For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2400 રૂપિયા ખર્ચીને છોકરીએ મંગાવી પ્રેગ્નેન્ટ કીટ, યુટ્યુબથી શીખી જાતે ઈંજેક્ટ કર્યા સ્પર્મ, બની ગઈ મા

સામાન્ય રીતે સ્ત્રીને ગર્ભવતી થવા માટે પુરુષ પાર્ટનરની જરૂર હોય છે. પરંતુ આ મહિલાઓ કોઈ પાર્ટનર કે ડૉક્ટરની મદદ વિના જાતે સ્પર્મ ઈંજેક્ટ કરીને બની ગઈ મા. જાણો એણે શું કર્યુ.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ માતા બનવુ એ દરેક સ્ત્રીનુ સપનુ હોય છે. સામાન્ય રીતે સ્ત્રીને ગર્ભવતી થવા માટે પુરુષ પાર્ટનરની જરૂર હોય છે. જો કે ટેક્નોલોજીના આ યુગમાં જીવનસાથીની જરૂરિયાત પણ ખતમ થઈ ગઈ છે. સ્પર્મ ડોનરની મદદથી IVF ટેકનિક દ્વારા મહિલાઓ માતા બની શકે છે. પરંતુ આ માટે સ્ત્રીને કુશળ ડૉક્ટરની જરૂર રહે છે. પરંતુ ઝડપથી બદલાતી ટેક્નોલોજીએ હવે તેની જરૂરિયાત પણ ઓછી કરી દીધી છે.

એક પ્રયાસમાં ગર્ભવતી બની બેલી

એક પ્રયાસમાં ગર્ભવતી બની બેલી

બ્રિટનની એક મહિલાએ માત્ર 2400 રૂપિયા ખર્ચીને પોતાને ગર્ભવતી બનાવી. 24 વર્ષની બેલી એનિસ માત્ર 2400 રૂપિયા ખર્ચીને ઘરે જ શુક્રાણુનુ ઇન્જેક્ટ કરીને કૃત્રિમ રીતે ગર્ભાધાન કરવામાં સફળ રહી. તે માત્ર એક જ પ્રયાસમાં ગર્ભવતી થઈ ગઈ. બેલી એનિસે સપ્ટેમ્બર 2021માં સ્પર્મ ડોનર દ્વારા બાળક લેવાનુ નક્કી કર્યુ કારણ કે તે માતા બનવા માંગતી હતી. તેને ગર્ભવતી થવા માટે કોઈ સંબંધમાં રહેવાની કોઈ ઈચ્છા નહોતી.

બેલીએ 2400 રૂપિયાની એક કૃત્રિમ ગર્ભાધાન કીટ ખરીદી

બેલીએ 2400 રૂપિયાની એક કૃત્રિમ ગર્ભાધાન કીટ ખરીદી

અહેવાલો અનુસાર બેલી એક બાળક મેળવવા માંગતી હતી. આ માટે તેણે ઑનલાઈન સ્પર્મ ડોનરની શોધ કરી જે તેના ઘરની પાસે જ રહેતો હતો. ત્યારબાદ બેલીએ 25 પાઉન્ડમાં કૃત્રિમ ગર્ભાધાન કીટ ખરીદી. તે જાતે જ ઓક્ટોબર 2021માં ગર્ભવતી બની ગઈ હતી. જે બાદ બેલીએ 2 જુલાઈ 2022ના રોજ સાંજે 6.54 કલાકે એક સ્વસ્થ છોકરાને જન્મ આપ્યો હતો. તેણે બાળકનુ નામ લોરેન્ઝો રાખ્યુ છે.

બેલી સમલૈંગિક છે

બેલી સમલૈંગિક છે

સિંગલ પેરેન્ટ બેલી તેના જીવનમાં આ બાળકને લઈને ખૂબ જ ખુશ છે. તેણે કહ્યુ કે આ બાળક મારા જીવનમાં અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. હું મા બનવાના મારા નિર્ણયથી ખૂબ જ ખુશ છુ. મમ્મી બનવુ અદ્ભુત છે અને મને ખૂબ આનંદ છે કે મેં એકલા જવાનુ નક્કી કર્યુ. હું બાળપણથી જ માતા બનવા માંગતી હતી. બેલીએ ખુલાસો કર્યો કે તે સમલૈંગિક છે.

આ રીતે સ્પર્મ ડોનરનો કર્યો હતો સંપર્ક

આ રીતે સ્પર્મ ડોનરનો કર્યો હતો સંપર્ક

તેણે કહ્યુ કે હું રિલેશનશિપમાં રહેવા માંગતી ન હતી. હું માત્ર એક બાળક મેળવવા માંગતી હતી. લોરેન્ઝો અદ્ભુત છે અને બરાબર મારા જેવો દેખાય છે. બેલીએ તેના દાતાની પસંદગી માટે સ્પર્મ ડોનર વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો. તેણે કહ્યુ કે આ સમય દરમિયાન મને એવી વ્યક્તિ મળી કે જેની પાસે તંદુરસ્ત મેડિકલ રેકોર્ડ હતો અને તેણે અગાઉ બે LGBTQ યુગલોને વીર્ય દાન કર્યુ હતુ. મે તેને વોટ્સએપ કર્યુ અને કૉફી માટે મળ્યા. જે બાદ તે મને સ્પર્મ ડોનેટ કરવા માટે સંમત થયા.

ઑનલાઈન શીખી હતી કીટ યુઝ કરવાની રીત

ઑનલાઈન શીખી હતી કીટ યુઝ કરવાની રીત

મહિલાએ જણાવ્યુ કે, મેં 25 પાઉન્ડમાં ઓનલાઈન કૃત્રિમ ગર્ભાધાન કીટ ખરીદી અને મારા ડોનરને ઘરે બોલાવ્યો. બેલીએ કીટનો ઓનલાઈન ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી લીધુ. તે પછી ગર્ભધારણની પ્રક્રિયા શરૂ થઈ. હું 31 ઓક્ટોબર 2021ના ​​રોજ ગર્ભવતી થઈ. હવે હું એક બાળકની માતા બની ગઈ છુ.

English summary
Bailey Ennis baby donor £25 insemination kit pregnant
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X