For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈજ્ઞાનિકોએ અગિયાર વાંદરાઓમાં માનવ મગજના જનીનો દાખલ કર્યા, બદલી આ આદતો

ચીની વૈજ્ઞાનિકો માનવ મગજના જનીનો વાંદરની અંદર દાખલ કરવામાં સફળ થયા છે.

|
Google Oneindia Gujarati News

ચીની વૈજ્ઞાનિકો માનવ મગજના જનીનો વાંદરની અંદર દાખલ કરવામાં સફળ થયા છે. એક નેશનલ સાયન્સ રિવ્યૂ મેગેઝિનમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર ગત મહિને બીજિંગમાં વૈજ્ઞાનિકોએ મગજના વિકાસથી સંકળાયેલા હ્યુમન જનીન-MCPHI ને એક વાયરસ દ્વારા વાંદરાના એબ્રીયોમાં દાખલ કર્યા હતા. ચિની વૈજ્ઞાનિકોનો દાવો છે કે 11 વાંદરાઓમાં એચસીપીએચ-1 જનીન ટ્રાન્સપ્લાન્ટ કરી તેમને તૈયાર કરવામાં આવ્યા છે.

bizarre facts

પ્રયોગમાં વૈજ્ઞાનિકોએ જોયું કે મનુષ્યની જેમ જ વાંદરાઓનું મગજ વિકસિત થવા માટે પણ સમય લાગ્યો છે. આ વાંદરાઓનું મગજ હવે મનુષ્ય તરીકે કહેવામાં આવ્યું છે. જો એવું ખરેખર થાય તો તે ચીન માટે એક મોટી સફળતા પુરવાર થશે. વૈજ્ઞાનિકોના અહેવાલમાં જાણવા મળ્યું છે કે આ વાંદરાઓએ ટૂંકા ગાળામાં મેમરીમાં સારો દેખાવ કર્યો છે. આ ઉપરાંત, આ વાંદરાઓએ જંગલી વાંદરાઓની તુલનામાં કોઈ પણ વાત પર પોતાની પ્રતિક્રિયા આપવામાં ઝડપ દેખાડી છે. તેમ છતાં તેમના મગજના કદમાં હજુ સુધી વધારો થયો નથી.

આ પણ વાંચો: મહિલાની આંખોમાં ખંજવાળ, આંખમાંથી 3 મધમાંખી નીકળી, જાણો આગળ..

જણાવી દઈએ કે વાંદરાઓમાં ઘણા અન્ય પ્રાણીઓની તુલનામાં મગજ સારું વિકસિત હોય છે. તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા જેમાં એક વાંદરાએ બે વર્ષનો બાળકનું અપહરણ કરે છે કારણ કે તે તેની સાથે રમી શકે છે. તે સાંભળીને આશ્ચર્ય થયું હશે પણ તે સાચું છે. કારણ કે આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વાંદરાએ બાળકનું અપહરણ કરી અને તેની સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: લોકો 1400 રૂપિયા ચૂકવીને માર ખાવા માટે આવે છે, બિકીનીમાં સુંદર રેસલર્સ ધુલાઈ કરે છે

જ્યારે બાળકનો પરિવાર તેને બચાવવા પ્રયત્ન કરે છે, ત્યારે તે તેને ગળે લગાવી લેતો અને તેને જવા પણ નથી દેતો. લાગતું હતું કે તેને કોઈ મિત્ર જોઈએ છે અને તેને તે મળી ગયો છે. તે વિડીયોમાં બાળકને ખુબ વહાલ કરે છે અને તેના બાળકની જેમ, તે તેના વાળમાંથી જૂ પણ કાઢી રહ્યો છે. આ વીડિયો હરિયાણાનો કહેવામાં આવી રહ્યો છે. આ જોઈને લોકો કહેવા લાગ્યા કે વાંદરામાં કેટલો પ્રેમ છે.

English summary
Chinese scientist placed human brain genes in monkey, saw these changes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X