કુતરાં, કાચબા ને ઘોડાનું પણ માંસ ખાઇ જાય છે આ લોકો
કેટલાક લોકો માટે જાનવરનું માંસ ખાવું કોઇ મોટી વાત નથી. આપણી આસપાસ કેટલાય એવા લોકો મળી જશે, જે ચિકન, બકરા, માછલા અને ભેંસ વિગેરેનું માંસ ખાતા હોય છે. આ માંસને કોઇપણ જાતની પરેશાની વગગર વિશ્વભરમાં એક ખાદ્ય પ્રદાર્થના રૂપમાં સ્વિકારી લેવામા આવ્યું છે. જો કે, જ્યારે વાત ખાદ્ય પદાર્થની વાત હોય ત્યારે તેનું કોઇ સમાન માનક નથી હોતું.
કોઇ વ્યક્તિને દાળ-રોટી પસંદ છે, તો કોઇને ચિકન પસંદ છે. આ તો આમ વાત છે, પરંતુ એ દેશના લોકોને શું કહેશો કે જે, કુતરાં, કાચબા, સાંપ, કરોળિયો અન ઘોડા વિગેરેનું માંસ પણ ખાઇ જાય છે. ભારતમાં તો લોકો હજુ ચિકન અને મટન સુધી જ સિમિત છે, પરંતુ બહારના દેશ જેમકે, ચીન, તાઇવાન, મેક્સિકો, જાપાન અને ખાડી દેશોના લોકો ખાવાના મામલે ઘણા આગળ નીકળી ગયા છે.
તમને જાણીને હેરાની થશે કે ઘણા લોકો તો જંગલી કાચિંડો ખાય છે, અનેક લોકો તો જીવીત ઓક્ટોપસને કાપીને ખાવા માંડે છે. એ વ્યક્તિ જે સંપૂર્ણપણે વેજિટેરિયન છે, તેમને જો આ દેશના લોકોને કુતરાં, કરોળિયો ખાતા જોઇ લે તો સાચું કહીએ તેમના માટે આ અનુભવ ઘણો જ ખરાબ રહેશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે કયા દેશમાં આ અજીબ હરકતો કરવામાં આવે છે.

ઘોડા- ફ્રાન્સ
ઘોડાનું માંસ ફ્રાન્સના અનેક ગામોમાં ખાવામાં આવે છે, જોકે, મોર્ડન જમાનામાં ફ્રાન્સમાં પણ તમને કેટલીક માંસાહારી દુકાનો મળી જશે જે ઘોડાનું માંસ વેચે છે.

ઇગ્યુએના- મેક્સિકો
આ પશ્ચિમી દ્વીપ સમૂહ અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં મળી આવતો કાંચિડા જેવી સંરચના ધરાવતો જીવ છે. મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકો જણાવે છે કે તેમને ઇગ્યુએનાનો સ્વાદ પણ ચિકન જેવો જ લાગે છે. આ ઉપરાંત વિટામિન અને ખનીજની માત્રા તેમા વધારે છે.

સિલ્ક વાર્મઃ કોરિયા
અહીં સિલ્ક વાર્મને રોસ્ટ કરીને એખ એપીટાઇઝરના રૂપમાં ખાવામાં આવે છે. આ ખાવામાં ટેસ્ટી અને સિલ્કની જેમ જ મુલાયમ લાગે છે.

કાચબોઃ ચીન
કાચબાનું માંસ ખાવું એ એક સામાન્ય વાત છે. થોડાક દશકાઓ પહેલા કાચબાનું માંસ ભારતમાં પણ ખાવામા આવતું હતું. પ્રાચીન ચીની ચિકિત્સામાં સેક્સ લાઇફ વધારવા માટે કાચબાનું માંસ ખાવનું જણાવવામાં આવ્યું છે.

એમુ- ઓસ્ટ્રેલિયા
ટર્કીના મુકાબલે એમુ સ્વાદમાં ટેસ્ટી હોય છે. આ દેશી પક્ષીને ઓસ્ટ્રેલિયામાં અવર-નવારમાં ખાવામાં આવે છે.

કુતરાં- વિયેતનામ
કુતરાંઓને માનવીનો સૌથી સારો મિત્ર અને એક વફાદાર જાનવર કહેવામાં આવે છે, પરંતુ વિયેતનામમાં કુતરાં તેમની થાળીની એક ડિશ તરીકે પીરસવામાં આવે છે. કુતરાંનુ માંસ વિયેતનામ અને કંબોડિયા જેવા દેશોમાં નિયમિતપણે ખાવામાં આવે છે.

ગિની સુઅર- પેરુ
ગિની સુઅર દેખાવે ઘણા સારા લાગે છે, પરંતુ પેરુના લોકો આજે પણ તેને ઉંદરના રૂપમાં જૂએ છે. પેરુ અને મધ્ય અમેરિકામાં આવનારા લોકોને સલાહ આપવામાં આવે છે કે, જો તમે અહી રજા ગાળવા માટે તમારા આ પાળતું જાનવર સાથે આવી રહ્યાં હોવ તો, તેને તમારી પાસેથી ગમે તે સમયે છીનવી લેવામાં આવી શકે છે અને પછી તેનો આહાર કરવામાં આવી શકે છે.

ઉંટ- ખાડી દેશ
પ્રાચીન રોમનની એક દાવત માટે ફારસીઓને ઉંટ પીરસવામાં આવ્યું, આ જોઇને રોમનના લોકોને ઘણી હેરાની થઇ. આજે પણ ખાડી દેશોમાં ઉંટની માંસને વિનમ્રતા સાથે મહેમાનોને પીરસવામાં આવે છે.

જેલી ફિશ- જાપાન
જેલી ફિશની મોટાભાગની પ્રજાતિઓ ઝહેરીલી હોય છે. તેમાના કેટલાક ઝેરીલા નથી હોતા, તે જાપાનીઓની પ્લેટમાં હોય છે.

કરોળિયો- કંબોડિયા
ફ્રાઇ અને પકવેલો કરોળિયો કંબોડિયામાં એપીટાઇઝરના રૂપમાં ખાવામાં આવે છે.

જીવીત ઓક્ટોપસ- કોરિયા
કોરિયામાં આ એક પ્રસિદ્ધ કાચા પકવાનના રૂપમાં ઓળખાય છે. અહીના રેસ્ટોરાંમાં જીવીત ઓક્ટોપસને કાપીને તુરત સર્વ કરવામાં આવે છે.

રીંછનો પંજો- ચીન, હોંગકોંગ અને તાઇવાન
રીંછના પંજાનો સૂપ હોંગકોંગ, તાઇવાન અને ચીનમાં ઘણો જ પસંદ કરવામાં આવે છે. આ ઘણો મોંઘો હોય છે, કારણ કે તેને પકાવવામાં ઘણો સમય લાગે છે. બીજાના પેટ ભરવાના ચક્કરમાં રીંછને મારી નાંખવા ખોટી વાત છે અને તેથી તેને રોકવા માટે વિશ્વભરના અનેક પર્યાવરણ પ્રેમીઓ તેનો વિરોધ કરી રહ્યાં છે.

સ્ટાર ફિશ- ચીન
બેઇજિંગના રસ્તાઓ પર તમને સ્ટાર ફિશ, વીચ્છી અને સીહાર્સ ગ્રિલ કરેલા મળી જશે. અહિંયા તે ફેમસ છે અને લોકો તેને ખાવાનું વધારે પસંદ કરે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
