For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ખોદકામ માં મળી દુર્લભ મૂર્તિ, લપેટાયેલો હતો કાળો નાગ

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રસ્તા પર ખોદકામ કરી રહેલા મજૂરોને ખોદકામ દરમિયાન એક દુર્લભ વસ્તુ જોવા મળી, જેને જોઈને તેઓ દંગ રહી ગયા હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રસ્તા પર ખોદકામ કરી રહેલા મજૂરોને ખોદકામ દરમિયાન એક દુર્લભ વસ્તુ જોવા મળી, જેને જોઈને તેઓ દંગ રહી ગયા હતા. ખરેખર મજૂરોને ખોદકામ દરમિયાન ભગવાનની એક પ્રાચીન મૂર્તિ મળી આવી હતી. જે સેંકડો વર્ષ જૂની બતાવવામાં આવી રહી છે. મજૂરો ત્યારે ચોકી ગયા જયારે એક કાળો નાગ મૂર્તિ પાસે આવીને લપેટાઈ ગયો. આજતક માં છપાયેલી ખબર અનુસાર આ કાળો નાગ લગભગ 3 કલાક સુધી મૂર્તિ પાસે લપેટાયેલો રહ્યો હતો.

રસ્તાનું ખોદકામ રોકવામાં આવ્યું

રસ્તાનું ખોદકામ રોકવામાં આવ્યું

બીડ જિલ્લાના અમ્બેજોગાઇ માં પ્રાચીન મૂર્તિ મળવાની અને તેની પાસે કાળા નાગની હાજરીની ખબર ચારે તરફ ફેલાઈ ગયી. જોતજોતામાં લોકોની ભીડ નાગ અને મૂર્તિને જોવા માટે લાગી ગયી. મૂર્તિ મળ્યા પછી ખોદકામ રોકી દેવામાં આવ્યું છે. ખોદકામમાં મૂર્તિનો અડધો ભાગ જ મળ્યો છે. બાકીના ભાગની શોધ કરવામાં આવી રહી છે.

ભગવાન સૂર્યની મૂર્તિ હોય શકે છે

ભગવાન સૂર્યની મૂર્તિ હોય શકે છે

જણાવવામાં આવી રહ્યું છે કે આ મૂર્તિ ભગવાન સૂર્યની છે. આ પહેલીવાર નથી કે આ વિસ્તારમાં આવી મૂર્તિઓ મળી છે. પહેલા પણ આવી મૂર્તિઓ અહીં મળી ચુકી છે. ઇતિહાસકારોનું કહેવું છે કે 11મી શતાબ્દી દરમિયાન યાદવ સામ્રાજ્યનું કોઈ ગામ અહીં રહ્યું હશે.

લોકોએ શરૂ કર્યા પૂજાપાઠ

લોકોએ શરૂ કર્યા પૂજાપાઠ

મૂર્તિ મળ્યા પછી આસપાસના લોકોએ આવીને પૂજા પાઠ શરૂ કરી દીધા. જેમ જેમ લોકોને મૂર્તિ મળવા અંગે ખબર મળી રહી છે તેમ તેમ લોકોની ભીડ જમા થઇ રહી છે. હજુ સુધી ભારતીય પુરાતત્વ વિભાગ ઘ્વારા મૂર્તિ અંગે જગ્યાની મુલાકાત લેવામાં નથી આવી. લોકોનું કહેવું છે કે ભારતીય પુરાતત્વ વિભાગ અહીં આવીને ખોદકામ કરે. તેમને અહીં ઘણી મૂર્તિઓ મળી શકે છે.

English summary
Ancient god statue found in beed district maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X