જલસાની નોકરી : પુરૂષોને ધમકાવી લાખો કમાય છે આ 25 વર્ષીય યુવતી
એક વેબકેમ મોડેલે ચોંકવનારો ખુલાસો કર્યો છે. તેના જણાવ્યા મુજબ, તે પુરૂષોને ધમકાવીને 8000 પાઉન્ડ એટલે કે 7.47 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ માટે તે દિવસના બે કલાક કામ કરે છે.
નવી દિલ્હી : એક વેબકેમ મોડેલે ચોંકવનારો ખુલાસો કર્યો છે. તેના જણાવ્યા મુજબ, તે પુરૂષોને ધમકાવીને 8000 પાઉન્ડ એટલે કે 7.47 લાખ રૂપિયાની કમાણી કરે છે. આ માટે તે દિવસના બે કલાક કામ કરે છે. રસપ્રદ વાત તો એ છે કે, તે અઠવાડિયામાં ફક્ત વિકએન્ડ પર જ કામ કરે છે અને આના માટે તેને સાડા સાત લાખ રૂપિયા મળે છે.

આ પહેલા વેચતી હતી પગના ચિત્રો
25 વર્ષની વેબકેમ મોડલનું નામ જેનિફર લવ છે. 2020માં લોકડાઉન દરમિયાન તે વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. જ્યારે તેને પૈસાની સમસ્યા થવા લાગી, ત્યારે તેના એક મિત્રએ તેને મજાકમાં કહ્યું કે, તે તેના પગના ચિત્રો વેચીને કમાણી કરી શકે છે.

પ્રાઇવેટ કોલ પણ કરે છે
બે વર્ષ બાદ તેને આવા વીડિયોની વિનંતી મળે છે. તે તેના પગના 10-સેકન્ડના શોટ માટે 40 યુરો (રૂપિયા 3,710.49) અને ત્રણ મિનિટના પર્સનલ વીડિયો માટે 150 યુરો ચાર્જ કરે છે. આ માટે તે તેના ગ્રાહકનું અપમાન કરે છે. તે 10 મિનિટના PayPig સેસન માટે ગ્રાહકો સાથે પ્રાઇવેટ કોલ્સ પણ કરે છે.

તગડી આવક મેળવે છે
નોંધનીય બાબત છે કે, PayPig એવી વ્યક્તિ છે, જેને અપમાનિત કરવા અને મજાક ઉડાવવા માટે પૈસા ચૂકવવામાં આનંદ આવે છે. મોડલ્સ તેમના ગ્રાહકોની મજાક ઉડાવે છે, જેના માટે તેમને મોટી રકમ મળે છે. આ અંગે જેનિફરે જણાવ્યું હતું કે, ઘણા લોકોએ મારી ટીકા કરી અને કહ્યું કે, હું નબળા લોકોનો ફાયદો ઉઠાવી રહી છું અને મને શરમ આવવી જોઈએ.

વિકએન્ડમાં મળે છે વધુ કામ
ગ્રાહક તેમની મજાક ઉડાવીને તેમના પૈસા આપે છે. મને મારી રીતે કામ કરવાની આઝાદી મળે છે, જે મને ગમે છે. આ સાથે તે જણાવે છે કે, સૌથી અજીબ વાત કેમેરા પર થૂંકવું છે. આ સાથે એવો ડોળ કરવો કે તે સ્ક્રીન ગ્રાહકનો ચહેરો છે. જેનિફરે જણાવ્યું કે, તેને તેના મોટાભાગના ક્લાયન્ટ વીકએન્ડ પર મળે છે. જ્યારે પુરુષો રાત્રે બહારથી દારૂ પીને ઘરે આવે છે.

વેબકેમ એજન્સી માટે કરે છે કામ
તેના મોટાભાગના ગ્રાહકો વૃદ્ધ ઉદ્યોગપતિઓ અને યુવાનો છે. એકવાર તેની પાસે એક ગ્રાહક સ્ત્રી હતી. આ વિશે વાત કરતા જેનિફર જણાવે છે કે, હું એટલી આશ્ચર્યચકિત થઇ હતી કે, મને સામેના પક્ષે એક મહિલા જોવાની આશા ન હતી. જેનિફર ઓફ ધ રેકોર્ડ નામની વેબકેમ એજન્સી માટે કામ કરે છે.

તેના કામ વિશે દાદા દાદી સિવાય બધા જાણે છે
જેનિફરે વધુમાં જણાવ્યું હતું કે, હું એવું કંઈ નથી કરતી જેનાથી મને શરમ આવે. હું એક રિલેશનશિપમાં છું. હું જે કરું છું, તેમાં મારો બોયફ્રેન્ડ પણ ઘણી મદદ કરે છે. જેનિફરે શરૂઆતમાં તેના કામને પરિવાર અને મિત્રોથી છૂપાવ્યું હતું પરંતુ હવે, તેના દાદા દાદી સિવાય બધા તેના કામ વિશે જાણે છે.












Click it and Unblock the Notifications
