુ ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમે તમારા ઘરમાં રહેલી વસ્તુઓદ્વારા આયુર્વેદિક રીતે ઉપચાર કરી શકો છે.

આ ઘરેલુ ઉપચાર દ્વારા મળશે ખીલથી છુટકારો

આ ઘરેલુ ઉપચાર દ્વારા મળશે ખીલથી છુટકારો

ચણાનો લોટ અને બદામનું મિશ્રણ લગાવવાથી ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. કપાળ પરથી ખીલ દૂર કરવા માટે ચણાનાલોટમાં બદામનો પાઉડર મિક્સ કરો, તેમાં થોડી હળદર મિક્સ કરો અને ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો. આનાથી ખીલની સમસ્યા દૂરથશે. આ સાથે જ ચહેરો પણ ચમકવા લાગશે.

એલોવેરા અને ટી ટ્રી ઓઈલ

એલોવેરા અને ટી ટ્રી ઓઈલ

ખીલની સમસ્યાને દૂર કરવા માટે ટી ટ્રી ઓઈલનો ઉપયોગ મોટાપાયે કરવામાં આવે છે. ટી ટ્રી ઓઈલમાં થોડું પાણી ભેળવીને ફોલ્લીઓ પરલગાવવાથી ખીલ દૂર થઈ જશે. આ તેલમાં એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ખીલની સમસ્યા જડમુળમાંથી દૂર થાય છે.

તરબૂચ સાથે મસાજ

તરબૂચ સાથે મસાજ

તરબૂચનો ઉપયોગ ખાવા સાથે સાથે ખીલ દૂર કરવા માટે પણ થાય છે. રાત્રે તરબૂચના ટુકડાથી ચહેરા પર મસાજ કરો. તેને સવાર સુધીરહેવા દો. સવારે ઠંડા સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ખીલ મટવાની સાથે સાથે ત્વચા ગ્લોઈંગ પણ થશે.

બેક્ટેરિયા દૂર કરશે લીંબુ

બેક્ટેરિયા દૂર કરશે લીંબુ

ચહેરા પર બેક્ટેરિયા જમા થવાથી પણ ખીલ થઈ શકે છે. લીંબુના ઉપયોગથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ખીલ પર લીંબુનોરસ લગાવીને 5 મિનિટ સુધી રાખો, પિમ્પલ્સની સમસ્યા દૂર થઈ જશે. લીંબુના રસથી ખીલ પર થોડી બળતરા પણ થઈ શકે છે.

કોફી સાથે કરો સ્ક્રબ

કોફી સાથે કરો સ્ક્રબ

ખીલ દૂર કરવા માટે સ્ક્રબ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ખીલ દૂર કરવા માટે, તમે કોફી સાથે ચહેરાને સ્ક્રબ કરી શકો છો. તેમાં રહેલા ગુણ ધીમે

ધીમે દાણાને દૂર કરશે.

English summary
Skin Care Tips : this home remedy will remove Acne of the forehead
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X