11 વર્ષની બાળકીની આખોમાંથી નીકળે છે કીડીઓ, ડોક્ટરો પણ હેરાન

Posted By:
Subscribe to Oneindia News

કર્ણાટક માં 11 વર્ષની બાળકીની આખોમાંથી મરેલી કીડીઓ નીકળે છે. આ અજીબ બીમારી તેના પરિવાર પરેશાન છે. એટલું જ નહીં પરંતુ ડોક્ટરો પણ હેરાન છે કે આખરે આ બાળકીની આંખોમાં કીડીઓ પહોંચી કેવી રીતે અને કઈ રીતે મરેલી કીડીઓ તેની આંખોમાંથી નીકળે છે. ડોક્ટરી ઉપચારથી કોઈ જ ફરક પડ્યો નહીં એટલા માટે માતાપિતા હવે જ્યોતિષ પાસે પહોંચી ગયા છે.

10 દિવસથી આખોમાંથી નીકળી રહી છે કીડીઓ

10 દિવસથી આખોમાંથી નીકળી રહી છે કીડીઓ

આખો મામલો કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાનો છે. જ્યાં 11 વર્ષની અશ્વિની અજીબ બીમારીથી પીડાઈ રહી છે. છેલ્લા 10 દિવસથી અશ્વિની ની ડાબી આંખમાંથી મરેલી કીડીઓ નીકળી રહી છે. બાળકી તેના કારણે ખુબ જ પીડા સહન કરી રહી છે.

અત્યાર સુધી 60 કીડીઓ નીકળી ચુકી છે

અત્યાર સુધી 60 કીડીઓ નીકળી ચુકી છે

અત્યાર સુધી અશ્વિનીની આખોમાંથી 60 જેટલી કીડીઓ નીકળી ચુકી છે. આંખોમાં કીડીઓને કારણે તેને ખુબ જ દર્દ થાય છે. કીડીઓને કારણે તેને આંખોમાં બળતરા થાય છે. પરંતુ કોઈ પણ કઈ જ કરી શકતું નથી. ડોક્ટરો પણ હેરાન છે કે આખરે આવું કઈ રીતે થઇ રહ્યું છે.

આખોથી કીડીઓ નીકળવાનું જ્યોતિષ કનેક્શન

આખોથી કીડીઓ નીકળવાનું જ્યોતિષ કનેક્શન

જયારે ડોક્ટરી ઉપચારથી કોઈ જ ફરક પડ્યો નહીં એટલા માટે માતાપિતા હવે જ્યોતિષ પાસે પહોંચી ગયા છે. જ્યોતિષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અશ્વિની નાગદોષ થી પીડિત છે. એટલા માટે તેની આખોમાથી કીડીઓ નીકળી રહી છે. આપણે જણાવી દઈએ કે હાલમાં જ અમેરિકાના ઓરેગન માં એક મહિલાની આંખમાંથી 14 જીવતા કીડા કાઢવામાં આવ્યા હતા.

English summary
Doctors stunned after dead ants seen coming out of girls eyes

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.