For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ છે કે ટૂલ બૉક્સ... ડૉક્ટરે દર્દીમાં પેટમાંથી કાઢ્યા 233 સિક્કા, બેટરી, ખીલી, કાચ, પેચ

ઘણીવાર બાળકો અજાણતામાં સિક્કા જેવી વસ્તુઓને ભૂલથી ગળી જાય છે પરંતુ પુખ્ત વયના લોકો પણ આવુ કરી શકે છે. તમને નવાઈ લાગશે પણ વાત સાચી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઘણીવાર બાળકો અજાણતામાં સિક્કા જેવી વસ્તુઓને ભૂલથી ગળી જાય છે પરંતુ પુખ્ત વયના લોકો પણ આવુ કરી શકે છે. તમને નવાઈ લાગશે પણ વાત સાચી છે. તુર્કીમાં ડોક્ટરોએ દર્દીના પેટમાંથી 250 ધાતુ, કાચ, સ્ક્રૂ, સિક્કા કાઢ્યા છે. જ્યારે ડોક્ટરોએ એ વ્યક્તિનો એક્સ-રે જોયો તો તેઓ દંગ રહી ગયા. તુર્કીના એપેક્યોલુમાં રહેતા એક વ્યક્તિએ પેટમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ ડૉક્ટરોનો સંપર્ક કર્યો. જ્યારે પ્રારંભિક ટેસ્ટમાં કંઈ ખાસ ન આવ્યુ ત્યારે ડૉક્ટરોએ એક્સ-રે કરાવવાનુ કહ્યુ.

પેટ છે કે ટૂલબૉક્સ

પેટ છે કે ટૂલબૉક્સ

બુરહાન મોટા ભાઈ સાથે ડેમિર હોસ્પિટલ પહોંચ્યો અને એક્સ-રે કરાવ્યો. જ્યારે તે રિપોર્ટ લઈને ડોક્ટર પાસે પહોંચ્યો તો ડોક્ટરો ચોંકી ગયા. અહેવાલ ચોંકાવનારો હતો. તે વ્યક્તિના પેટમાં 233 સિક્કા, બેટરી, ચુંબક, નખ, કાચના ટુકડા, પથ્થરો, ધાતુના સ્ક્રૂ જેવી વસ્તુઓ હતી. ડૉક્ટરોએ તેમની કારકિર્દીમાં આવો કિસ્સો પહેલીવાર જોયો હતો. રિપોર્ટ જોઈને ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા.

પહેલા ક્યારેય નથી કરી આવી સર્જરી

પહેલા ક્યારેય નથી કરી આવી સર્જરી

ડૉક્ટરોએ જણાવ્યુ કે અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે આ પહેલા ક્યારેય આવી સર્જરી કરી નથી. બુરહાન ડેમિરના પેટમાં લગભગ 250 વસ્તુઓ હતી. જે તેની બીમારીનુ કારણ બની હતી. 35 વર્ષીય બુરહાનની સારવારમાં લાગેલી ટીમે અલ્ટ્રાસાઉન્ડ, એક્સ-રે સ્કેનિંગ, એન્ડોસ્કોપી જેવા ટેસ્ટ કરાવ્યા અને પછી સર્જરી કરી. બુરહાનના પેટમાંથી 250 વસ્તુઓ શોધીને તેને દૂર કરવી સરળ ન હતુ. ડૉકટરોએ કહ્યુ કે તેઓ પુખ્ત વયના લોકોમાં આવો કેસ ક્યારેય જોવા મળ્યો નથી.

ડૉક્ટરોએ બચાવ્યો જીવ

ડૉક્ટરોએ બચાવ્યો જીવ

બુરહાને પોતાના પેટને એક ટૂલબોક્સ બનાવ્યુ હતુ. જેમાં તેને જોઈતી દરેક વસ્તુઓ હતી. સર્જરી બાદ તમામ વસ્તુઓ કાઢીને બુરહાનનુ પેટ સાફ કરવામાં આવ્યુ હતુ. ડૉક્ટરોને આશ્ચર્ય થયુ કે આ વસ્તુઓ તેના પેટ સુધી કેવી રીતે પહોંચી? સાથે જ બુરહાનના પરિવારના સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જો કે, ડૉકટરોએ તેમના પ્રયાસોથી તેનો જીવ બચાવ્યો હતો. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.

English summary
Doctors take out 233 coins, batteries and nails from a man's stomach
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X