અહીં થાય છે મરેલા લોકોના લગ્ન, જાણો ક્યાં જોવા મળે છે આ વિચિત્ર પરંપરા?
લગ્નને લઈને ભારત અને દુનિયામાં હજારો પરંપરાઓ ચાલી આવી છે. કેટલીક પરંપરાઓ એટલી અજીબ છે કે સાંભળતા જ આશ્ચર્ય થાય. આવી જ એક લગ્ન પરંપરામાં મરેલા લોકોના લગ્ન કરાવવામાં આવે છે.
હાલમાં જ કર્ણાટકમાં થયેલા એક લગ્નની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. 28 જુલાઈએ દક્ષિણ કન્નડ જિલ્લામાં શોભા અને ચંદપ્પા નામના કપલે લગ્ન આ કર્યા હતા. આ લગ્ન આમ તો સામાન્ય લગ્નની જેમ થયા હતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વર-કન્યાનું 30 વર્ષ પહેલા અવસાન થઈ ગયુ છે. શોભા અને ચંદપ્પાના મૃત્યુને 30 વર્ષ થઈ ગયા છે. કર્ણાટકમાં પ્રેથા કલ્યાણમ નામની એક પરંપરા પ્રથા છે અને તેમાં મૃતકોના લગ્ન કરવામાં આવે છે.

આ પરંપરા કેરળ અને કર્ણાટકના ઘણા ભાગોમાં જોવા મળે છે. આ પરંપરામાં એવા લોકો લગ્ન કરે છે જે જન્મ પછી તરત જ મૃત્યુ પામે છે. તેમના સ્વજનો આ લગ્ન કરાવે છે. માન્યતા છે કે આમ કરવાથી તેમનું સન્માન મળે છે.
ટ્વિટર પર પોસ્ટ કરાયેલી આ લગ્ન વિશેની પોસ્ટમાં જણાવાયુ છે કે તાજેતરમાં જ આવા જ એક લગ્નમાં સામેલ થયો હતો. તેણે પોતાની પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં લોકો લગ્નની વિધિ કરતા જોવા મળ્યા હતા.
એની અરુણ નામના આ વ્યક્તિએ પોસ્ટમાં જણાવ્યુ કે, સામાન્ય લગ્નમાં જે થાય છે તે સામાન્ય રીતે આ લગ્નમાં પણ થાય છે. પરિવારના સભ્યો એકબીજાના ઘરે જાય છે અને પહેલા સગાઈ થાય છે અને પછી લગ્નની વિધિઓ કરવામાં આવે છે. આ લગ્ન બાળકો અને જેમણે આ લગ્ન નથી કર્યા તે જોઈ શકતા નથી. આ લગ્નમાં મંગળસૂત્ર પણ પહેરવામાં આવે છે અને કન્યાદાન પણ કરવામાં આવે છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
