એક એવું ઝૂ, જ્યાં માણસોને પાંજરામાં બંધ કરવામાં આવે છે!

Written By:
Subscribe to Oneindia News

તમે ઘણીવાર પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશો, જ્યાં હંમેશા પ્રાણીઓ અને પક્ષીઓને પાંજારામાં બંધ રાખવામાં આવે છે. દરેક પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓનો એક વિસ્તાર નક્કી હોય છે, જ્યાં તેમને બંધ રાખવામાં આવે છે, જેથી પ્રાણીઓ ત્યાં ફરવા આવતા મુસાફરો પર હુમલો ન કરી બેસે. જંગલ સફારીમાં પણ પ્રાણી અને જીપ વચ્ચેનું નિશ્ચિત અંતર જાળવવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય એવા પ્રાણી સંગ્રહાલય વિશે સાંભળ્યું છે, જ્યાં પ્રાણીઓ છુટા ફરતા હોય અને વ્યક્તિઓને પાંજરામાં બંધ કરવામાં આવ્યા હોય!

અહીં છૂટા ફરે છે જાનવરો

અહીં છૂટા ફરે છે જાનવરો

ચીનના ચૌંગક્વિંગ શહેરમાં આવું જ એક પ્રાણી સંગ્રહાલય આવેલું છે, જેનું નામ છે લેહે લેદુ વાઇલ્ડલાઇફ ઝૂ. અહીં ફરવા આવતા મુસાફરોને પાંજરામાં બંધ કરી ઝૂમાં ફેરવવામાં આવે છે. જી હા, મુસાફરોને પાંજરા જેવા દેખાતા વાહનમાં બંધ કરવામાં આવે છે અને આ રીતે જ તેઓ આખું પ્રાણી સંગ્રહાલય ફરે છે.

મસમોટી ફી

મસમોટી ફી

આ ઝૂમાં વાઘ, બેંગાલ ટાઇગર, સફેદ વાઘ, રીંછ વગેરે જેવા પ્રાણીઓ શિકારની શોધમાં છૂટા ફરતા હોય છે. મુસાફરોને જાનવરોથી કોઇ હાનિ ન પહોંચે એ માટે તેમને આ રીતે બંધ કરી ઝૂમાં ફેરવવામાં આવે છે. અન્ય ઝૂથી અલગ લાગતા આ પ્રાણી સંગ્રહાયલયમાં ફરવા માટે મસમોટી ફી ચૂકવવી પડે છે. મુસાફરો ઇચ્છે તો પ્રાણીઓને પોતાના હેથ ચિકન અન્ય વસ્તુઓ ખવડાવી શકે છે. ઝૂની સવારી પહેલાં તમામ મુસાફરોને નિયમો તથા Do's અને Don't અંગેની વિગતો સમજાવવામાં આવે છે.

ચીનનું ફેમસ ડેસ્ટિનેશન

ચીનનું ફેમસ ડેસ્ટિનેશન

વર્ષ 2015માં આ પ્રાણી સંગ્રહાલય સ્થાનિકો અને બહારથી આવતા મુસાફરો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ત્યારથી સતત દર વર્ષે અહીં ફરવા આવતા મુસાફરોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ચીનમાં ફરવા જતા લોકોમાં આ ખૂબ ફેમસ ડેસ્ટિનેશન છે. મુસાફરો આ અનુભવને તદ્દન અનેરો અને અલગ ગણાવે છે.

હેતુ છે વન્ય જીવનની જાણકારી

હેતુ છે વન્ય જીવનની જાણકારી

આ ઝૂનો કોન્સેપ્ટ અલગ રાખવાનું મુખ્ય કારણ જણાવતાં ઝૂના એડમિનિસ્ટ્રેટિવે જણાવ્યું કે, મુસાફરોમાં વન્ય જીવન અને ત્યાંના જીવો પ્રત્યે જાગૃતિ વધે એ જ અમારો મુખ્ય હેતુ છે. અહીં પ્રાણીઓ આરામથી જંગલની માફક જ ટહેલતા હોય છે, આથી લોકો પ્રાણીઓના વર્તન વિશે વધુ સારી રીતે જાણી શકે છે અને મુસાફરોને પણ વધુ નેચરલ અનુભવ મળે છે.

ગાડી પર ચડી જાય છે જાનવરો

ગાડી પર ચડી જાય છે જાનવરો

પાંજરાવાળી ગાડી જ્યારે શિકારની શોધમાં ફરતાં પ્રાણીઓના વિસ્તારમાંથી પસાર થાય ત્યારે એ અનુભવ અને દ્રષ્ય ખાસા ભયાવહ હોય છે. ઘણીવાર પ્રાણીઓ ગાડી પર ચડી જઇ અંદર રહેલ મુસાફરો સુધી પહોંચવાનો પ્રયત્ન પણ કરે છે. જો કે, આ ઝૂમાં મુસાફરોની સુરક્ષાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ગમે તેટલું શક્તિશાળી પ્રાણી પણ પાંજરાવાળી ગાડીમાં એક બાકોરું પણ પાડી શકતું નથી. ટૂંકમાં, જંગલમાં પ્રાણીઓ વચ્ચે રહેવાનો સંપૂર્ણ અનુભવ તમને આ ઝૂમાં મળે છે અને તે પણ પૂરી સુરક્ષા સાથે.

English summary
the Lehe Ledu Wildlife Zoo in China’s Chongqing City has put a spin on the usual zoo visit experience – people pay to be locked in cages, while hungry lions and tigers roam free around them.
Please Wait while comments are loading...