કાગડાઓમાં હોય છે બદલો લેવાની જબરજસ્ત ભાવના, 17 વર્ષ સુધી ભૂલતા નથી ચહેરો, રિસર્ચમાં આવ્યુ તારણ
Factaboutcrow: બદલો લેવોએ માનવીઓમાં સામાન્ય બાબત છે, પરંતુ શું તમે ક્યારેય પક્ષીઓ કે પ્રાણીઓને બદલો લેતા સાંભળ્યા છે કે જોયા છે? પક્ષી નિષ્ણાતો દાવો કરે છે કે, કાગડા વાસ્તવમાં દ્વેષ રાખે છે. એક અભ્યાસ અનુસાર, જો કાગડા કોઈ માણસ સાથે દુશ્મની કરે છે, તો તે તેને 17 વર્ષ સુધી યાદ રાખી શકે છે અને બદલો લેવાનો પ્રયાસ કરી શકે છે.
આ શોધ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પર્યાવરણ વૈજ્ઞાનિક પ્રોફેસર જ્હોન માર્ઝલફના સંશોધનમાંથી આવી છે. 2006 માં, તેમણે કાગડા બદલો લે છે કે કેમ તે ચકાસવા માટે એક પ્રયોગ હાથ ધર્યો. પ્રયોગ દરમિયાન, તેણે રાક્ષસનું માસ્ક પહેર્યું અને સાત કાગડાઓને જાળમાં પકડ્યા.
તેમણે તેમને ઓળખવા માટે તેમના પીંછાને ચિહ્નિત કર્યા અને પછી તેમને કોઈ નુકસાન વિના છોડી દીધા. જો કે, છૂટ્યા પછી પણ કાગડાઓ તેમની પાછા જતા રહ્યા. જ્યારે પણ તે કેમ્પસમાં માસ્ક પહેરતો ત્યારે કાગડા તેના પર હુમલો કરતા.

માસ્ક પહેરેને કાગડા કરતા હતા હુમલો
તેનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ હતી કે અન્ય કાગડાઓ પણ તેમાં જોડાયા અને આ હુમલાઓ સાત વર્ષ સુધી ચાલુ રહ્યા. 2013 પછી કાગડાઓની આક્રમકતા ધીમે ધીમે ઓછી થવા લાગી પછી ગયા સપ્ટેમ્બરમાંનપ્રયોગના 17 વર્ષ પછી માર્ઝલફ બહાર ગયો અને માસ્ક પહેર્યું ત્યારે પ્રથમ વખત કાગડાઓએ તો તેના પર હુમલો ન કર્યો . પ્રોફેસર માર્ઝલફ હવે આ રસપ્રદ અનુભવ પર તેમનું સંશોધન પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે.
ચહેરા ઓળખી જાય છે કાગડા
તેમના અભ્યાસ દ્વારા માર્ઝલુફે શોધ્યું કે કાગડાના મગજમાં સસ્તન પ્રાણી એમીગડાલા જેવો વિસ્તાર હોય છે, જે લાગણીઓની પ્રક્રિયા માટે જવાબદાર છે. તે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે કાગડા માત્ર માનવ વર્તનને નજીકથી જ નિહાળી શકતા નથી પણ ચહેરાને પણ ઓળખી શકે છે.
ગુસ્સે થયેલા કાગડાઓનો સામનો કરવો ભયાનક
જે કાગડાઓ કોઈનાથી ભય અનુભવે છે તેઓ તે વ્યક્તિને યાદ કરી શકે છે અને ક્રોધ રાખે છે. ગુસ્સે થયેલા કાગડાઓનો સામનો કરવો એ હોરર ફિલ્મના દ્રશ્યો જેવું લાગે છે. સિએટલના કોમ્પ્યુટર નિષ્ણાત જીન કાર્ટરને આ વાતનો અનુભવ થયો જ્યારે કાગડાઓ તેને લગભગ એક વર્ષ સુધી તેની બારીની બહાર જોતા રહ્યા.












Click it and Unblock the Notifications
