મહિલાની આંખોમાં ખંજવાળ, આંખમાંથી 3 મધમાંખી નીકળી, જાણો આગળ..
ચીનમાં એક અજીબ અને ડરાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોએ એક મહિલાની આંખમાંથી ત્રણ જીવતી મધમાખીઓ બહાર કાઢી છે.
ચીનમાં એક અજીબ અને ડરાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોએ એક મહિલાની આંખમાંથી ત્રણ જીવતી મધમાખીઓ બહાર કાઢી છે. આ ખબર સાંભળીને બધા જ હેરાન છે કે આખરે મધમાંખી આંખની અંદર કઈ રીતે રહી શકે. મહિલાની આંખમાં મધમાંખી ત્યારે ઘુસી ગઈ જયારે તે ઘાસ કાપવા ગઈ હતી. ત્યારથી આવ્યા પછી જ તેની આંખોમાં જોરદાર ખંજવાળ થવા લાગી.
આ પણ વાંચો: ખાટલાની નીચે જોયો તેજસ્વી પ્રકાશ, લાઇટ ચાલુ કરી જોયું તો રુંવાટા ઉભા થઇ ગયા

આસુંઓ પીવીને જીવતી હતી મધમાંખીઓ
આ મહિલા જયારે ઘાસ કાપી રહી હતી ત્યારે આ મધમાંખીઓ તેની આંખમાં ઘુસી ગઈ. આ મધમાખીઓ મહિલાની આંખની અંદર આંસુઓ પીવીને જીવતી હતી. ઘાસ કાપીને આવ્યા પછી મહિલાને આંખમાં ખંજવાળ થવા લાગી. બધાને લાગ્યું કે કદાચ તેને કોઈ કીડાએ કરડી લીધું હશે.

આંખોની રોશની બચી ગઈ
મહિલાની આંખોની હાલત ગંભીર થઇ ગઈ હતી. ડોક્ટરોને ડર હતો કે કદાચ તેની આંખોની રોશની ના ચાલી જાય. ડોક્ટરોએ સાવચેતીથી મધમાંખીઓને બહાર કાઢી અને મહિલાની આંખોની રોશની પણ બચી ગઈ. પરંતુ તેના કારણે મહિલાની આંખોમાં બેક્ટીરિયલ ઇન્ફેક્શન અને બળતરાની થવા લાગી.

28 વર્ષ સુધી મહિલાની આંખમાં લેન્સ ફસાઈ રહ્યો
આંખ જેવા નાજુક અંગ માટે આ પ્રકારનું દર્દ વેઠવું મુશ્કિલ છે. થોડા સમય પહેલા સ્કોટલેન્ડની એક મહિલાનું નામ સામે આવ્યું હતું, જ્યાં એક મહિલાની આંખમાં 28 વર્ષથી લેન્સ અટક્યો હતો જેને ખુબ જ મુશ્કીલી પછી બહાર કાઢવામાં આવ્યો.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
