બાઇટ મસાજથી લઇને ડંખ સુધી હોલીવૂડ સેલેબને તેમની નવીન વાતો

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ સેલેબ્રિટીના નખરા વિષે આપણે બધા જ જાણીએ છીએ તે રીતે જ હોલીવૂડ સ્ટાર્સના નખરા પણ કંઇ ઓછા નથી. ઉલ્ટા બોલીવૂડ કરતા પણ ચાર ચાસણી ચડે તેવા નખરા હોલીવૂડના સેલેબ કરે છે. વળી ગ્લેમર અને બ્યૂટીની આ દુનિયામાં લાંબા સમય સુધી ચર્ચામાં રહેવા માટે આ સેલેબને પણ અનેક પાપડ વણવા પડે છે. હાલમાં સમાચારો માધ્યમ દ્વારા જાણવા મળ્યું હતું કે કેટી પેરી અને કાન્યા વેસ્ટ જેવી સેલેબ્રિટી બાઇટ મસાજ કરાવી તેમની સુંદરતા બનાવી રાખે છે. ત્યારે આજે હોલીવૂડના કેટલાક આવા જ જાણીતા સેલેબ અને તેમના અવનવા મસાજ અને બ્યૂટી રૂટીન વિષે કેટલીક અજીબો ગરીબ વાતો તમને જણાવવા જઇ રહ્યા છીએ. જે જાણીને તમને પણ નવાઇ લાગશે. તો જાણો આ અંગે વધુ અહીં...

લેડી ગાગા

લેડી ગાગા

અજીબો ગરીબ વસ્તુઓ સાથે લેડી ગાગાનો જૂનો સંબંધ છે. કંઇક હટકે કરવામાં લેડી ગાગાનું નામ હંમેશા આગળ હોય છે. તે પોપ સિંગર તેવી લેડી ગાગા રોજ તેની આઇ બ્રોને બ્લીચ કરે છે. તેનું માનવું છે કે આમ કરવાથી તેની આઇ બ્રો બ્યૂટીફૂલ દેખાય છે. અને તે અનેક વાર નીતનવા રંગોથી પણ તેની આઇબ્રો બ્લીચ કરે છે.

કિમ કરદર્શિયન

કિમ કરદર્શિયન

કિમ કરદર્શિયન તેની સુંદરતા માટે જાણીતી છે. પણ તે માટે તે નીતનવા પ્રયોગો પણ કરતી રહેતી હોય છે. અને આમ કરીને જોતે જ પોસ્ટ કરી વધુ લોકપ્રિયતા મેળવતી હોય છે. ત્યારે આવી રીતે જ જ્યારે કિમે વેમ્પાયર ફેશિયલ કરાવ્યું હતું ત્યારે તેણે આ અંગે સોશ્યલ મીડિયામાં ફોટો મૂક્યો હતો. જે બાદ રાતો રાત આ ફેસિયલ ફેમસ થઇ ગયું હતું.

વિક્ટોરિયા બેકહમ

વિક્ટોરિયા બેકહમ

ત્યાંજ જાણીતા ફૂટબોલર બેકહમની પત્ની વિક્ટોરિયા બેકહમએ શી પ્લીસેન્ટ ફેસિયલ લે છે. જેનાથી ચહેરાના કોલેજન પ્રોડક્શન વધી જાય છે અને ચહેરાની ઇલાસ્ટિસિટી વધી જાય છે.

જેનિથ પેલ્ટ્રો

જેનિથ પેલ્ટ્રો

હોલીવૂડની જાણીતી અભિનેત્રી અને સુંદર હિરોઇનોમાંથી એક તેવી જેનિથ પેલ્ટ્રો મધમાખીના ડંખની ચિકિત્સા લેતી હતી. તેનાથી તેના ચહેરા પરની લીટોઓ ઓછી થઇ જતી અને તેની સુંદરતા વધુ નીખરી આવતી. જો કે આ ટ્રીટમેન્ટ વર્ષો જૂની છે. પણ તેનો ઉપયોગ સોજા ઓછા કરવા માટે અને ઘાને દૂર કરવા માટે થતો હતો. પણ આ પ્રક્રિયા ખૂબ જ કષ્ટદાયક છે.

English summary
Bizarre : Bite massage and other bizarre therapies Hollywood celebrities opt for beauty

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.