સમોસામાં કોન્ડોમ ભરીને ખવડાવી દેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો, જાણો ક્યાંની છે પુરી ઘટના?
મહારાષ્ટ્રના પુણેમાં એક ચૌકાવનારી ઘટના સામે આવી છે. અહીં સમોસામાં કોન્ડોમ ભરીને ખવડાવી દેતા મોટો હંગામો સર્જાયો છે.
અહેવાલો અનુસાર, પુણેની એક પ્રખ્યાત ઓટોમોબાઈલ કંપનીમાં આ ઘટના સામે આવી છે. અહીંની કેન્ટીનમાં મળતા સમોસામાં કથિત રીતે કોન્ડોમ, પથ્થર અને તમાકુ જેવી વસ્તુઓ મળી આવી છે.

આ ચિંતાજનક ઘટના પિંપરી-ચિંચવડમાં પુણે સ્થિત કંપનીમાં બની છે અને 27 માર્ચે પ્રકાશમાં આવી હતી. જ્યારે કર્મચારીઓએ સમોસા ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમાંથી પથ્થર, ગુટખા અને કોન્ડોમ પણ નીકળ્યા.
આ માહિતી આપ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે અને પાંચ લોકો સામે ગુનો પણ નોંધ્યો છે. તેમાં સમોસા સપ્લાય કરતી કંપનીના બે કર્મચારીઓ અને અન્ય પેઢીના ત્રણ ભાગીદારોનો સમાવેશ થાય છે, જેમને અગાઉ ભેળસેળના આરોપસર કાઢી મૂકવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, ઓટોમોબાઈલ કંપની સાથેનો કરાર પૂરો થયા બાદ બદલો લેવા માટે એક બિઝનેસમેને આ કૃત્ય કર્યું. પોલીસના જણાવ્યા મુજબ, ત્રણ ભાગીદારોએ સમગ્ર ઘટનાની યોજના બનાવી અને સમોસાનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને બદનામ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે બે કર્મચારીઓને કામે રાખ્યા હતા.
પોલીસે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, કેટાલિસ્ટ સર્વિસ સોલ્યુશન પ્રાઈનેટ લિમિડેટને કંપનીની કેન્ટીનમાં નાસ્તાના સપ્લાયની જવાબદારી હતી. જો કે, તેને બદલી દેવામાં આવી અને કોન્ટ્રાક્ટ મનોહર એન્ટરપ્રાઇઝ નામની અન્ય પેટા કોન્ટ્રાક્ટર પેઢીને આપવામાં આવ્યો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ફિરોઝ શેખ અને વિકી શેખ તરીકે ઓળખાતા બે કામદારોએ સમોસામાં કોન્ડોમ, ગુટખા અને પથ્થરો ભર્યાનું કબૂલ્યું. તેઓએ એ પણ કબૂલાત કરી હતી કે તેઓ SRA એન્ટરપ્રાઈઝના કર્મચારીઓ હતા અને તેના ભાગીદારોએ તેમને મનોહર એન્ટરપ્રાઈઝમાં ખોરાકમાં ભેળસેળ કરવા માટે મોકલ્યા હતા.












Click it and Unblock the Notifications
