વિચિત્ર રેસ્ટોરન્ટ : કમોડમાં પીરસેલું, લોકો ટેસથી જમે છે
ટોકિયો : તમને વાંચતાની સાથે જ મનમાં થઇ આવ્યું છે કો ઓહ! કેવા લોકો છે. પણ હકીકત એ જ છે કે આ દુનિયાની અજબ-ગજબ રેસ્ટોરન્ટ છે. જ્યાં લોકોને કમોડમાં ભોજન પીરસવામાં આવે છે અને લોકો પણ તેને ટેસથી આરોગે પણ છે.
અમે જાપાનની એક એવી મોડર્ન રેસ્ટોરાંની વાત કરી રહ્યા છે જેનું સમગ્ર ઇન્ટિરિયર ટોઇલેટ થીમ પર બનાવેલું છે. અહીં વિવિધ પ્રકારના કમોડ, વોશ બેસિન, બાથ ટબ વગેરે બનેલા છે. પગ નીચેની લાદીથી લઇને દીવારો પર તેને ટોઇલેટનો લૂક આપવામાં આવ્યો છે. આ રેસ્ટોરન્ટમાં સલાડ મૂકવા માટે ફ્લશ લેટરિનની સીટ તો બેસવા માટે કમોડ બનાવવામાં આવ્યા છે.
હવે આગળ ચાલીએ અને ભોજનની વાત કરીએ. અહીં આપ જે પણ ઓર્ડર કરશો તો વેટર તમારો ઓર્ડર કમોડ, બાથ ટબ, વોશ બેસિન, બકેટ વગેરેના આકારમાં બનેલા બાઉલમાં પીરસશે. તમે જે પ્લેટમાં જમશો તેનો આકાર પણ ફ્લશ લેટરિનની સીટ જેવો જ હોય છે.
આટલું વાંચીને તમને બે વિચાર તો ચોક્કસ આવ્યા જ હશે કે આવી રેસ્ટોરન્ટમાં ભોજન કરવા કોણ જતું હશે? અને જતા હશે તો પણ આ રેસ્ટોરન્ટ ચાલતી હશે ખરી? તમારા બંને પ્રશ્નોનો એક જ જવાબ છે કે આ રેસ્ટોરન્ટનો સમાવેશ જાપાનના ટોપ રેસ્ટોરન્ટમાં થાય છે. તેની સફળતાને કારણે આ થીમની રેસ્ટોરન્ટ હોંગ કોંગ અને તાઇવાનમાં ખોલવામાં આવી છે. આને આધારે તમને અનુમાન આવશે કે કેટલા ગ્રાહકો અહીં આવતા હશે. આ બધી જ વિગતો જાણવા આગળ વાંચો...

મોડર્ન ટોઇલેટ રેસ્ટોરન્ટ
આ રેસ્ટોરન્ટમાં આપને ક્યાંય પણ ટેબલ કે ચેર મળશે નહીં. ડાઇનિંગ ટેબલની ડિઝાઇન ફ્લસ સીટ જેવી અને ચેર કમોડ જેવી છે.

જુઓ કેવી રીતે પીરસાય છે વાનગીઓ
આ રેસ્ટોરન્ટમાં કમોડ જેવા આકારના બાઉલમાં ભોજન પીરસવામાં આવે છે. અહીં એક પણ સાદું કે થીમથી અલગ બાઉલ તમને જોવા મળશે નહીં.

મોર્ડન ટોઇલેટના ઇન્ટિરિટરની એક ઝલક
અહીં આપ જે પણ ઓર્ડર કરશો તો વેટર તમારો ઓર્ડર કમોડ, બાથ ટબ, વોશ બેસિન, બકેટ વગેરેના આકારમાં બનેલા બાઉલમાં પીરસશે. તમે જે પ્લેટમાં જમશો તેનો આકાર પણ ફ્લશ લેટરિનની સીટ જેવો જ હોય છે.

બધાથી અલગ છે આ રેસ્ટોરન્ટ
વિશ્વમાં આ પોતાની રીતનું અનોખું રેસ્ટોરન્ટ છે. અહીંની દરેક વસ્તુ અલગ હોવાથી અહીં આવીને જમાવાનો અહેસાસ પણ અલગ છે. અહીં વાનગીઓના નામ પણ ટોઇલેટ સંબંધિત વસ્તુઓ સાથે સાંકળીને રાખવામાં આવ્યા છે.

બાથ ટબમાં ડિશ
આ જુઓ. બાથ ટબમાં પીરસવામાં આવેલી વાનગી. વાનગીને આરોગવા માટે આપવામાં આવેલી સ્પૂનનો શેપ પણ બધાથી અલગ છે.

શું આપ આ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરશો?
અમે તમને પૂછવા માંગીએ છીએ કે જો તક મળે તો તમે આ રેસ્ટોરન્ટમાં જવાનું પસંદ કરશો?












Click it and Unblock the Notifications
