12 અજીબોગરીબ બિમારીઓ, જેને જોતા જ તમને અરેરાટી થશે

નોંધનીય છે કે આ આર્ટીકલમાં દેખાડવામાં આવેલ અમુક તસવીરો તમને વિચલિત કરી શકે છે. આજે મેડિકલ સાયન્સે હરણફાળ ભરી છે. ટેકનોલોજીએ એટલો વિકાસ કર્યો છે અનેક બિમારીઓના નવા નવા અને વધુ કારગર ઇલાજો શોધાઇ રહ્યા છે.

પણ તેમ છતાં કેટલીક બિમારીઓ આજે પણ તેવી છે જેનું કોઇ ઇલાજ નથી. આ બિમારીએ જે વ્યક્તિનો ભરડો લીધો છે તે લોકોને આખી જિંદગી તેમાં સબડતા રહેવું પડે છે. વધુમાં આ એવી બિમારીઓ છે તે તમારા દેખાવને બગાડી દે છે. અને તમામ લોકો તે વ્યક્તિને અજીબ રીતે જુઓ છે.

તો જાણો આવી જ કેટલીક અજીબોગરીબ અને વિચિત્ર બિમારી વિષે આ ફોટોસ્લાઇડરમાં. અને હા જીવનમાં ક્યારેક આવા લોકોથી ભેટો થાય તો થોડી અનુકંપા જરૂરથી રાખજો. કારણ કે આ લોકોને સાજા કરવા માટે આપણું વિજ્ઞાન હજી સક્ષમ નથી થયું. તો જુઓ આ તસવીરો...

Photo Courtesy : afrizap.com

ચામડીનું શિંગડું

ચામડીનું શિંગડું

ચામડીનું શિંગડું, આ એક અસામાન્ય કેરાટીનીયસ ચામડીની ગાંઠનો રોગ છે. મોટેભાગે મોટી ઉંમરના ખૂબ જ ગોરી ચામડીવાળા વુદ્ધ લોકોને તડકામાં વધુ વાર બહાર રહેવાના કારણે આ બિમારી થાય છે.

હાઇપરટ્રિકોસીસ

હાઇપરટ્રિકોસીસ

આ રોગ "વેરવોલ્ફ સિન્ડ્રોમ"ના નામે વધુ જાણીતો છે. જેમાં તમારા રાખા શરીર પર અસાધારણ જથ્થામાં વાળ ઉગે છે. આ બિમારીના સારવારના વિકલ્પો હાલ ખૂબ જ મર્યાદિત છે. વધુમાં આ લોકોને એક વાર વાળ નીકાળ્યા બાદ પણ બહુ જલ્દી વાળ આવી જાય છે.

નોમા

નોમા

આ એક ડિસફિગરીંગ (કરૂપ) કરતો સંક્રમિત રોગ છે જે મોઢાથી શરીરના અન્ય ભાગમાં પ્રસરે છે. મોટે ભાગે આ રોગ કુપોષણ અને ખરાબ હાઇજીન વચ્ચે રહેતા બાળકોમાં જોવા મળે છે.

મેક્રોડેક્ટલી

મેક્રોડેક્ટલી

આ જન્મજાત ખોડપણ છે. આ બિમારીમાં બાળકના પગની કે હાથની આંગળી અસામાન્ય રૂપે મોટી થઇ જાય છે. જો કે સારી વાત તે છે કે તે અનેકવાર સર્જરી કરાવીને તેને દૂર કરી શકાય છે.

પોલિઇસ્ટોટિક ફાઇબરસ ડિસપ્લેસિઆ

પોલિઇસ્ટોટિક ફાઇબરસ ડિસપ્લેસિઆ

આ એક એવા પ્રકારનું ટ્યૂમર છે જે તમારા હાથ, પગ કે ખોપડીને તોડી કે પછી વિકૃત કરી દે છે. જો કે સર્જરી દ્વારા તેની નિકાળી શકાય છે.

ટ્રી મેન બિમારી

ટ્રી મેન બિમારી

ટ્રી મેન બિમારી કે પછી એપિડોમોડાયફલેસિયા વરીસીફોમસ નામની આ બિમારી, એક ભાગ્યે જ થતો ચામડીનો રોગ છે. શરીરમાં HPVs નામના તત્વની હાજરી આ બિમારીનું મુખ્ય લક્ષણ છે.

પ્રોઝેરિયા

પ્રોઝેરિયા

પ્રોઝેરિયા આ બિમારી "પા" ફિલ્મમાં અમિતાભ બચ્ચનને હતી. આ એક જીનેટિકલ કંડિશન છે જેમાં વ્યક્તિની ઉંમર ખૂબ જલ્દી વધી જાય છે. અને તેના બાળપણમાં જ વયોવુદ્ઘ બની જાય છે.

પોલિમિલિયા

પોલિમિલિયા

આ બિમારીમાં અનેક અંગ શરીરના વિવિધ ભાગો પર ઊગી આવે છે.

ડાઇપ્રોસોપિસ

ડાઇપ્રોસોપિસ

આ બિમારીમાં ગર્ભમાં રહેલા બાળકને બે ચહેરા હોય છે.

હેમાનઝિઓમા

હેમાનઝિઓમા

આ બિમારીમાં જન્મ સમયે મળેલ બર્થમાર્કમાં આવેલી વધારાની રક્ત વાહિનીઓ એક લાલ મોટી ગાંઠનું સ્વરૂપ લઇ લે છે. જેના લીધે આવું થાય છે.

હાઇડ્રોસેફાલસ

હાઇડ્રોસેફાલસ

આ બિમારીમાં મગજની અંદરના પોલાણમાં પ્રવાહી ભરાવાનું શરૂ થાય છે જેના કારણે માથુ ફુલી જાય છે. આવું મગજની ગાંઠ, બ્રેન ટ્યૂમર, હેડ ટ્રૂમા, ઇન્ટ્રાક્રાનિયલ હેમરેજ કે મગજના ચેપના કારણે થઇ શકે છે. જો કે આ બિમારી ખૂબ જ પીડાદાયક છે.

ન્યૂરોફાબ્રોમાટોસિસ

ન્યૂરોફાબ્રોમાટોસિસ

આ એક આનુવંશિક બિમારી છે. જે તમારા નર્વસ સિસ્ટમમાં સેલ વુદ્ધિ પર અસર કરે છે. અને ચેતા પેશી પર ગાંઠ બનાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X