Viral Video : નબળા હૃદય વાળા લોકો આ Video જોવો નહીં, CCTVમાં ભૂત
સીસીટીવી કેમેરામાં જ્યારે એક ઢંગલી જાતે જ હલવા લાગી, નાની બાળકી અને તેના ઘરમાં થતી અજીબો ગરીબ વસ્તુઓનો વીડિયો જુઓ અહીં...
ભૂત પ્રેતની વાતોમાં વિશ્વાસ ના જ કરવો જોઇએ. પણ અવાર નવાર સોશ્યલ મીડિયા પર કેટલાક તેવા વીડિયો જોવા મળી જાય છે કે આપણને ફરી આ અંગે સવાલ કરવા મજબૂર કરી દે. અનેક વાર તેવું પણ બને છે કે કોઇ ટ્રીક કરીને આવા વીડિયો બનાવવામાં આવતા હોય છે.
પણ તેમ છતાં જ્યારે આવા વીડિયો જોઇએ છીએ ત્યાં આપણને ડર જરૂરથી લાગે છે. ત્યારે હાલમાં સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક નાનકડી છોકરી તેની ઢંગલી સાથે રમી છે. ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં આ બધુ જ કેદ થઇ રહ્યું છે. ત્યારે જ અચાનક પાસે પડેલી ઢંગલી અજીબ રીતે હલવા લાગે છે.
તો અન્ય એક વીડિયોમાં જ્યારે બાળકી એક ટેબલ પર ચિત્ર દોરે છે ત્યારે કાગળ ઉડવા લાગે છે અને બાળકી જ્યારે ડરીને ત્યાંથી ભાગી જાય છે ત્યારે થોડીક વાર પછી ટેબલ પણ પોતાની જગ્યાએ ખસવા લાગે છે. ખરેખરમાં આ વીડિયો નબળા મનના લોકોએ ના જોવો જોઇએ. ત્યારે આ માની ના શકાય તેવો આ ડરામણો વીડિયો જુઓ અહીં....
નોંધ- નબળા મનના લોકો આ વીડિયો ના જુઓ...












Click it and Unblock the Notifications
